• Gujarati News
  • National
  • Avimukteswarananda Will Be The President Of Jyotish Peeth And Sadanand Of Sarada Peeth

2 સંત બન્યા શંકરાચાર્ય સ્વરૂપાનંદના ઉત્તરાધિકારી:અવિમુક્તેશ્વરાનંદ જ્યોતિષ પીઠ અને સદાનંદ શારદા પીઠના પ્રમુખ બનશે

19 દિવસ પહેલા

જ્યોતિર્મઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના ઉત્તારાધિકારીઓનાં નામ સોમવારે જાહેર કરવામાં આવ્યાં છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદને જ્યોતિષ પીઠ બદ્રીનાથ અને સ્વામી સદાનંદને દ્વારકા શારદા પીઠના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. તેમના નામની જાહેરાત શંકરાચાર્યજીના પાર્થિવદેહની સામે જ કરવામાં આવી છે.

સ્વરૂપાનંદ સરસ્વતીનું 98 વર્ષની ઉંમરે રવિવારે નિધન થયું છે. તેમણે ઝોતેશ્વરમાં પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે અંદાજે 3.30 વાગે અંતિમ શ્વાસ લીધા છે. તેમનાં અંતિમ દર્શન માટે ભક્તો નરસિંહપુર પહોંચી રહ્યા છે. તેમનો પાર્થિવદેહ આશ્રમના ગંગા કુંડ સ્થળ પર રાખવામાં આવ્યો છે. તેમને 4 વાગે સમાધિ આપવામાં આવશે.

જ્યોતિષ પીઠનો પ્રભાવ અત્યારે અવિમુક્તેશ્વરાનંદ મહારાજ પાસે છે, જ્યારે દ્વારકા પીઠની જવાબદારી દંડીસ્વામી સદાનંદ સરસ્વતીને આપવામાં આવ્યો છે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ (ડાબે)ને જ્યોતિષ પીઠ બદ્રીનાથના અને સ્વામી સદાનંદ (જમણે)ને દ્વારકા શારદા પીઠના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ (ડાબે)ને જ્યોતિષ પીઠ બદ્રીનાથના અને સ્વામી સદાનંદ (જમણે)ને દ્વારકા શારદા પીઠના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

LIVE અપડેટ્સ...

  • મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનાં અંતિમ દર્શન કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
  • કમલનાથે કહ્યું- હંમેશાં તેમનું માર્ગદર્શન મળ્યું છે. દેશ હિતમાં તેઓ હંમેશાં બિનધાસ્ત રીતે તેમની વાત રજૂ કરતા. શંકરાચાર્યજીનું જવું ખૂબ મોટી ખામી ઊભી કરી કરશે.
  • સવારે 11.18 વાગે પૂર્વ સીએમ કમલનાથ, ધારાસભ્ય જયવર્ધન સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી સમાછી સ્થળ પર પહોંચ્યા હતા. અહીં તેઓ અંતિમ દર્શન માટે આવ્યા હતા.
  • સવારે 11.05 વાગે સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કાર્યક્રમમાં પરિવર્તન કર્યા છે.

જુઓ પરમહંસી ગંગા આશ્રમની તસવીરો...

