ડાન્સ કરતાં કરતાં મોત આવ્યું, VIDEO:ચાલુ પાર્ટીમાં યુવક ઢળી પડ્યો, ઉત્તર પ્રદેશનાં બરેલીમાં શૉકિંગ ઘટના બની

એક મહિનો પહેલા

જીવનમાં ક્યારે શું થશે તે કહી શકાતું નથી, આ વાતને સાર્થક કરતો એક સનસનાટીભર્યો કિસ્સો ઉત્તર પ્રદેશના બરેલીમાંથી બન્યો છે. અહીં એક બર્થડે પાર્ટી દરમિયાન એક વ્યક્તિ મસ્તીમાં ડાન્સ કરતા કરતા અચાનક પડી ગયો અને પછી કયારેય ઉભો જ ન થયો તેને કાયમ માટે જીંદગીને અલવિદા કહી દીધુ. ત્યાં હાજર લોકો સમજી ન શક્યા કે અચાનક શું થયું. હવે વ્યક્તિનો છેલ્લો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ પછી તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો પરંતુ તેનું મોત થઈ ચુક્યુ હતું. જો કે હાર્ટ અટેકના કારણે પ્રભાત ડાન્સ કરતી વખતે અચાનક ઢળી પડ્યો હતો. આ ઘટના બાદ પાર્ટીમાં હાજર દરેક લોકો ચોંકી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...