તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Attack On PM Modi As Soon As Meeting On Kashmir Begins, Says Removal Of Article 370 Brings Disgrace To Country

2024 માટે મમતાનો પહેલો મોટો સંકેત:કાશ્મીર મુદ્દે બેઠક શરૂ થતાં જ PM મોદી પર કર્યા પ્રહાર, કહ્યું- આર્ટિકલ 370 હટાવવાથી દેશ બદનામ થયો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ સ્ટેટ્સને ખતમ કરી દીધું
  • રાજ્યને બે કેન્દ્રશાસિત રાજ્યો- જમ્મુ કાશ્મીર અને લદાખમાં વહેંચી દીધા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને કાશ્મીરી નેતાઓ સાથે મીટિંગ કરી રહ્યાં છે. આ બેઠકમાં ગુપકાર એલાયન્સના નેતા પણ સામેલ થયા છે, જે કાશ્મીરમાં આર્ટિકલ 370 ફરી લાવવાની માગ કરી રહ્યાં છે.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જ્યારે આ બેઠક અંગે સવાલ કરવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાથી, કાશ્મીરીઓની આઝાદી છીનવી લેવાઈ છે. જે રીતે વેક્સિન માટે દેશની બદનામી થઈ, તેવી જ રીતે આર્ટિકલ 370 હટાવવાથી પણ દેશની બદનામી થઈ છે.

મમતાનો સવાલ- શું PMએ કાશ્મીરની જનતાને બેઠકમાં બોલાવી?
મમતાએ કહ્યું કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના લોકોને બોલાવીને કાશ્મીર પર મીટિંગ કરી રહ્યાં છે. રાજ્યનો દરજ્જો પરત લેવાની શું જરૂર હતી. લોકોને પહેલાં આઝાદી આપો. તમે આઝાદી છીનવી લીધી છે. આ નિર્ણય દેશને કોઈ જ કામ ન આવ્યો અને બે વર્ષ સુધી જમ્મુ કાશ્મીરમાં કોઈ ટૂરિસ્ટ પણ નથી જઈ શક્યા. દેશની ઘણી જ બદનામી થઈ છે.

જે અવાજ ઉઠાવે છે, ભાજપ તેને એન્ટી નેશનલ કહે છે
મમતાએ કહ્યું કે ભાજપ દરેકને એન્ટી નેશનલ કહે છે અને પોતાને જ નેશનલિસ્ટ ગણાવે છે. જે પણ અવાજ ઉઠાવવાનો પ્રયાસકરે છે, તેને એન્ટી નેશનલ અને ટેરરિસ્ટ જાહેર કરી દે છે. જે લોકો દેશના લોકોને એક વેક્સિન પણ નથી આપી શકતા, લાશ ગંગામાં વહાવી દેવામાં આવે છે, તેમનો રેકોર્ડ પણ ભૂંસી નાખે છે, તેઓ આટલી મોટી-મોટી વાતો કઈ રીતે કરી લે છે?

PMના નિવાસસ્થાને 14 પક્ષના નેતાઓની બેઠક
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યાને લગભગ 2 વર્ષ પછી વડાપ્રધાન મોદી ગુરૂવારે રાજ્યના 14 પક્ષોના નેતાઓ સાથે એક મીટિંગ કરી રહ્યાં છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી સહિત ગુપકાર એલાયન્સના મોટા નેતાઓ હાજર છે. તેમના સિવાય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદ પણ બેઠકમાં ઉપસ્થિત છે.

અન્ય સમાચારો પણ છે...