તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • At The Congress Leader's Wedding, The Bride Drove A 'Thar' Car To Her Father in law, The Video Went Viral; People Said Customs Are Changing

અનોખી વિદાય:કોંગ્રેસનેતાના લગ્નમાં દુલ્હન 'થાર' કાર ચલાવી સાસરે પહોંચી, વીડિયો વાઇરલ; લોકોએ કહ્યું, રિવાજ બદલાઈ રહ્યા છે

23 દિવસ પહેલા
વાઈરલ થયેલા વીડિયોમાંથી લીધેલો ફાઈલ ફોટો.

લગ્નની ચોરીમાં તમે દુલ્હનની ગ્રાન્ડ એન્ટ્રી તો જોઈ જ હશે, પરંતુ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક દુલ્હન વિદાય વખતે હસતાં-હસતાં પોતાના પતિની મહિન્દ્રા થાર ગાડીમાં બેસીને સાસરે પહોંચે છે. આ વિદાયમાં દુલ્હનથી માંડીને દુલ્હનના મા-બાપની આંખમાં પણ આંસુ નહોતાં, ઉપરથી તેમણે હસતાં-હસતાં પોતાની દીકરીને વિદાય આપી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

આ લગ્ન બે દિવસ પહેલાં નોર્થ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં થયા હતા. કપલ કાશ્મીરનું રહેવાસી છે. દુલ્હનનો ભાઈ જમ્મુ-કાશ્મીરમાં પોલીસ તરીકે કાર્યરત છે અને વર પોતે કોંગ્રેસનો નેતા છે. વિદાય વખતે દુલ્હને અલગ રસ્તો અપનાવ્યો.

લહેંગો પહેરી દુલ્હન મહિન્દ્રા થારની ડ્રાઈવિંગ સીટ પર બેસી અને તેની પાસે વર બેઠો. દુલ્હને પોતે ગાડીને ડ્રાઈવ કરીને મંડપથી વિદાય લીધી. તે ગાડી ચલાવીને પોતાના સાસરે પહોંચી. સાસરે ઊભેલા લોકોએ દુલ્હનનું જોરદાર સ્વાગત કર્યું.

દુલ્હનનું નામ સના વાની અને વરનું નામ શેખ અમીર છે. વીડિયો વાઈરલ થયા પછી શેખ અમીરે કહ્યું કે સનાએ મારી પાસે ગાડી ચલાવવાની પરવાનગી માગી અને મેં તરત તેને આપી, આ બધું અચાનક બન્યું. અમને ખબર નહોતી કે અમારો આ વીડિયો આટલો બધો વાઈરલ થશે.

સનાએ કહ્યું હતું કે હું ઘણા સમયથી ગાડી ચલાવી રહી છું, મારા પિતાએ મને ગાડી ચલાવતા શીખવાડી હતી. આજના યુગમાં મહિલાઓ ગાડી ચલાવી શકે છે, તેથી જ મેં લગ્નના દિવસે આ પ્રમાણેનો નિર્ણય લીધો. ઘણા લોકોએ આની આલોચના પણ કરી, પણ મને એનાથી કંઈજ ફરક પડતો નથી.

અન્ય સમાચારો પણ છે...