• Gujarati News
  • National
  • At Present, The Government Is Relying On Relief. If The Rebels Are Proved Unfit, The Power Could Be In Crisis.

મહારાષ્ટ્રમાં ડાન્સ ઓફ ડેમોક્રેસી અને શિંદેની એડહોક સરકાર:હાલ તો રાહત પર ટકેલી છે સરકાર, બળવાખોર અયોગ્ય સાબિત થયા તો સત્તા સંકટમાં આવી શકે છે

એક મહિનો પહેલા

મહારાષ્ટ્રમાં ભાજપના સમર્થનથી એકનાથ શિંદે મુખ્યમંત્રી તો બની ગયા છે, પરંતુ સરકાર બચાવવી શિંદે માટે પણ એટલું સહેલું નહીં હોય. કાયદાકીય રીતે જોવામાં આવે તો મહારાષ્ટ્રની સરકાર એડહોક પર છે, જે બળવાખોર ધારાસભ્યને સુપ્રીમ કોર્ટમાંથી મળેલી વચગાળાની રાહત પર ટકેલી છે.

આ વચ્ચે શિવસેનાના ચીફ વ્હિપે નવી અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટમાં માગ કરી છે કે 16 બળવાખોર ધારાસભ્યોને વોટ આપવાથી રોકવામાં આવે. જોકે આ મુદ્દે 11 જુલાઈએ સુનાવણી થવાની છે. વિસ્તારથી જાણીએ કે કઈ રીતે આવનારા સમયમાં શિંદેની એડહોક સત્તાનું કન્ફર્મેશન સુપ્રીમ કોર્ટના ફાઈનલ ચુકાદા પર ટકેલી છે....

શિવસેનાના ધારાસભ્ય દળના નેતા તરીકે શિંદેનો રાજ્યપાલની સામે દાવો
એકનાથ શિંદે સહિત શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યના સભ્યપદનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. કોર્ટ બળવાખોર ધારાસભ્યોને 12 જુલાઈ સુધી જવાબ આપવા માટે વચગાળાની રાહત આપી હતી. મામલાની વધુ સુનાવણી 11 જુલાઈના રોજ થવાની છે, જેમાં મહારાષ્ટ્ર પોલીસ, ડેપ્યુટી સ્પીકર અને કેન્દ્ર સરકાર તેમજ શિવસેના પાસે જવાબ માગ્યો છે.

ગુરુવારે એકનાથ શિંદેના સમર્થક ધારાસભ્યોની યોદી રાજ્યપાલને સોંપવામાં આવી હતી, જે બાદ રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું.
ગુરુવારે એકનાથ શિંદેના સમર્થક ધારાસભ્યોની યોદી રાજ્યપાલને સોંપવામાં આવી હતી, જે બાદ રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું.

રસપ્રદ વાત એ છે કે પહેલી સુનાવણીમાં રાજ્યપાલ પાર્ટીમાં ન હતા, પરંતુ બુધવારે મોડી રાત્રે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના મુખ્ય સચિવને પણ નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. એ બાદ ગુરુવારે રાજ્યપાલે શિંદેને સરકાર બનાવવાનું આમંત્રણ આપીને શિવસેનામાં તેમના દાવાને મજબૂત કરી દીધો. એવામાં કોર્ટમાં વિચારધીન કેસમાં રાજ્યપાલ દ્વારા શિંદેને CM તરીકે આમંત્રણથી સરકાર પર સંકટ વધી ગયું છે.

ડાન્સ ઓફ ડેમોક્રેસીના જવાબમાં કોર્ટે કહ્યું કે આંખ ખુલ્લી જ છે
ઉદ્ધવ જૂથના ચીફ વ્હિપ મુજબ જે ધારાસભ્યો વિરુદ્ધ અયોગ્યતાના મામલાની સુનાવણી ચાલી રહી છે, તેમના વિરુદ્ધ વિધાનસભામાં થનારી કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવે. તેમનો એવો પણ તર્ક છે કે ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના સંગઠનાત્મક ચૂંટણી અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા, તેથી તેઓ જ અસલી શિવસેના છે.

તેમના વકીલના જણાવ્યા મુજબ, શિંદે જૂથે કોઈ વિલીનીકરણ નથી કર્યું, તેથી તેમની કાયદેસરતા અંગે ચૂંટણીપંચ જ નિર્ણય કરી શકે છે. કોર્ટે નવી અરજી પર 11 જુલાઈએ જ સુનાવણી માટે કહ્યું છે, જેનાથી તેમના વકીલ ભડકીને બોલ્યા- ડેમોક્રેસીનો ડાન્સ નથી ચાલી રહ્યો, જેના પર કોર્ટે કે તેઓ આંખ ખોલીને બેઠા છે અને સ્થિતિ પર તેમની નજર છે.

