તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આંધ્રપ્રદેશની ઘટના:સાંસદ નંદીગામા સુરેશની સળિયાથી હત્યા કરવા પ્રયાસ, હુમલો કરનાર ટીડીપી કાર્યકર્તા પકડાયો

ગુંટુરઃ(આંધ્ર)10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાંસદની હત્યા કરવાની કોશિશ કરનાર આરોપી બત્તૂલા પૂર્ણચંદ્ર રાવ.

બાપટ્લાના વાયએસઆરસીપીના સાંસદ નંદીગામ સુરેશ પર ટીડીપી કાર્યકર્તાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ આરોપીની ધરપકડ કરી છે. તેની પાસેથી સળિયો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટના ગુરૂવારે મોડી રાતે 10.30 વાગ્યે બની હતી.

એવું જણાવાયું છે કે તુલ્લુરુ મંડળના મંદડમ ગામના તેલુગુદેશમ પાર્ટીનો કાર્યકર્તા બત્તૂલા પૂર્ણચંદ્ર રાવ ગુરૂવારે રાતે બાઈકથી સાંસદના ઘરે પહોંચ્યો હતો. એ જ સમયે સાંસદ સુરેશ ઘરેથી નીકળીને કારમાં બેસવા જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂર્ણચંદ્ર રાવે સાંસદ પર હુમલો કર્યો. એ સમયે ઘટનાસ્થળે તહેનાત સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો.

વાતચીત પછી ગેરવર્તન કરવા લાગ્યો
હુમલાખોર પ્રથમ સાંસદ સાથે વાતચીત કરી રહ્યો હતો. આ દરમિયાન તે સાંસદ સાથે ગેરવર્તન કરવા લાગ્યો અને મોકો મળતા જ હુમલો કર્યો હતો. આ જોઈને ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ પૂર્ણચંદ્ર રાવને કસ્ટડીમાં લઈ લીધો હતો. તેની તલાશી લીધી હતી. તેની પાસેથી લોખંડનો ધારદાર સળિયો મળી આવ્યો હતો.

સાંસદે કરી હતી જમીન કૌભાંડની સીબીઆઈ તપાસ કરાવવાની માગ
સાંસદ સુરેશે લોકસભામાં એક જમીન કૌભાંડની સીબીઆઈ તપાસની માગ કરી હતી. તેના ઉપરાંત ચૂંટણી અગાઉ પણ રાજધાનીમાં ઈન્સાઈડર બિઝનેસ અંગે તેમના અનેક નિવેદનો સામે આવી ચૂક્યા હતા. આ જ બાબતો અંગે અગાઉ પણ સાંસદ પર એકવાર હુમલો થઈ ચૂક્યો છે. પોલીસે આ મામલે તપાસ કરીને દોષિત પર કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો