• Gujarati News
  • Sports
  • Avni Lakhera Makes History In Shooter, Gives Country First Gold Medal In Tokyo Paralympics

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને બીજો ગોલ્ડ:સુમિત અંતિલે જેવલિન થ્રોમાં વર્લ્ડ રેકોર્ડની સાથે જીત્યો ગોલ્ડ; ભારતનો અત્યાર સુધીનો સૌથી સફળ પેરાલિમ્પિક

2 મહિનો પહેલા
સુમિતે F64 કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડની સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. તેઓએ ફાઈનલમાં 68.55 મીટરનો થ્રો કર્યો.
  • ભારતની અવની લખેરાએ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો
  • ડિસ્ક થ્રોમાં યોગેશ અને જેવલિનમાં ઝાઝરિયાને સિલ્વર, બ્રોન્ઝ પણ મળ્યો

ટોક્યો પેરાલિમ્પિકમાં સોમવારે ભારતીય એથલીટ્સે કમાલ કરી દીધી. શૂટર અવનિ લેખરા પછી જેવલિન થ્રોઅર સુમિત અંતિલે ભારતને વધુ એક ગોલ્ડ અપાવ્યો છે. તેને F64 કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડની સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સુમિતે ફાઈનલમાં 68.55 મીટરનો થ્રો કર્યો. સુમિતનો 5મો થ્રો બેસ્ટ રહ્યો. સુમિતે 66.95 મીટર, 68.08 મીટર, 65.27 મીટર, 66.71 મીટર અને 68.55 મીટરનો થ્રો કર્યો. છઠ્ઠો થ્રો ફાઉલ રહ્યો.

સુમિત અંતિલની સફર ભારે સંઘર્ષપૂર્ણ રહી છે. 6 વર્ષ પહેલાં થયેલા રોડ અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ પણ સુમિતે જિંદગી સામે ક્યારેય હાર ન માની અને દરેક પરિસ્થિતિનો સામનો કર્યો.

ભારતે પેરાલિમ્પિકમાં અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત 7 મેડલ જીત્યા છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી સફળ પેરાલિમ્પિક બની ગયો છે.

19 વર્ષની અવનિએ શુટિંગમાં ગોલ્ડ જીત્યો
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતની અવની લખેરાએ મહિલાઓની 10 મીટર AR રાઇફલ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ફાઇનલમાં 249.6 પોઇન્ટ મેળવ્યા હતા, જે ડિસેમ્બર 2018માં યુક્રેનની ઇરિના શેતનિક દ્વારા રચાયેલા વર્લ્ડ રેકોર્ડની બરાબર છે. ફાઇનલમાં ચીની શૂટર દ્વારા અવનીને કાંટાની ટક્કર આપવામાં આવી હતી, પરંતુ પછી તેણે પોતાના અચૂક નિશાનથી તેને હરાવી હતી.

19 વર્ષની અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્માં ધીમી શરૂઆત કરી હતી. તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 621.7 ના કુલ સ્કોર સાથે 7મું સ્થાન મેળવીને ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું.
19 વર્ષની અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્માં ધીમી શરૂઆત કરી હતી. તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 621.7 ના કુલ સ્કોર સાથે 7મું સ્થાન મેળવીને ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું.

પેરાલિમ્પિકમાં મેડલોનો વરસાદ
જ્યારે ભારતના યોગેશ કથુનિયાએ F56 ડિસ્ક થ્રો ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. સોમવારે તેના છઠ્ઠા અને છેલ્લા પ્રયાસમાં (44.38 મીટર, સિરીઝ શ્રેષ્ઠ) તેણે પોતાનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંક્યો અને મેડલ કબજે કર્યો. આ સિવાય દેવેન્દ્ર ઝાઝરિયાએ જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો અને સુંદર સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ભારતને 7 મેડલ

  • શૂટિંગમાં ગોલ્ડ મેડલ.
  • ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ.
  • ડિસ્ક થ્રોમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ.
  • હાઇ જમ્પમાં સિલ્વર મેડલ.
  • જેવલિન થ્રોમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ.
દેવેન્દ્ર ઝાઝરિયાએ જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો.
દેવેન્દ્ર ઝાઝરિયાએ જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો.
સુંદર સિંહે જેવલિન થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
સુંદર સિંહે જેવલિન થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ભારતના યોગેશ કથુનિયાએ F56 ડિસ્ક થ્રો ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે.
ભારતના યોગેશ કથુનિયાએ F56 ડિસ્ક થ્રો ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે.

વડાપ્રધાન મોદીએ પણ શુભેચ્છા પાઠવી હતી

ભારતની અવની લખેરાએ ઈતિહાસ રચ્યો
જયપુરની અવનીએ ફાઇનલમાં 249.6 સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી અને પ્રથમ સ્થાન મેળવ્યું. તેણે ચીનની ઝાંગ કુઇપિંગ (248.9 પોઇન્ટ)ને પાછળ ધકેલી દીધી હતી. યુક્રેનની ઇરિયાના શેતનિક (227.5)એ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી અવની
અવની પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. આ રમતોની શૂટર સ્પર્ધામાં ભારતનો આ પહેલો મેડલ પણ છે. ટોક્યો પેરાલિમ્પિકમાં આ દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ પણ છે. પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનારી તે ત્રીજી ભારતીય મહિલા છે.

રવિવારે મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલ અને હાઇ જમ્પ એથ્લીટ નિશાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ વિનોદ કુમારની ડિસ્ક ફેંકની એફ 52 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ તેના ક્વોલિફિકેશન અંગેના વિરોધને કારણે રોકી દેવામાં આવ્યો હતો.

ભારતીય પેરાલિમ્પિક સમિતિની પ્રમુખ દીપા મલિક રિયો પેરાલિમ્પિક 2016માં, તે ગોળાફેંકમાં સિલ્વર મેડલ જીતીને આ રમતોમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

અવની પહેલા ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં મુરલીકાંત પેટકર (પુરુષોની સ્વિમિંગ, 1972), દેવેન્દ્ર ઝાઝરિયા (પુરુષોની ભાલાફેંક, 2004 અને 2016) અને મરિયપ્પન થંગાવેલુ (મેન્સ હાઇ જમ્પ, 2016)એ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અવનીએ અગાઉ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 21 શૂટર્સ વચ્ચે સાતમા સ્થાન પર રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે 60 શ્રેણીમાં છ શોટ બાદ 621.7નો સ્કોર કર્યો હતો, જે ટોચના આઠ નિશાનેબાજોમાં સ્થાન મેળવવા માટે પૂરતો હતો.

ચીનની કુઇપિંગ અને યુક્રેનના શેતનિકે ક્વોલિફિકેશનમાં 626.0 ના પેરાલિમ્પિક રેકોર્ડ સાથે પ્રથમ બે સ્થાન મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...