નવા સ્પીકરની ચૂંટણી અને બહુમતી પરીક્ષણ બંને પર શંકા
16 બળવાખોર ધારાસભ્યના સભ્યપદ રદ કરવા અને ડેપ્યુટી સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. એક અન્ય કેસમાં મહારાષ્ટ્રમાં સ્પીકર પદ પર વિવાદ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. એવામાં નવા સ્પીકરની ચૂંટણી અને ગૃહમાં બહુમતી પરીક્ષણમાં બળવાખોર ધારાસભ્યોને વોટ આપવા પર ન્યાયિક વિવાદની સ્થિતિ બનેલી છે. જો કોર્ટનો ફાઈનલ ચુકાદો બળવાખોર ધારાસભ્યના પક્ષમાં નહીં આવે તો સરકારનું પાસું પલટી શકે છે.

10 દિવસના રાજકીય ડ્રામા પછી એકનાથ શિંદેએ ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
10 દિવસના રાજકીય ડ્રામા પછી એકનાથ શિંદેએ ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

લીગલ અને ફેક્ચ્યુઅલ આધારે થઈ શકે છે કોર્ટનો નિર્ણય
સ્પીકર અને ચૂંટણીપંચે શિવસેના પર શિંદે અને ઉદ્ધવ જૂથના દાવા પર પોતાનો નિર્ણય ઝડપથી લેવો પડશે. તમામ પક્ષ પોતાનો જવાબ અને કાઉન્ટર જવાબ ફાઈલ કરશે, જે બાદ જ સુપ્રીમ કોર્ટમાં ફાઈનલ નિર્ણય થઈ શકે છે. આ મામલે બે મોટા બંધારણીય પોઈન્ટ પર સુપ્રીમ કોર્ટનો ફાઈનલ નિર્ણય આવશે.

પહેલું, શું બે તૃતીયાંશ બળવાખોર ધારાસભ્યોને પક્ષપલટાના કાયદામાંથી બચવા માટે શું અન્ય પક્ષ સાથે વિલય કરવું જરૂરી છે? બીજું, સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થવા પર બળવાખોર ધારાસભ્યની અયોગ્યતાનો નિર્ણય ક્યારે અને કઈ રીતે થશે?

રસપ્રદ વાત એ છે કે બળવાખોર ધારાસભ્યની સંખ્યાના જોરે શિંદે CM બન્યા છે અને નવા સ્પીકરની ચૂંટણીમાં પણ તેમના વોટ કાઉન્ટ થશે, પરંતુ આગળ ચાલીને સુપ્રીમ કોર્ટના ફાઈનલ નિર્ણય પછી ધારાસભ્યોની સભ્યતામાં આંચ આવી તો પછી સ્પીકર અને મુખ્યમંત્રી બંનેની ખુરસી ખતરામાં પડી શકે છે.

ભાજપે આ કારણે જ તો શિંદેને મુખ્યમંત્રી નથી બનાવ્યાને?
2019માં ઉતાવળને કારણે જ 82 કલાકની અંદર દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું આપવું પડ્યું હતું. તેથી આ વખતે ભાજપ કોઈ રિસ્ક નથી લેવા માગતું. ભાજપ હાઈકમાન્ડે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવીને તમામને ચોંકાવી દીધા છે.

છેલ્લી ઘડીએ ભાજપ દ્વારા જાહેરાત કરાઈ કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે. ભાજપ તેમને સમર્થન આપશે.
છેલ્લી ઘડીએ ભાજપ દ્વારા જાહેરાત કરાઈ કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે. ભાજપ તેમને સમર્થન આપશે.

આ ચોંકાવનારા નિર્ણયની પાછળ રાજકીયની સાથે સાથે કાયદાકીય કારણ પણ છે. હકીકતમાં નવી સરકારનો બધો જ આધાર સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણય પર ટકેલો છે. શિંદેને શિવસેનાના ધારાસભ્યોએ સર્વસંમતિથી નેતા તરીકે ચૂંટ્યા હતા. સરકાર બનાવ્યા પછી તેમની પાસે વધુ કેટલાક ધારાસભ્યો આવી શકે છે.

શિવસેનાના ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રીના બહુમતી પરીક્ષણમાં શિંદે પોતાના ચીફ વ્હિપને માન્યતા અપાવશે. વ્હિપના ઉલ્લંઘન પર ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના ધારાસભ્યોની ઉપર પક્ષપલટાના કાયદાની તલવાર લટકી શકે છે. ઉદ્ધવે MLC પદ પરથી રાજીનામું આપ્યા બાદ ગૃહમાં શિંદેનો માર્ગ સરળ બની ગયો છે, પરંતુ સુપ્રીમ કોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી શિંદે સરકાર ઉપર ખતરાની તલવાર લટકતી રહેશે

(લેખક સુપ્રીમ કોર્ટમાં વકીલ છે)

અન્ય સમાચારો પણ છે...