તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Attacks On BJP Workers In The Region, 9 Killed; Home Ministry Seeks Report, JP Nadda To Tour Bengal Tomorrow

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં રાજકીય હિંસા:પ્રદેશમાં ભાજપ કાર્યકર્તાઓ પર હુમલા, 9ના મોત; ગૃહમંત્રાલયે રિપોર્ટ માંગ્યો, જેપી નડ્ડા આવતીકાલે બંગાળનો પ્રવાસ કરશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
નોર્થ 24 પરગણા જિલ્લાના ભાટપાડામાં ભાજપની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી. તેનો આરોપ TMC કાર્યકર્તા પર છે - Divya Bhaskar
નોર્થ 24 પરગણા જિલ્લાના ભાટપાડામાં ભાજપની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી. તેનો આરોપ TMC કાર્યકર્તા પર છે

બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજકીય હિંસાની ઘટના સતત શરૂ થઈ ગઈ છે. પરિણામવાળા દિવસે કોલકાતામાં BJPના કાર્યાલયમાં આગ લગાડવામાં આવી હતી. સોમવારે પણ પાર્ટીના બે કાર્યકર્તાને માર મારી હત્યા કરી દેવામાં આવી છે. વિપક્ષી પાર્ટીના કાર્યકર્તાઓને નિશાન બનાવા અંગે ગૃહમંત્રાલયે બંગાળ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.

બીજી બાજુ ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું- ભાજપ કાર્યકર્તા પર આ હુમલા મમતા બેનર્જીની દેખરેખ હેઠળ થઈ રહ્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે બંગાળના પ્રવાસ પર જઈ રહ્યા છે.

ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે દાવો કર્યો છે કે ચૂંટણી બાદ શરૂ થયેલી હિંસામાં 24 કલાકમાં 9 લોકોના મારી નાંખવામાં આવ્યા છે. પ્રદેશમાં ડરનો માહોલ છે. સત્તાધારી પાર્ટી હાથ બંધ કરીને બેઠી છે. પોલીસ કોઈ મદદ કરી રહી નથી. અમે આ મુદ્દે રાજ્યપાલની મુલાકાત કરી છે. તેમણે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો ચે. જેમાં જીતના ઉત્સાહમાં કેટલાક લોકો એક ઘરમાં ઘુસીને તોડફોડ કરી રહ્યા છે.

ભાજપ ઓફિસ પર હુમલો
નોર્થ 24 પરગના જિલ્લાના ભાટપાડામાં ભાજપની ઓફિસ અને કેટલીક દુકાનો પર કેટલાક લોકોએ હુમલો કરી તોડફોડ કરી છે. આ દરમિયાન બોમ્બ પણ ફેકવામાં આવ્યા. એક વ્યક્તિએ જણાવ્યું કે TMCના ઉપદ્રવિઓએ મારી દુકાન લૂટી લીધી. અહીં ઓછામાં ઓછા 10 બોમ્બ ફેકવામાં આવ્યા છે.

કૂચબિહારના સિતલકુચીથી પણ હિંસા થયાના સમાચાર છે. નંદીગ્રામમાં ભાજપની ઓફિસમાં ભારે તોડફોડ કરવામાં આવી છે. હલ્દિયામાં રવિવારે સાંજે કેટલાક તોફાની તત્વોએ મીડિયા કર્મચારીઓ સાથે પણ મારઝૂડ કરી હતી.

રાજ્યપાલે પોલીસ અધિકારીઓ પાસે જવાબ માંગ્યો
રાજ્યમાં આગ, લૂટફાટ અને હિંસાની વધી રહેલી ઘટનાને ધ્યાનમાં રાખી રાજ્યપાલ જગદીપ ધનખડે પોલીસ વડા અને કોલકાતા પોલીસ કમિશ્નરને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વાતચીત કરવા બોલાવ્યા છે. તેમણે કહ્યું કે પરિણામ આવ્યા બાદ રાજ્યમાં થઈ રહેલી હત્યા ખતરનાક સ્થિતિના સંકેત છે. પોલીસ અધિકારીઓએ કાયદાની વ્યવસ્થા બહાલ કરવા માટે આવશ્યક પગલાં ભરવા કહેવામાં આવ્યુ છે.

રાજ્યપાલે કહ્યું કે આ દુખદ વાત છે કે ચૂંટણી બાદ રાજકીય હિંસામાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોગો ઈજાગ્રસ્ત થયા છે. આ રીતે રાજકીય હિંસા અને અરાજકતાને નજર અંદાજ કરી શકાય નહીં. તેમણે શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો