• Gujarati News
  • National
  • Avenue Range Court Has Already Granted Bail To Wife Poonam And 2 Others In This Case

સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર આજે સુનાવણી:પત્ની પૂનમ અને અન્ય 2ને આ કેસમાં જામીન આપી ચૂકી છે એવન્યુ રેન્જ કોર્ટ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર આજે રેન્જ કોર્ટમાં સુનાવણી થશે. જૈન 99 દિવસથી EDની કસ્ટડીમાં છે. આ કેસમાં સત્યેન્દ્ર જૈનની પત્ની પૂનમ જૈનને વ્યક્તિગત બોન્ડ પર જામીન આપ્યા છે. કોર્ટે પૂનમ સિવાય અન્ય બે આરોપી અજિત પ્રસાદ જૈન અને સુનીલ કુમાર જૈનને પણ જામીન આપ્યા છે.

દિલ્હી હાઈકોર્ટે આપી હતી મોટી રાહત
મની લોન્ડરિંગ કેસમાં સજા કાપી રહેલા સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈનને દિલ્હી હાઈકોર્ટે રાહત આપી હતી. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રહ્મણ્યમ પ્રસાદે સત્યેન્દ્ર જૈનને મંત્રીપદથી હટાવવાની માગવાળી અરજી નામંજૂર કરી છે. કોર્ટ પાસેથી આમ આદમી પાર્ટી નેતા સત્યેન્દ્રને વિકૃત વ્યક્તિ ઘોષિત કરવા અને તેમને ધારાસભ્ય તથા એક મંત્રીના રૂપમાં અયોગ્ય ઘોષિત કરવાની માગ કરાઈ હતી.

યાદશક્તિ ભૂલવાનો દાવો કરી ચૂક્યા છે સત્યેન્દ્ર
અરજી દાખલ કરનાર આશિષ કુમાર શ્રીવાસ્તવે દાવો કર્યો હતો કે સત્યેન્દ્ર જૈને પોતે EDની સામે ઘોષણા કરી હતી કે કોરોનાને કારણે પોતે યાદશક્તિ ખોઈ નાખી છે. માટે એક ધારાસભ્ય તરીકે તેમને પોતાનો કાર્યકાળ ચાલુ રાખવાની અનુમતિ આપી શકાય નહીં.

અરજીમાં દિલ્હી સરકાર પર આરોપ લગાવાયો હતો કે તેઓ સંવિધાનના અનુચ્છેદ 191 (1) (બી)ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહી છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે જો વ્યક્તિ વિકૃત મગજની હોય તો તેને વિધાનસભાનો સદસ્ય ચૂંટાવા માટે અયોગ્ય ઘોષિત કરવામાં આવશે.

મની લોન્ડરિંગ કેસમાં 10 લોકો આરોપી છે
ચાર્જશીટ અનુસાર, આ મામલે 10 લોકો આરોપી છે, જેમાં દિલ્હી કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન સહિત ચાર ખાનગી કંપનીના અને 6 અન્ય લોકોનો સમાવેશ થાય છે.સત્યેન્દ્ર જૈન, અંકુશ જૈન અને વૈભવ જૈનની તપાસ એજન્સી EDએ 30 મેના રોજ ધરપકડ કરી હતી અને હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે.

અન્ય સમાચારો પણ છે...