• Gujarati News
  • National
  • Aware That Anjali Was Trapped, The Car Often Took U turns; I Kept The Car Running Due To Fear

કંઝાવાલા કેસમાં અંતે આરોપીઓ ઝૂક્યા:કબૂલ્યું કે અંજલિ ફસાઈ હતી તે ખબર હતી, કારે ઘણીવાર યુ-ટર્ન લીધો; ડરના કારણે ગાડી દોડાવ્યે રાખી

22 દિવસ પહેલા

દિલ્હીના કાંઝાવાલા કેસમાં આરોપીઓએ સ્વીકાર્યું છે કે અંજલિ કારની નીચે ફસાઈ ગઈ હતી તે અંગેનો તેમને ખ્યાલ હતો. આરોપીએ કહ્યું હતું કે અકસ્માત પછી તેઓએ ઘણી વખત કારનો યુ-ટર્ન લીધો કારણ કે તે ખૂબ જ ડરી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આરોપીએ સ્વીકાર્યું છે કે કારમાં જોરથી મ્યુઝિક વગાડવાની સ્ટોરી ખોટી હતી.

31મી ડિસેમ્બરે રાત્રે લગભગ 1.30 વાગે કાંઝાવાલા વિસ્તારમાં અંજલિનો અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, અંજલિ સ્કૂટી પર ઘરે પરત ફરી રહી હતી. કારમાં સવાર 5 યુવાનોએ ટક્કર મારી હતી. અકસ્માત પછી યુવકો કાર લઈને ફરાર થઈ ગયા હતા. અંજલિ કારની નીચે ફસાઈ ગઈ હતી. તેને 12 કિમી સુધી ઢસડવામાં આવી હતી. અગાઉ 4 કિમી સુધી જ ઢસડવાનો મામલો સામે આવ્યો હતો. પાછળથી એવું પણ બહાર આવ્યું છે કે અંજલિની સાથે તેની મિત્ર નિધિ પણ હતી અને તેને સામાન્ય ઈજા થઈ હતી પરંતુ અકસ્માત થયા પછી તે સ્થળ પરથી ભાગી ગઈ હતી.

કેસથી જોડાયેલા મોટા અપડેટ્સ...

  • આરોપી અંકુશ ખન્નાને શનિવારે જામીન મળી ગયા હતા. કોર્ટે 20,000ના પર્સનલ બોન્ડ પર જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે જો જરૂર પડશે તો અંકુશે તપાસમાં મદદ કરવી પડશે.
  • અંજલિને છ મહિના પહેલાં દારૂના નશામાં વધુ ઝડપે વાહન ચલાવવાને કારણે અકસ્માત થયો હતો. તેનો વીડિયો સામે આવ્યો છે.
  • અંજલિની મિત્ર નિધિ બે વર્ષ પહેલાં આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન પર ડ્રગ્સની દાણચોરી કરતી ઝડપાઈ હતી.
  • 31 ડિસેમ્બરની રાત્રે અકસ્માત પહેલાં અંજલિ અને નિધિ સાથે એક છોકરો પણ હતો, પરંતુ તે બન્ને સાથે થોડીવાર વાત કરીને ત્યાંથી ચાલ્યો ગયો હતો.

પોતાના ભાઈને બચાવવા કાવતરું કરનાર આરોપીને જામીન મળી ગયા
આ કેસમાં પોતાના ભાઈને બચાવવા અને બાકીના આરોપીઓને છુપાવવાનું કાવતરું ઘડનાર આરોપી અંકુશ ખન્નાને શનિવારે જામીન મળી ગયા. કોર્ટે 20,000ના પર્સનલ બોન્ડ પર જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે જરૂર પડશે તો તપાસમાં આવવું પડશે.

અંકુશ ખન્નાએ શુક્રવારે સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. તેણે પોતાના નિવેદનમાં પોલીસને ખોટું કહ્યું હતું. અંકુશે કહ્યું હતું કે અકસ્માત સમયે કાર તેનો ભાઈ અમિત ખન્ના નહીં, દીપક ચલાવી રહ્યો હતો. જોકે બાદમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું કે અમિત વાહન ચલાવતો હતો અને તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું. બાકીના 6 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ વીડિયો કાંઝાવાલા કેસના આરોપીનો છે. અંકુશ ખન્નાએ આરોપીઓને છુપાવવામાં મદદ કરી હતી.
આ વીડિયો કાંઝાવાલા કેસના આરોપીનો છે. અંકુશ ખન્નાએ આરોપીઓને છુપાવવામાં મદદ કરી હતી.