અંતિમ દર્શન કર્યા બાદ કમલનાથે કહ્યું- હંમેશાં તેમનું માર્ગદર્શન મળ્યું.
અંતિમ દર્શન કર્યા બાદ કમલનાથે કહ્યું- હંમેશાં તેમનું માર્ગદર્શન મળ્યું.
રવિવાર સાંજથી આશ્રમમાં શંકરાચાર્યના આસન સામે 100 જેટલા બટુક મહારાજ રામનામનો જાપ કરી રહ્યા છે.
રવિવાર સાંજથી આશ્રમમાં શંકરાચાર્યના આસન સામે 100 જેટલા બટુક મહારાજ રામનામનો જાપ કરી રહ્યા છે.
ધારાસભ્ય જયવર્ધન સિંહ પૂર્વ સીએમ કમલનાથ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી સાથે આશ્રમ પહોંચ્યા હતા.
ધારાસભ્ય જયવર્ધન સિંહ પૂર્વ સીએમ કમલનાથ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી સાથે આશ્રમ પહોંચ્યા હતા.
પંડાલથી લગભગ 400 મીટર દૂર પરમહંસી ગંગા આશ્રમ સંકુલમાં સમાધિ માટે ખાડો તૈયાર કરવામાં આવ્યો છે.
પંડાલથી લગભગ 400 મીટર દૂર પરમહંસી ગંગા આશ્રમ સંકુલમાં સમાધિ માટે ખાડો તૈયાર કરવામાં આવ્યો છે.
પ્રશાસને આશ્રમથી 2 કિમી પહેલાં જોતેશ્વર ગામના પ્રવેશદ્વાર પર વાહનવ્યવહાર બંધ કરી દીધો છે.
પ્રશાસને આશ્રમથી 2 કિમી પહેલાં જોતેશ્વર ગામના પ્રવેશદ્વાર પર વાહનવ્યવહાર બંધ કરી દીધો છે.
રાજ્યભરમાંથી ભક્તો અંતિમ દર્શન માટે આશ્રમમાં પહોંચી રહ્યા છે.
રાજ્યભરમાંથી ભક્તો અંતિમ દર્શન માટે આશ્રમમાં પહોંચી રહ્યા છે.
સ્વામી સ્વરૂપાનંદજીને આશ્રમમાંથી ગંગા કુંડ સુધી પાલખીમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે.
સ્વામી સ્વરૂપાનંદજીને આશ્રમમાંથી ગંગા કુંડ સુધી પાલખીમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે.
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના શરીર પર ચંદન લગાવી તેમના શિષ્યોને અંતિમ દર્શન માટે રાખશે.
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના શરીર પર ચંદન લગાવી તેમના શિષ્યોને અંતિમ દર્શન માટે રાખશે.
9 વર્ષની ઉંમરે તેમણે ઘર છોડી દીધું અને ધાર્મિક યાત્રાઓ શરૂ કરી. આ સમય દરમિયાન તેઓ કાશી પહોંચ્યા અને અહીં તેમણે બ્રહ્મલિન શ્રી સ્વામી કરપત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંગ, શાસ્ત્રો શીખ્યા.
9 વર્ષની ઉંમરે તેમણે ઘર છોડી દીધું અને ધાર્મિક યાત્રાઓ શરૂ કરી. આ સમય દરમિયાન તેઓ કાશી પહોંચ્યા અને અહીં તેમણે બ્રહ્મલિન શ્રી સ્વામી કરપત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંગ, શાસ્ત્રો શીખ્યા.

આ રીતે થશે ભૂ સમાધિ...

  • 108 કળશમાં પાણી ભરીને સ્વામી સ્વરૂપાનંદજીને સ્નાન કરાવવામાં આવશે. આ દરમિયાન વૈદિક રીત-રિવાજ અને મંત્રોચ્ચાર કરવામાં આવશે.
  • સ્વામીજીને સ્નાન કરાવ્યા પછી તેમનો દૂધથી અભિષેક કરવામાં આવશે. તેમના મસ્તક પર શાલિગ્રામ સ્થાપિત કરવામાં આવશે.
  • રીત-રિવાજથી મંત્રોચ્ચાર પછી ભગવતી મંદિરથી આશ્રમ સુધી પરિક્રમા કરવામાં આવશે. આ પરિક્રમામાં સ્વામી સ્વરૂપાનંદજીને પાલકીમાં બેસાડીને પરિક્રમા કરાવવામાં આવશે.
  • પરિક્રમા પૂરી થયા પછી શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજીને સમાધિ સ્થળ પર લઈ જવામાં આવશે.
  • પૂજન કરીને સમાધિ માટે બનાવવામાં આવેલા ખાડામાં દેહને મૂકવામાં આવે છે.
  • સમાધિ સ્થળ પર થોડા દિવસ પછી એક મંદિર બનાવવામાં આવશે અને ત્યાં શિવલિંગની સ્થાપના કરવામાં આવશે.

સંપૂર્ણ વિધિ કાશીથી આવેલા પંડિતો કરાવશે
દંડીસ્વામીએ જણાવ્યું હતું કે, સમાધિ આપવાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો શ્રૃંગાર થશે, શોભાયાત્રા નીકળશે, જે પરમહંસી ગંગા કુંડથી ભગવતી મંદિર સુધી જશે. કાશીથી આવેલા પંડિતો અવધરામ શાસ્ત્રી સમાધિની પ્રક્રિયા પૂરી કરાવશે.

અન્ય સમાચારો પણ છે...