તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હરિયાણાના કુરુક્ષેત્રમાં કોર્ટ પરિસરમાં બાર એસોશિએશનના પૂર્વ અધ્યક્ષ પર કુહાડીથી હુમલો થયાની ઘટના સામે આવી છે. આ ઘટના કોર્ટ પરિસરમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કોર્ટ પરિસરમાં વકીલો બેસ્યા છે તેની પાછળ હુમલાખોર કુહાડી લઈને ઊભો છે. થોડીવાર પછી તરત જ વકીલના પગ પર કુહાડીનો ઘા મારે છે અને વકીલ તરત જ બીજીવાર હુમલાથી બચવા ખુરશીનો સહારો લે છે. આ પછી પરિરસમાં બીજા વકીલો પણ આવી જાય છે અને હુમલાખોરને પકડી પોલીસને સોંપી દે છે. મહત્ત્વનું છે કે, આ પછી ઘાયલ વકીલને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમનું સ્વાસ્થ્ય હવે સારું છે. પોલીસે ફરિયાદ નોંધી હુમલાખોરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.