અત્યારસુધીની ઘટનાઓને આ રીતે સમજો...

31 ડિસેમ્બર: યુવતીને કારમાં 12 કિમી સુધી ઢસડી
આ દુર્ઘટના કંઝાવાલા વિસ્તારમાં રાત્રે લગભગ 1.30 વાગ્યે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અંજલિ સ્કૂટી પર ઘરે પરત ફરી રહી હતી. કારે તેને ટક્કર મારી હતી. અકસ્માત બાદ યુવક કાર લઈને ફરાર થઈ ગયા હતા. અંજલિ કારની નીચે ફસાઈ ગઈ. તેને 12 કિમી સુધી ઢસડી જવામાં આવી હતી. પહેલાં 4 કિમી સુધી ઢસડી જવાનો મામલો સામે આવ્યો હતો. અકસ્માત બાદ નિધિ ત્યાંથી ભાગીને ઘરે પહોંચી ગઈ હતી.

જાન્યુઆરી 1: પોલીસને નગ્ન હાલતમાં લાશ મળી હતી, આરોપીની ધરપકડ
પોલીસે આ કેસમાં પાંચ આરોપી મનોજ મિત્તલ, દીપક ખન્ના, અમિત ખન્ના, ક્રિષ્ના અને મિથુનની ધરપકડ કરી હતી. કાર પણ જપ્ત કરવામાં આવી હતી. ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે લગભગ 3 વાગે પોલીસને માહિતી મળી કે કંઝાવાલા વિસ્તારમાં એક યુવતી રસ્તાના કિનારે નગ્ન અવસ્થામાં પડી છે. સમાચાર મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવતીની લાશ પડી હતી.

2 જાન્યુઆરી: યુવતીને કારથી ઢસડી જવામાં આવી હોવાના ફૂટેજ સામે આવ્યા
સોમવારે સુલ્તાનપુરથી કંઝાવાલા વિસ્તારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં યુવતીને કારની નીચે ઢસડાતી જોઈ શકાય છે. આ પછી આમ આદમી પાર્ટી (AAP)એ પ્રદર્શન કર્યું. સીએમ અરવિંદ કેજરીવાલે કડકમાં કડક સજાની માગ કરી છે.

બીજી તરફ, સાંજ સુધીમાં ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસને આ મામલાને લઈને તાત્કાલિક રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. કેસની તપાસ દિલ્હી પોલીસની મહિલા અધિકારી શાલિની સિંહને સોંપી હતી. કોર્ટે પાંચેય આરોપીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. પોસ્ટમોર્ટમ કરવા માટે ત્રણ સભ્યોનું બોર્ડ બનાવવામાં આવ્યું હતું. દિલ્હીના એલજી વીકે સક્સેનાએ પોલીસ કમિશનર પાસે સ્ટેટસ રિપોર્ટ માગ્યો હતો.

આ કેસમાં આ પહેલું CCTV ફૂટેજ સામે આવ્યું હતું. કારમાં સવાર લોકો યુવતીને નીચે ઢસડી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ કેસમાં આ પહેલું CCTV ફૂટેજ સામે આવ્યું હતું. કારમાં સવાર લોકો યુવતીને નીચે ઢસડી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે એને અકસ્માત અને પરિવારજનોએ તેને હત્યા ગણાવી હતી
પીડિતાનો પરિવારઃ માતાએ કહ્યું હતું કે તેણે ઘણાં કપડાં પહેર્યાં હતાં, પરંતુ જ્યારે તેનો મૃતદેહ મળ્યો ત્યારે તે સંપૂર્ણ નગ્ન હાલતમાં હતી. શરીર પર એકપણ કપડું નહોતું. આ કેવો અકસ્માત છે?

પોલીસનો દાવોઃ ડીસીપી હરેન્દ્ર સિંહે કહ્યું હતું કે આ સમગ્ર મામલો અકસ્માતનો છે. અકસ્માતને કારણે યુવતીનું શરીર ક્ષતિગ્રસ્ત થઈને લોહીથી લથપથ થઈ ગયું હતું.

