તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવું જોખમ:અમેરિકા અને બ્રિટન બાદ ભારતમાં પણ મળ્યો ડેલ્ટા પ્લસ જેવો AY.2 મ્યૂટેશન; વૈજ્ઞાનિકોએ કરી પુષ્ટિ

23 દિવસ પહેલા
મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકમાં એવાઇ.2 વેરિયન્ટના કેસ મળ્યા છે.
  • સરકાર 20 દિવસ રહી મૌન, પણ હવે વૈજ્ઞાનિકોએ કરી દીધી પુષ્ટિ
  • ભારતમાં એવાય.2 મ્યૂટેશનના કેસ સામે આવી રહ્યા છે
  • દેશમાં જો ત્રીજી લહેર આવે છે તો એમાં આ મ્યૂટેશનની એક મોટી ભૂમિકા હોઈ શકે છે એવી આશંકા

અમેરિકા અને બ્રિટનની જેમ ભારતમાં પણ ડેલ્ટા વેરિયન્ટનું વધુ મ્યૂટેશન જોવા મળ્યું છે, પરંતુ કેન્દ્ર સરકાર છેલ્લા 20 દિવસથી આ મામલે મૌન છે. હવે વૈજ્ઞાનિકોએ સત્તાવાર રીતે માહિતી આપી છે કે ડેલ્ટા પ્લસની જેમ ભારતમાં પણ એવાય.2 મ્યૂટેશનના કેસ સામે આવી રહ્યા છે. આ મ્યૂટેશન પણ ડેલ્ટા વેરિયન્ટમાં થયું છે, અમેરિકામાં અત્યારસુધીમાં સૌથી વધુ AY.2 ના કેસ નોંધાયા છે.

રાજસ્થાન, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મળી આવ્યા છે AY.2 મ્યૂટેશન કેસ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ માહિતી આપી છે કે દેશમાં અત્યારસુધીમાં પાંચ કરતાં વધારે દર્દીઓમાં એવાય .2 મ્યૂટેશન જોવા મળ્યું છે. આ કેસ રાજસ્થાન, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મળી આવ્યા છે.

ખરેખર ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કોરોના વાયરસનું ડબલ મ્યૂટેશન મહારાષ્ટ્રમાં મળ્યું હતું. એના થોડા મહિના બાદ જ ફરીથી મ્યૂટેશન થયું છે અને ફરી ડેલ્ટા અને કાપા વેરિયન્ટ સામે આવ્યા. ડેલ્ટામાં પણ બે મ્યૂટેશન થયાં અને એમાં ડેલ્ટા પ્લસ અને એવાઈ.2 મ્યૂટેશન સામે આવ્યાં.

બંને મ્યૂટેશન હવે ભારતમાં મળી આવ્યાં છે. પુણેસ્થિત એનઆઇવીની ડો. પ્રજ્ઞા યાદવે જણાવ્યું હતું કે ડેલ્ટા પ્લસ અને એવાઈ.2 બંને મ્યૂટેશન ભારતમાં મળી આવ્યાં છે. આ બંને મ્યૂટેશન ઘણા ગંભીર છે અને એની અસર બાબતે હજી વધુ જાણકારી સામે આવી નથી. આશંકા ત્યાં સુધી વ્યક્ત કરવામાં આવે છે કે દેશમાં જો ત્રીજી લહેર આવે છે તો એમાં આ મ્યૂટેશનની એક મોટી ભૂમિકા હોઇ શકે છે.

ડેલ્ટા પ્લસનું ત્રીજું મ્યૂટેશન મળ્યું
હવે ડેલ્ટામાં ત્રીજું મ્યૂટેશન સામે આવ્યું છે. આ ગઈ 23 જૂને નોંધાયું છે, પરંતુ ભારતમાં હજી સુધી તેની ઉપસ્થિતિ નથી. કેટલાક યુ.એસ. અને યુ.કે. રાજ્યોમાં જીનોમ સિક્વન્સિંગ દ્વારા એવાય.3 મ્યૂટેશનની પુષ્ટિ કરવામાં આવી છે.

