• Gujarati News
  • National
  • ATS Arrested 2 Terrorists From Lucknow, Seized Ammunition weapons From Three Houses; There Was A Conspiracy Of Explosions In Many Areas

UPમાં અલકાયદાના નવા મોડ્યુઅલનો ખુલાસો:પોલીસનો દાવો-લખનઉ સહિત 6 જિલ્લામાં આત્મઘાતી હુમલો કરવાનું ષડયંત્ર ઘડાયેલુ, પાકિસ્તાનથી હતો દોરી સંચાર

લખનઉ(ઉત્તરપ્રદેશ)4 મહિનો પહેલા
  • સ્થાનિક પોલીસ પણ સ્થળ પર હાજર છે
  • એક આતંકવાદીનું નામ શાહિદ ઉર્ફે ગુડ્ડુ કહેવામાં આવી રહ્યું છે

લખનઉનાં કાકોરી પોલીસ સ્ટેશન વિસ્તારના દુબગ્ગા વિસ્તારમાં UP ATS સાત કલાકથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. દરમિયાન ઉત્તર પ્રદેશના કાયદો અને વ્યવસ્થા બાબતના ADG પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે ATSએ અલકાયદા સાથે જોડાયેલા અન્સાર ગઝવાતુલ હિન્દ (AGH)ના 2 આતંકવાદી મિનહાઝ અહેમદ અને મસીરુદ્દીન ઉર્ફે મુશીરની ધરપકડ કરી છે. આ આતંકવાદીઓ 15 ઓગસ્ટની આસપાસ આત્મઘાતી હુમલો કરવાની યોજના ધરાવતા હતા.

લખનઉ સહિત UPના 6 જિલ્લા તેમના નિશાન પર હતા. ADG પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે ATSને માહિતી મળી હતી કે અલકાયદાએ ઉમર હલમંડીને ભારતમાં આતંકવાદ ફેલાવવા સૂચના આપી છે. હલમંડી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પરથી આતંકવાદી પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. તે ભારતમાં AQIS સંગઠનમાં સભ્યોની ભરતી કરવા અને તેમને રેડિક્લાઈઝ કરવાનું કામ કરતો હતો. હલમંડીએ લખનઉમાં અલકાયદાનું મોડ્યુલ પણ ઉભુ કર્યું હતું. તેના મારફતે દેશમાં આતંદવાદી ઘટનાને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી કરતા હતો.

આતંકવાદીઓ અહીં ATSને એક ગેરેજમાંથી અલકાયદાના આતંકીઓ છુપાયા હોવાના ઈનપુટ મળ્યા હતા. જે બાદ કાર્યવાહી કરવામાં આવતા બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ત્રણ ઘરની તપાસ ચાલી રહી છે. ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ જપ્ત કરાયા છે. ATS દ્વારા આજુબાજુના 500 મીટર વિસ્તારના ઘરોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો છે. સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે હાજર છે.

ATSના અધિકારીઓએ જણાવ્યા મુજબ ઓપરેશન ખતમ થયા બાદ કંઈ કહી શકાશે. બોમ્બ બનાવવાનો સામાન પણ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ આતંકી અનેક શહેરોમાં સીરિયલ બ્લાસ્ટ કરવાના પ્લાનમાં હતા. કેટલાંક મોટા નેતાઓ પણ તેમના નિશાને હતા. જો કે ATSએ હજુ સુધી કંઈ જણાવ્યું નથી. સાંજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘટનાનો ખુલાસો થઈ શકે છે.

પાંચ આતંકી ભાગી ગયા
પકડાયેલા બે આંતકીઓની સાથે અન્ય 5 સાથીઓ પણ હતા જેઓ ઓપરેશન પહેલાં જ ભાગી ગયા હોવાની માહિતી મળી રહી હતી. આ સાથે લખનઉ અને તેની નજીકના જિલ્લામાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. રાયબરેલી, સીતાપુર, બારાપંકી બોર્ડર પર ચેકિંગ વધારી દેવાયું છે. ATSની ટીમ આ ઓપેરશન માટે છેલ્લા 1 સપ્તાહથી કાર્યરત હતી.

