• Gujarati News
  • National
  • At Ganeshotsav, A Young Man Fell Down While Dancing On Ram Bhajan, Then Did Not Sit Down.

હનુમાનજી બનેલા યુવકનું સ્ટેજ પર મોત, VIDEO:ગણેશોત્સવમાં યુવક રામ ભજન પર ડાન્સ કરતા-કરતા ઢળી પડ્યો, પછી બેઠો જ ન થયો

મૈનપુરીએક મહિનો પહેલા
  • યુવક છેલ્લા 15 વર્ષથી હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યો હતો.

ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં ગણેશોત્સવમાં હનુમાનની ભૂમિકા ભજવી રહેલા યુવકનું સ્ટેજ પર જ મોત થયું હતું. તે રામ ભજન પર ડાન્સ કરી રહ્યો હતો. ડાન્સ કરતા-કરતા યુવક અચાનક ઢળી પડ્યો હતો. બાદમાં યુવક બેઠો જ થયો નહીં.

શરૂઆતમાં લોકોને લાગ્યું કે યુવક એક્ટિંગ કરી રહ્યો છે. ઘણી મિનિટો પછી પણ યુવક ઉભો થયો નહીં, ત્યારે લોકો સ્ટેજ પર પહોંચ્યા. તે બેભાન હાલતમાં હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હોવાનું ડોક્ટરોનું માનવું છે. 35 વર્ષીય યુવકનું નામ રવિ શર્મા હતું.

આ ફોટો રવિ શર્માનો છે. રવિ 15 વર્ષથી રામલીલામાં હનુમાનજીની ભૂમિકા ભજવી રહ્યો હતો. તેને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી.
આ ફોટો રવિ શર્માનો છે. રવિ 15 વર્ષથી રામલીલામાં હનુમાનજીની ભૂમિકા ભજવી રહ્યો હતો. તેને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી.

ડાન્સ દરમિયાન રવિ નર્વસ થઈ ગયો હતો
ડાન્સ કરતી વખતે યુવકના મોતના બે વીડિયો સામે આવ્યા છે. પહેલો વીડિયો 45 સેકન્ડનો છે. જેમાં હનુમાનના વેશમાં યુવક સ્ટેજ પર ધીમે ધીમે ડાન્સ કરતો જોવા મળે છે. થોડીવાર ડાન્સ કર્યા પછી, તેને અચાનક ગભરામણ થવા લાગે છે. તે સ્ટેજ પરથી જવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તે બેભાન થઈને નીચે ઢળી પડે છે. જ્યારે, બીજા વીડિયોમાં, યુવકને ઉઠાવીને હોસ્પિટલ લઈ જવા સંબંધિત દ્રશ્યો છે.

વીડિયોમાં લાગે છે કે તે મૂંઝવણમાં છે. તે સ્ટેજ પરથી ઉતરવા લાગ્યો હતો. પછી તે બેભાન થઈને ઢળી પડ્યો હતો.
વીડિયોમાં લાગે છે કે તે મૂંઝવણમાં છે. તે સ્ટેજ પરથી ઉતરવા લાગ્યો હતો. પછી તે બેભાન થઈને ઢળી પડ્યો હતો.

15 વર્ષથી રામલીલામાં હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યો હતો
આ ઘટના શનિવારે રાત્રે બંશી ગોહરા વિસ્તારમાં બની હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રવિ શર્મા રામલીલા અને અન્ય તહેવારોમાં છેલ્લા 15 વર્ષથી હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યો હતો. આજુબાજુના વિસ્તારમાં જ્યારે પણ રામલીલા થતી ત્યારે તેને ચોક્કસ બોલાવવામાં આવતો હતો. યુવકને કોઈ પ્રકારની બીમારી નહોતી.

ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેતો હતો
રવિ શર્મા પરિવાર સાથે મૈનપુરીના રાજાના બાગમાં રહેતો હતો. રવિએ મૈનપુરીમાં ઝાંખી શરૂ કરી હતી. એટલા માટે લોકો તેને ઝાંખી ગુરુ પણ કહેતા હતા. રવિને ત્રણ ભાઈઓ છે. છેલ્લા 15-20 વર્ષથી તે ભજન સંધ્યા, કીર્તન, દેવી જાગરણ જેવા કાર્યક્રમોમાં ભાગ લેતો હતો.

કાર્યક્રમ દરમિયાન ડાન્સ કરતી વખતે તે અચાનક પડી ગયો હતો. લોકોને લાગ્યું કે તે એક્ટીંગ કરી રહ્યો છે.
કાર્યક્રમ દરમિયાન ડાન્સ કરતી વખતે તે અચાનક પડી ગયો હતો. લોકોને લાગ્યું કે તે એક્ટીંગ કરી રહ્યો છે.

યુપીમાં ત્રણ દિવસમાં ડાન્સ કરતી વખતે હાર્ટ એટેકથી મોતનો આ બીજો કિસ્સો છે. આ પહેલા ગુરુવારે રાત્રે બરેલીમાં મિત્રના જન્મદિવસ પર. 45 વર્ષીય પ્રભાત કુમારનું ડાન્સ કરતા-કરતા મોત થયું હતું. મહત્વની વાત એ છે કે પ્રભાતને પણ હૃદય સંબંધિત કોઈ બીમારી નહોતી.

જન્મદિવસ પર ડાન્સ કરતી વખતે એક યુવકને આવ્યો હાર્ટએટેક, મૃત્યુ થયું

બરેલીમાં બર્થડે પાર્ટીમાં ડાન્સ કરતી વખતે યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બરેલીમાં બર્થડે પાર્ટીમાં ડાન્સ કરતી વખતે યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

બરેલીમાં જન્મદિવસની પાર્ટીમાં ડાન્સ કરતા યુવકનું મોત થયું હતું. સ્થળ પર હાજર લોકોને થોડીવાર માટે એવું લાગ્યું કે યુવક એક્ટિંગ કરી રહ્યો છે. પરંતુ થોડીવાર સુધી તે ઊભો ન થતાં લોકો નજીક આવ્યા. તેને બેભાન જોઈને લોકો તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારની જૈસ ગ્રાન્ડ હોટલની હતી.

અન્ય સમાચારો પણ છે...