• Gujarati News
  • National
  • At Delhi Airport, The Driver Stopped Under The Wheel, The Patna bound Plane Was Not Damaged

ઈન્ડિગોની ફ્લાઈટની નીચે આવી કાર, VIDEO:દિલ્હી એરપોર્ટ પર ડ્રાઈવરે પૈડાની નીચે રોકી, પટના જઈ રહેલા વિમાનને નુકસાન નહીં

નવી દિલ્હી13 દિવસ પહેલા

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે એક દુર્ઘટના ટળી ગઈ હતી. અહીં ઈન્ડિગોની ફ્લાઈટની સામે કાર આવી ગઈ હતી. ફ્લાઈટના પૈડાની નીચે આવીને રોકાયેલી કાર ગો ફર્સ્ટ કંપનીની હતી. કંપનીના સૂત્રોએ જણાવ્યું કે પ્લેનને કોઈ નુકસાન પહોંચ્યું નથી.

ઈન્ડિગોનું પ્લેન 6E2002 દિલ્હીથી પટના જવા માટે તૈયાર હતું. ઘણા પેસેન્જર પ્લેનમાં સવાર હતા અને કેટલાક તેમાં ચઢી રહ્યાં હતા. આ દરમિયાન એક કાર ખૂબ જ ઝડપથી આવી અને પ્લેનના પૈડાની નીચે ઉભી રહી ગઈ. તેને જોતા અફરાતફરી સર્જાઈ હતી. સુરક્ષા કર્મચારી ત્યાં પહોંચ્યા અને ડ્રાઈવરને પકડી લીધો હતો. તાત્કાલિક કારને પ્લેનની નીચેથી હટાવવામાં આવી અને રાઈટ ટાઈમ પર ફ્લાઈટને રવાના કરવામાં આવી.

ડ્રાઈવરનો આલ્કોહોલ ટેસ્ટ કરાવવામાં આવ્યો
સુરક્ષા કર્મચારીઓએ કાર ડ્રાઈવરની ધરપકડ કરી તેનો આલ્કોહોલ ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એરપોર્ટ અને સુરક્ષા અધિકારી કાર ડ્રાઈવરની પૂછપરછ કરી રહ્યાં છે. એરપોર્ટ પર જ્યાં વિમાન ઉભું હતું, ત્યાં સુધી કોઈને પણ કારને લઈ જવાની પરવાનગી નહોતી. આ ડ્રાઈવર કારને પ્લેનની નજીક શાં માટે લઈ ગયો, તેની તપાસ કરવામાં આવી રહી છે.

સ્પાઈસજેટની 50 ટકા ઉડાન રોકાઈ

DGCAએ વિમાનમાં ખરાબીના કારણે સ્પાઈસજેટ પર કડક કાર્યવાહી કરી હતી. આગામી આઠ સપ્તાહ સુધી 50 ટકા ઉડાનો પર રોક લગાવવામાં આવી છે. સ્પાઈસજેટના વિમાનમાં 19 જૂનથી 18 દિવસના ગાળામાં ટેક્નિકલ ખરાબીના ઓછામાં ઓછામાં ઓછા આઠ કેસ પ્રકાશમાં આવ્યા છે. જે પછી DGCAએ 6 જુલાઈએ એરલાઈનને એક કારણદર્શક નોટિસ ઈસ્યુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...