આતંકીઓના ઘરમાંથી સૂટકેસ ભરીને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે
આતંકીઓના ઘરમાંથી સૂટકેસ ભરીને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે

કાશ્મીરના AQIS મોડ્યૂલ સાથે જાડાયેલા છે તાર
આ આતંકીઓની લીંક જમ્મુ કાશ્મીર બોર્ડર પર સક્રિય એક્યૂઆઈએસ મોડ્યૂલ સાથે જોડાયેલા છે. જમ્મુમાં થયેલા એક બ્લાસ્ટ દરમિયાન લખનઉમાં છુપાયેલા આતંકીઓ અંગે જાણકારી મળી હતી.સૂટકેસમાં બોમ્બ ભરવામાં આવી રહ્યાં છે. મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રીઓ મળી આવી છે. શાહિદના મકાનમાંથી 4 કાળી સૂટકેસમાં ગોળા બારૂદ ભરાયેલા છે.

2 પ્રેશર કૂકર પણ જપ્ત કરાયા
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સત્તારૂઢ પાર્ટીઓના નેતા આતંકીઓના નિશાને હતા, જે વાત પૂછપરછમાં સામે આવી છે. પકડાયેલા શાહિદના મકાનમાંથી 2 પ્રેશર કુકર બોમ્બ, ટાઈમ બોમ્બ બનાવવામાં ઉપયોગમાં થનારા 7 કિલો વિસ્ફોટક અને તેની સાથે જોડાયેલી પ્રોડ્ક્ટ પણ જપ્ત કરાઈ છે.

લખનઉના મંડિયાવમાંથી પણ એક સંદિગ્ધ વ્યક્તિની અટકાયત કરાઈ છે. આ સાથે જ મકાનમાંથી IED એક્સપ્લોઝિવ જપ્ત કરાયા છે. પ્રેશર કૂકરથી ટાઈમર ડિવાઈસની મદદથી વિસ્ફોટ કરવાનું ષડયંત્ર હતું.

આતંકીઓના ઘરોને કમાન્ડોએ ચારે બાજુથી ઘેરી લીધું છે
આતંકીઓના ઘરોને કમાન્ડોએ ચારે બાજુથી ઘેરી લીધું છે

પરિવાર લોકોની પણ થઇ રહી છે પૂછપરછ
એટીએસએ શાહિદ અને વસીમ નામના આતંકવાદીઓની ધરપકડ કરી છે. જ્યારે રિયાઝ અને સિરાજનાં ઘરોમાં શોધખોળ ચાલી રહી છે. દરેકની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. શાહિદનું ઘર કબજે કરાયું છે. કમાન્ડો ઘરની અંદર છે. શાહિદના પરિવારજનોની પૂછપરછ ચાલુ છે.

ATSની ટીમ ડોગ અને બોમ્બ સ્કવોડ સાથે આવી પહોંચી છે
ATSની ટીમ ડોગ અને બોમ્બ સ્કવોડ સાથે આવી પહોંચી છે

એક આતંકી ઉન્નાવનો રહેવાસી છે
પહેલા આતંકવાદીનું નામ શાહિદ ઉર્ફે ગુડ્ડુ કહેવામાં આવી રહ્યું છે, જે ઉન્નાવનો રહેવાસી છે. બીજો આતંકવાદી પણ તે જ મકાનમાં છુપાયેલો છે. બીજાનું નામ વસીમ હોવાનું જણાવાયું છે. બંને પ્રશિક્ષિત આતંકવાદી છે. ઘરમાં ઘણા બધા દારૂગોળા હોવાના પણ સમાચાર છે.

લખનઉનું આતંકવાદી કનેક્શન 2017માં પણ આંતકી ઠાર મરાયો હતો

  • માર્ચ 2017માં સુરક્ષા દળોએ લખનઉમાં છુપાયેલા આંતકી સૈફુલ્લાને મારી નાખવામાં આવ્યો હતો. જે ISISનાં ખુરાસાનનાં મોડ્યુલનો સભ્ય હતો. તે કાનપુરનો રહેવાસી હતો. ઘટના પછી કાનપુર અને ઉન્નાવમાં કેટલાય આંતકવાદીઓની ધરપકડ થઇ હતી.
  • સપ્ટેમ્બર 2018માં ચકેરીનાં જાજમઉ અહિરવા સ્થિત શિવનગર કોલોનીમાંથી પકડવામાં આવેલ હિજબુલ મુજાહિદિનનાં આતંકી કમરુજ્જમાં ઉર્ફે કમરુદ્દીન ઉર્ફે ડો. હુરૈરાની ધરપકડ કરી હતી.
  • NIA અને ATSની પૂછપરછમાં તેણે એક અન્ય આતંકી ઓસામા બિન જાવેદનુ નામ આપ્યુ હતુ, જે હિજબુલ મુજાહિદ્દીનનો કમાંડર હતો. સપ્ટેમ્બર 2019માં જેને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ મારી નાખ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...