3 જાન્યુઆરી: નિધિ તેની સાથે સ્કૂટી પર જોવા મળી હતી, દાવો કર્યો હતો કે અંજલિ ખૂબ જ નશામાં હતી

આ ફૂટેજ 3 જાન્યુઆરીના રોજ સામે આવ્યાં હતાં. OYO હોટેલની સામે છે. 31 ડિસેમ્બરની રાત્રે બન્ને સ્કૂટી પર ઘરે જવા નીકળ્યાં હતાં.
આ ફૂટેજ 3 જાન્યુઆરીના રોજ સામે આવ્યાં હતાં. OYO હોટેલની સામે છે. 31 ડિસેમ્બરની રાત્રે બન્ને સ્કૂટી પર ઘરે જવા નીકળ્યાં હતાં.

​​​​​મંગળવારે આ કેસમાં નિધિ નામની યુવતીની એન્ટ્રી થઈ હતી. 31 ડિસેમ્બરની રાત્રે અંજલિ અને નિધિનાં ફૂટેજ મળ્યાં હતાં. તે OYO હોટેલની સામેનાં હતાં. આમાં બંનેને સ્કૂટી પાસે વાત કરતાં જોઈ શકાય છે. આ પછી બંને સ્કૂટી પર ઘરે જવા નીકળે છે.

તપાસમાં જાણવા મળ્યું કે અંજલિ તેના મિત્ર સાથે ન્યૂ યર પાર્ટી માટે હોટલમાં ગઈ હતી. હોટલના મેનેજરે પોલીસને જણાવ્યું હતું કે યુવતીઓની કોઈ વાત મામલે મિત્રો સાથે ઝઘડો થયો હતો, બાદમાં હોટલ સ્ટાફે તેમને ત્યાંથી જવાનું કહ્યું હતું.

નિધિએ દાવો કર્યો, "અંજલિ ખૂબ જ નશાની હાલતમાં હતી. મેં તેને કહ્યું કે મને સ્કૂટી ચલાવવા દે, પરંતુ તેણે મને સ્કૂટી ચલાવવા ન દીધી. કારે તેને ટક્કર મારી, પછી હું એક બાજુ પડી ગઈ અને તે કારની નીચે આવી ગઈ હતી, પછી તે કારની નીચે ફસાઈ ગઈ. કાર તેને ઢસડીને દૂર લઈ ગઈ. હું ડરી ગઈ હતી, માટે ત્યાંથી જતી રહી અને કોઈને કંઈ કહ્યું નહીં."

બીજી તરફ, બપોર સુધીમાં અંજલિના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈ બળાત્કાર થયો ન હોવાની પુષ્ટિ થઈ છે, જેમાં તેના શરીર પર 40 ઘા હોવાનું બહાર આવ્યું છે.

મંગળવારે સાંજે અંજલિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્મશાનગૃહમાં અને તેની બહાર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
મંગળવારે સાંજે અંજલિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્મશાનગૃહમાં અને તેની બહાર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

4 જાન્યુઆરી: ફોરેન્સિક રિપોર્ટ આવ્યો, નિર્ભયાની માતા અંજલિના પરિવારને મળી
અંજલિની માતાએ આશંકા વ્યક્ત કરી છે કે પોતાને અંજલિની મિત્ર ગણાવતી નિધિ પણ આમાં સામેલ હોઈ શકે છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા મૃતકની માતાને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. તેમણે 10 લાખ રૂપિયા મદદ આપવાની જાહેરાત કરી હતી.

ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો, જેમાં અંજલિ કારની અંદર હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. કહેવાય છે કે અંજલિ કારના આગળના ડાબા ટાયરમાં ફસાઈ ગઈ હતી, આ ટાયરની પાછળ લોહીના ડાઘા મળી આવ્યા છે. કારની નીચે અન્ય ભાગોમાં પણ લોહીના ડાઘા મળી આવ્યા હતા. નિર્ભયાની માતા આશા દેવી અંજલિના પરિવારને મળી હતી.

5 જાન્યુઆરી: પોલીસનો દાવો- આરોપી 5 નહીં, પરંતુ 7 હતા
આરોપીઓ 5 નહીં, પરંતુ 7 છે. બે નવા આરોપી આશુતોષ અને અંકુશ ખન્નાની શોધ કરવામાં આવી રહી છે. બીજું- આરોપીઓનો મૃતક યુવતી અંજલિ અને નજરે જોનાર નિધિ સાથે કોઈ જૂનો સંબંધ નથી.