પહેલા ડેલ્ટા પ્લસ પર પણ આપી ન હતી સૂચના
મંત્રાલયે ડેલ્ટા પ્લસના આઠથી વધુ કેસ સામે આવ્યા બાદ પણ અનેક દિવસો સુધી જાણકારી આપવામાં આવી ન હતી. એ દરમિયાન પ્રેસ-કોન્ફરન્સમાં મંત્રાલતે ડેલ્ટા પ્લસના કેસ મળવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આગામી સપ્તાહે જ કોન્ફરન્સમાં 49 કેસ મળ્યાની પુષ્ટિ કરી હતી. સાંજે આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ ગંભીર વેરિયન્ટ માન્યો ન હતો, પણ રાત સુધીમાં નિવેદન જાહેર કરતાં ડેલ્ટા પ્લસને ગંભીર શ્રેણીમાં રાખવાની જાહેરાત કરી હતી.

ભારતમાં ચાર એવા કેસની જાણકારી આપવામાં આવી છે જેમાં એવાઇ.2 વેરિયન્ટ મળ્યો
અત્યારસુધીમાં જીઆઈએસઆઈડી પ્લેટફોર્મ પર એવાઇ.2 વેરિયન્ટનાં 250થી વધુ સેમ્પલ મળી ચૂક્યાં છે. એમાં મોટા ભાગનાં 239 સેમ્પલની જાણકારી અમેરિકાનાં રાજ્યો દ્વારા આપવામાં આવી છે. જીઆઈએસઆઈડી પ્લેટફોર્મ વૈશ્વિક સ્તરે તમામ દેશોએ મળીને તૈયાર કર્યું છે.

જ્યાં દરેક દેશ મ્યૂટેશન બાબતે સેમ્પલ સહિતની દરેક જાણકારી આપે છે. ભારતમાં હજી સુધી અહી ચાર એવા કેસની જાણકારી આપવામાં આવી છે જેમાં એવાઈ.2 વેરિયન્ટ મળ્યો છે. આ ચારેય કેસમાં 2થી 21 મે વચ્ચે સામે આવ્યા છે. આ કેસ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી જોડાયેલા છે.

રાજસ્થાન, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં AY.2 મ્યૂટેશન કેસ મળી આવ્યા છે.
રાજસ્થાન, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં AY.2 મ્યૂટેશન કેસ મળી આવ્યા છે.

અત્યારસુધીમાં 12થી વધુ રાજ્યોમાં મળ્યો ડેલ્ટા પ્લસ
આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં ઉત્તરપ્રદેશ અને બિહારમાં ડેલ્ટા પ્લસનો કેસ મળ્યો નથી, પરંતુ ગયા સપ્તાહે અહીંના દર્દીઓમાં એની ઉપસ્થિતિ જાણ થઇ હતી. અત્યારસુધીમાં 80થી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે ડેલ્ટા પ્લસ અસરગ્રસ્ત રાજ્યોની સંખ્યા વધારીને 14 થઈ ગઈ છે.

ગયા સપ્તાહે પ્રેસ-કોન્ફરન્સમાં આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ કુમાર અગ્રવાલે દેશમાં ડેલ્ટા પ્લસના કુલ 56 કેસ હોવાની સાથે 12 રાજ્યમાં એની ઉપસ્થિતિની પુષ્ટિ કરવામાં આવી છે.

બી.1 વેરિયન્ટની તુલનામાં બીટા અને ડેલ્ટાથી વધુ નુકસાન જ્યારે કોવિડ સંકટમાંથી સાજા થયેલી વ્યક્તિમાં એન્ટિબોડીની તપાસ કરવામાં આવી. જ્યારે જાણ થઈ કે બી.1 વેરિયન્ટથી સંક્રમિત વ્યક્તિઓમાં એન્ટિબોડી 97.8 ટકા હતી. જ્યારે 29.6 ટકા બીટા અને ડેલ્ટા વેરિયન્ટને કારણે 21.2 ટકા એન્ટિબોડી જ મળી હતી.

વેક્સિન અને રિકવર વ્યક્તિઓ પર અલગ-અલગ પરિણામ નીકળ્યાં બાદ વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે બી.1 વેરિયન્ટની સરખામણીએ બીટા અને ડેલ્ટા વધુ નુકસાન કરી રહ્યા છે.

એ એન્ટિબોડી પર સીધો જ હુમલો કરે છે, જે કારણે કોવેક્સિનની અસર પણ ઓછી થઈ રહી છે. અભ્યાસ દરમિયાન બીટા અને ડેલ્ટા વેરિયન્ટને કારણે જ કોવેક્સિનની અસર બેથી ત્રણ ટકા ઓછી મળી છે.