આસામના CMની સૂરક્ષામાં ચૂક|VIDEO:સીએમની સામે સ્ટેજ પર માઈક તોડવાનો પ્રયાસ,હુમલો કરનાર TRSનો કાર્યકર

22 દિવસ પહેલા

વાયરલ | આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા તેલંગાણાના પ્રવાસે છે. આ દરમિયાન તેમની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. અહીં હૈદરાબાદમાં એક રેલીમાં એક વ્યક્તિ અચાનક સ્ટેજ પર ચઢી ગયો અને સ્ટેજ પર લગાવેલ માઈક તોડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેણે આસામના સીએમ સાથે ઘર્ષણનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, આસપાસના લોકોએ તરત જ તેને સરમાથી દૂર લઈ જઈને સ્ટેજ પરથી નીચે ઉતાર્યો હતો. સીએમ સરમાની બેઠક દરમિયાન ટીઆરએસના કાર્યકરોએ હંગામો પણ કર્યો હતો. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્લેટફોર્મ પરની વ્યક્તિ TAS સાથે જોડાયેલી હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...