• Gujarati News
  • National
  • At The RSS Meeting In Raipur, Dr. Manmohan Vaidya Said The Fathers And Grandfathers Of The Congress Hated The Sangh

'સ્કૂલ-કોલેજોમાં હિંદુત્વ ભણાવાય':રાયપુરમાં RSSની બેઠકમાં ડૉ. મનમોહન વૈદ્યે કહ્યું- કોંગ્રેસીઓના બાપ-દાદાઓએ સંઘનો તિરસ્કાર કર્યો હતો

રાયપુર16 દિવસ પહેલા

સોમવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડૉ.મનમોહન વૈદ્યે કોંગ્રેસની ભારત જોડો યાત્રા અને સોશિયલ મીડિયા પર સંઘ વિરુદ્ધ કરવામાં આવેલી પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. ડો. વૈદ્યએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે કોંગ્રેસીઓના બાપ-દાદાઓ તો હંમેશાં સંઘનો તિરસ્કાર કરતા હતા, પરંતુ સંઘ આગળ વધ્યો, સંઘ કેમ વધ્યો, કારણ કે તે રાષ્ટ્ર માટે સત્યના સિદ્ધાંત પર કામ કરતો રહ્યો છે.

ખરેખર સંઘ છેલ્લા ત્રણ દિવસથી રાયપુરમાં જે બેઠક યોજી રહ્યો હતો, આ વાતચીત એના વિશે હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. આ બેઠકમાં સંઘની વિચારધારા હેઠળ કામ કરતા દેશનાં 36 સંગઠનોના 250થી વધુ અગ્રણી લોકો હાજર રહ્યા હતા. સોમવારે બેઠક પૂરી થઈ હતી. એરપોર્ટ નજીક માનસ ભવનમાં યોજાયેલી બેઠક બાદ સંઘના સહ સરકાર્યવાહ ડો.મનમોહન વૈદ્યએ મહત્ત્વની માહિતી આપી હતી.

સંઘ-પ્રમુખ મોહન ભાગવતે દેશનાં તમામ સંગઠનો સાથે ચર્ચા કરી હતી. નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં દેશમાં કેટલાક સકારાત્મક ફેરફારો પર કામ કરવું આવશ્યક છે. એમાં દેશની શાળા-કોલેજોમાં પણ હિંદુત્વના અભ્યાસક્રમની વાત છે. સંઘના સહ સરકાર્યવાહ ડો.મનમોહન વૈદ્યે જણાવ્યું હતું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશની વિદ્યાપીઠોમાં હિંદુત્વનું શિક્ષણ આપવું જોઈએ. તેમણે કહ્યું હતું કે યુએસ અને યુકેમાં હિંદુત્વ પર અભ્યાસ થઈ રહ્યો છે તો તે અહીં પણ થવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે જીડીપીના બદલે ભારતીય માનક સૂચકાંકની તૈયારી પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.

ત્રણ દિવસ સુધી RSS પ્રમુખ મોહન ભાગવતે બેઠક કરી હતી.
ત્રણ દિવસ સુધી RSS પ્રમુખ મોહન ભાગવતે બેઠક કરી હતી.

સંઘ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ આ મુદ્દાઓ પર કામ કરશે

  • બ્રાન્ડેડ વસ્તુઓને સારી ગણવાની ફેશનને કારણે સ્થાનિક કામદારોના ઉત્પાદનને નુકસાન થયું છે, સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • જીડીપીને બદલે ભારતીય માનક સૂચકાંક તૈયાર કરવાનો વિચાર.
  • ઓર્ગેનિક ફાર્મિંગ, ખેડૂત મજૂર વેપારીઓને સાથે લઈને ચાલ્યા, કૃષિ સ્નાતકો ખેતી કરતા નથી, જેઓ ખેતી કરે છે તેઓ શિક્ષિત હોતા નથી. તેથી તેમના શિક્ષણ પર કામ કરો.
  • ભારતની અદાલતોમાં કામ ભારતીય ભાષાઓમાં થવું જોઈએ, ચુકાદો ભારતીય ભાષામાં હોવો જોઈએ, લોકોને ખબર નથી કે વકીલ ન્યાયાધીશો અંગ્રેજીમાં શું બોલતા હોય છે.
  • આદિવાસી લોકોનું સ્થળાંતર અટકાવવાનું કામ કરવામાં આવશે.
જેપી નડ્ડાએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.
જેપી નડ્ડાએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.