એક આરોપીનો ભાઈ અમિત છે. તે કાર ચલાવી રહ્યો હતો.તેની પાસે લાઈસન્સ પણ નહોતું. તેને બચાવવા માટે દીપકનું નામ આગળ કર્યું હતું. આરોપીઓ જાણતા હતા કે યુવતી કારની નીચે ફસાઈ ગઈ છે. છતાં પણ તેઓ કાર ચલાવતા રહ્યા હતા. આ અકસ્માત 31 ડિસેમ્બરની રાત્રે 2.4 થી 2.6 મિનિટની વચ્ચે થયો હતો.

6 જાન્યુઆરી: અંજલિ-નિધિની સાથે એક છોકરો પણ હતો
દિલ્હીના કાંઝાવાલા અકસ્માત પહેલાંના બે વીડિયો અને અકસ્માત પછીની તસવીર સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલાં વીડિયોમાં એક છોકરો સ્કૂટી ચલાવતો જોવા મળી રહ્યો છે, જેની પાછળ નિધિ અને અંજલિ બેઠી છે. આ છોકરો તેમને ગલીની બહાર ઉતારી દે છે. અંજલિના હાથમાં મોબાઈલ છે અને તે છોકરા સાથે થોડીવાર વાત પણ કરે છે.

જ્યારે બીજા વિડિયોમાં અંજલિ અને નિધિ ગલીમાંથી બહાર નીકળતા જોવા મળે છે, પરંતુ હવે છોકરો તેમની સાથે નથી. અંજલિ અને નિધિ સાથે જતી જોવા મળે છે. નિધિ પાછળ બેઠી છે જ્યારે અંજલિ સ્કૂટી ચલાવી રહી છે.

આ વીડિયો 31 ડિસેમ્બરના રોજ થયેલા અકસ્માતના થોડા કલાકો પહેલાંનો જણાવવામાં આવી રહ્યો છે. જેમાં અંજલિ અને નિધિ એક છોકરા સાથે સ્કૂટી પર જોવા મળી હતી.
આ વીડિયો 31 ડિસેમ્બરના રોજ થયેલા અકસ્માતના થોડા કલાકો પહેલાંનો જણાવવામાં આવી રહ્યો છે. જેમાં અંજલિ અને નિધિ એક છોકરા સાથે સ્કૂટી પર જોવા મળી હતી.

7 જાન્યુઆરી: આગ્રામાં જેલ જઈ ચૂકી છે અંજલિની મિત્ર નિધિ:બે વર્ષ પહેલાં ગાંજાની તસ્કરી કરતાં પકડાઈ હતી
દિલ્હીના કંઝાવાલા કેસમાં હત્યાનો ભોગ બનેલી અંજલિની મિત્ર નિધિને લઈને મોટો ખુલાસો થયો છે. નિધિ બે વર્ષ પહેલાં આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન પર ડ્રગ્સની તસ્કરી કરતાં પકડાઈ હતી. પોલીસે તેની પાસેથી 10 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. GRPએ તેની ધરપકડ કરી જેલ મોકલી હતી. જોકે 18 જાન્યુઆરી, 2021ના રોજ તેને જામીન મળી ગયા હતા.

દિલ્હીમાં 31 ડિસેમ્બરની રાત્રે અંજલિ સિંહ સાથે દુર્ઘટના ઘટી તે સમયે સ્કૂટી પર નિધિ પણ હતી. ઘટના પછી તે ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી. તેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે નિધિને શુક્રવારે એટલે કે કાલે પૂછપરછ માટે બોલાવી હતી. આ દરમિયાન ડ્રગ્સ કનેક્શનની વાત સામે આવી છે.

આ વીડિયો 16 જુલાઈ 2022નો છે. તે જોઈ શકાય છે કે તેજ ગતિએ જઈ રહેલી સ્કૂટી અચાનક હવામાં ઊછળીને દૂર પડી ગઈ હતી. આ વીડિયો અંજલિનો જણાવવામાં આવી રહ્યો છે.
આ વીડિયો 16 જુલાઈ 2022નો છે. તે જોઈ શકાય છે કે તેજ ગતિએ જઈ રહેલી સ્કૂટી અચાનક હવામાં ઊછળીને દૂર પડી ગઈ હતી. આ વીડિયો અંજલિનો જણાવવામાં આવી રહ્યો છે.
આ વીડિયો નિધિનો છે. તેની સાથે સમીર અને રવિ નામના બે છોકરાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં નિધિ જામીન પર બહાર છે.
આ વીડિયો નિધિનો છે. તેની સાથે સમીર અને રવિ નામના બે છોકરાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં નિધિ જામીન પર બહાર છે.
અન્ય સમાચારો પણ છે...