તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Prahlad, Who Went Missing At The Age Of 33, Was Released From A Pakistani Prison At The Age Of 56 And Returned. The Brothers Cried When They Saw Each Other.

23 વર્ષ બાદ સ્વદેશ પરત ફર્યો:33 વર્ષની ઉંમરે ગુમ થયેલો પ્રહલાદ 56 વર્ષે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈ પરત ફર્યો, એકબીજાને જોઈ ભાઈઓ રડી પડ્યા

સાગર25 દિવસ પહેલા
પાકિસ્તાનથી પરત ફરેલા મોટા ભાઈ પ્રહલાદનો હાથ પકડી લઈ જતો નાનો ભાઈ વીર સિંહ રાજપૂત.
  • વર્ષ 1998માં મોટો ભાઈ પ્રહલાદ સિંહ માનસિક રીતે નબળો હતો, તેની સારવાર ચાલી રહી હતી. તે ઓચિંતા જ ગુમ થઈ ગયેલો

મધ્યપ્રદેશના સાગરથી આશરે 23 વર્ષ અગાઉ ગુમ થયેલા પ્રહલાદ સિંહ રાજપૂત સોમવારે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈ સ્વદેશ પરત ફર્યો છે. સોમવારે સાંજે અમૃતસરની અટારી બોર્ડર પર પાકિસ્તાનની સેનાએ પ્રહલાદની ભારતીય સેનાને સોંપણી કરી હતી. ત્યાર બાદ પ્રહલાદે સાગર પોલીસ અને તેના નાના ભાઈ વીર સિંહે રિસીવ કર્યો હતો. સરહદના કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને સાગર જિલ્લામાં લાવવામાં આવ્યો હતો.

કુરતો પહેરીને પ્રહલાદ તેના બન્ને હાથમાં થેલા લઈ પરત ફર્યો હતો. સરહદ પર જ્યારે બન્ને ભાઈઓએ એકબીજાને જોયા ત્યારે તેઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. બન્ને ભાઈ 23 વર્ષના લાંબા સમયગાળા બાદ ફરી મળ્યા હતા. જ્યારે પ્રહલાદ ગુમ થયો ત્યારે તેની ઉંમર 33 વર્ષની હતી, હવે તેની ઉંમર 56 વર્ષ છે.

33 વર્ષ જૂની પ્રહલાદ સિંહ રાજપૂતની ફાઈલ તસવીર.
33 વર્ષ જૂની પ્રહલાદ સિંહ રાજપૂતની ફાઈલ તસવીર.

33 વર્ષની ઉંમરે ગુમ થયેલો, 56 વર્ષની ઉંમરે પરત ફર્યાં
સાગર જિલ્લાના ઘોશીપટ્ટીના રહેવાસી વીર સિંહ રાજપૂત કહે છે, વર્ષ 1998માં મોટા ભાઈ પ્રહલાદ સિંહ માનસિક રીતે નબળા હતા. તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ ઓચિંતા જ ગુમ થઈ ગયા. ખૂબ જ તપાસ કરી, પણ ક્યાંય તેમની ભાળ મળી નહીં. એ સમયે તેમની ઉંમર 33 વર્ષ હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. દરમિયાન વર્ષ 2014માં પોલીસ તેમના ઘરે આવી હતી. તેમણે પ્રહલાદને લગતી માહિતી માગી હતી, ત્યારે જાણ થઈ હતી કે તે પાકિસ્તાનની જેલમાં બંધ છે.

તે પાકિસ્તાન કેવી રીતે પહોંચી ગયો એ અંગે કોઈને જાણ નથી. ત્યાંની સેનાએ તેને જેલમાં બંધ કરી દીધો હતો. તેની ભાળ મળ્યા બાદ પાકિસ્તાનથી ઘરે લાવવા માટે પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા. અધિકારીઓ સાથે મુલાકાત કરેલી અને પત્ર લખી પ્રહલાદની મુક્તિ માટે વિનંતી કરવામાં આવી હતી. પ્રહલાદની પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ થવા બદલ નાના ભાઈ વીર સિંહ સાગર પોલીસ સાથે રવિવારે રાત્રે અમૃતસર પહોંચ્યા હતા. રાત્રિ રોકાણ બાદ સોમવારે સવારે પોલીસ સાથે વીર સિંહ અમૃતસરમાં સરહદથી આશરે 10 કિમી દૂર રોકાયો હતો.

પોતાના વતન પરત ફરેલા પ્રહલાદને સાગર પોલીસે રિસીવ કર્યો.
પોતાના વતન પરત ફરેલા પ્રહલાદને સાગર પોલીસે રિસીવ કર્યો.
પ્રહલાદને લેવા માટે અમૃતસર પહોંચેલા નાના ભાઈ વીર સિંહ.
પ્રહલાદને લેવા માટે અમૃતસર પહોંચેલા નાના ભાઈ વીર સિંહ.