હિન્દુ રાષ્ટ્ર પર પણ બોલ્યા
શું ભારત હિન્દુ રાષ્ટ્ર જાહેર થશે. તેના જવાબમાં સંઘના સરકાર્યવાહક ડો. મનમોહન વૈદ્યે કહ્યું હતુ કે જો રાષ્ટ્રનો અર્થ સમાજ થાય છે તો અહીં સમાજ હિન્દુ જ છે, રવીન્દ્ર નાથ ટાગોરે એક વાત કહી હતી. તેમણે વિવિધતામાં એકતા જોઈ, આ ભારતના હૃદયમાં પડેલો ધર્મ છે.

બંધબારણે બેઠકનું રહસ્ય
ડો.મનમોહન વૈદ્યે કહ્યું હતું કે અહીં અમે ત્રણ દિવસ સુધી બંધબારણે બેઠક કરી રહ્યા હતા. લોકો વિચારતા હશે કે શું કરી કહ્યા હશે. તેમણે અનોખા અંદાજમાં કહ્યું - આવું કંઈ નથી થતું, આ કારણે રૂમ બંધ છે. સંધના સ્વયંસેવક રાષ્ટ્રીય વિચાર માટે અખિલ ભારતીય સ્તર પર કામ કરે છે. વિદ્યાર્થીઓ, મજૂર, વૈજ્ઞાનિક,કલાકાર, શિક્ષીત સમાજના લોકો નવા લોકોને મળતા હોય છે. પોતપોતાના અનુભવો શેર કરવા માટે બેઠક કરાય છે, આ નિર્ણય કરનારી બેઠક નથી.

બેઠકમાં સંઘના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
બેઠકમાં સંઘના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો જવાબ
તેમણે વધુમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા વિશે કહ્યું હતું કે ભારતને જોડવાનું કામ કોઈપણ લોકો કરે તો એ સારી વાત છે, પરંતુ ભારતીય આધ્યાત્મિકતાના આધારે ભારતની ઓળખ થાય છે, ભારતને હિન્દુત્વની ભાવના સાથે જોડવાનું કામ કરવું જોઈએ. તિરસ્કારના આધારે જોડશો તો કેવી રીતે ભારત જોડાશે. કોંગ્રેસના બાપ-દાદાએ સંઘનો તિરસ્કાર કોઈ કારણ વિના કર્યો હતો, પ્રતિબંધ લગાવ્યા હતા, પરંતુ સંઘ આગળ વધતો રહ્યો, કારણ કે સંઘ પાસે સાચા સિદ્ધાંતો છે. સમાજનો સહયોગ મળતો રહ્યો છે.

કોઈ આમંત્રણ મળ્યું નથી
બેઠક શરુ થતાં રહેલાં 10 સપ્ટેમ્બરે છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું હતું કે સંઘના લોકો અહીં બેઠક કરી રહ્યા છે. તેઓ ગૌસેવાની વાત કરે છે, પણ મોહન ભાગવત અને તેમના સાથીઓએ તેને જોવા જવું જોઈએ, બઘેલે વધુમાં કહ્યું હતું કે તેઓ રામની વાત કરે છે, અહીં કૌશલ્યા માતાનું મંદિર અમે બનાવ્યું છે એ જાણવું જોઈએ. હું તેમને આમંત્રણ આપું છું. જ્યારે આ આમંત્રણ બાબતે મીડિયાએ સવાલ કર્યા તો તેના જવાબમાં ડો.મનમોહન વૈદ્યે જણાવ્યું હતું કે કોને મોકલ્યું આમંત્રણ, કેવી રીતે મોકલ્યું છે આમંત્રણ, અમને તો મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...