તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાનમાં ઈતિહાસનું પ્રથમ લોકડાઉનઃ ભીલવાડામાં કોરોના ત્રીજા સ્ટેજમાં, બીકના માર્યા 300 લોકો હોસ્પિટલ પહોંચ્યા

જયપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દુનિયામાં પહેલી વખત છે, જ્યારે કોઈ મહામારીના કારણે લોકડાઉન થઈ રહ્યું છે
  • દુનિયામાં પહેલું લોકડાઉન અમેરિકામાં 9/11 હુમલા બાદ કરવામાં આવ્યું હતું

જયપુર/ ભીલવાડાઃ કોરોના વાઈરસના કારણે રાજસ્થાન ઈતિહાસમાં પહેલી વખત લોકડાઉન કરવામાં આવ્યું છે. દવા , કરિયાણું, મીડિયા અને ચિકિત્સા જેવી જરૂરી સેવાઓ છોડીને બધું બંધ રહેશે. આવું પહેલી વખત બની રહ્યું છે, જ્યારે કોઈ મહામારીના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. આ જ કારણે ભીલવાડાથી કોરોના ચેઈન બનાવાઈ છે. અહીંયા એક સંક્રમિત ડોક્ટર દ્વારા 13 લોકોમાં સંક્રમણ ફેલાયું છે. પછી 6 હજાર લોકોનું સ્ક્રીનિંગ કરવું પડ્યું હતું. શનિવારે બાંગડ હોસ્પિટલના વધું પાંચ નર્સિંગકર્મી પોઝિટિવ મળી આવ્યા હતા. શુક્રવારે પણ આ હોસ્પિટલના 3 ડોક્ટર સહિત 6 લોકો પીડિત હતા. આમાથી એક એક ડોક્ટરની પત્ની અને ડોક્ટરના ભાઈને પણ કોરોના પોઝિટિવ મળ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ અહીંયા પહોંચી ગઈ છે. આગામી 72 કલાક ક્રિટિકલ માનવામાં આવી રહ્યા છે. 

સોડિયમ હાઈપોક્લોરાઈટ ઘોલના છંટકાવની જરૂર 
ભીલવાડામાં કોરોનાની ભયાનક સ્થિતિ એટલે કે સ્ટેજ-3ને ધ્યાનમાં રાખતા WHO અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અંતર્ગત કામ કરનારા નેશનલ સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલની ટીમ શનિવારે સવારે ભીલવાડા આવી હતી. WHOની ટીમ આકલન કરવામાં લાગી ગઈ છે કે બિમારી કેટલી ફેલાઈ શકે છે અને કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે? ડિસીઝ કંટ્રોલ ટીમે એમજી હોસ્પિટલમાં ભરતી પોઝિટિવ, શંકાસ્પદ દર્દી સહિત આઉટડોરમાં આવનારા દર્દીઓની બિમારી, સારવાર, વર્કિંગનું બપોર સુધી એનાલિસિસ કર્યું અને દિલ્હી માટે રવાના થઈ ગઈ હતી. આ તમામના આધારે ટીમ એક રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલશે.નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સોડિયમ હાઈપોક્લોરાઈટ ઘોલના 1% છંટકાવની જરૂર છે. પરંતુ અત્યાર સુધી અધિકારીઓનું ધ્યાન આ તરફ નથી ગયું. દિલ્હી સહિત દેશના ઘણા હિસ્સામાં લાગેલી ટીમોના નિષ્ણાતો સાથે વાતચીત કરી તો ખબર પડી કે ચીનના ઘણા શહેરોમાં આવી સ્થિતિ બનવા પર છંટકાવ કરવાથી થોડી રાહત મળી હતી. 

300 લોકો હોસ્પટિલ પહોંચ્યા, અધિકારીઓએ હાથ પર સીલ લગાવ્યા 
 બાંગડ હોસ્પિટલામાં દાખલ દર્દી અને ત્યાં કામ કરનારા લગભગ 300 પુરુષ તથા મહિલાઓ અલગ અલગ સમયે એમજી હોસ્પિટલમાં પહોંચ્યા અને પોતાને દાખલ કરવાની વાત કહી. એમજી હોસ્પિટલ પહેલા તેમને CMHO ઓફિસ જવા માટે કહ્યું. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો તેમનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લઈને હાથ પર સીલ લગાવીને ઘરે જવા માટે કહ્યું. 

લોકડાઉન શું છે?
દુનિયામાં સૌથી પહેલું લોકડાઉન અમેરિકાએ 9/11 આતંકી હુમલા બાદ ત્રણ દિવસ માટે કર્યું હતું. ત્યારબાદ 2013ના બોસ્ટનને આતંકીઓની તપાસ કરવા માટે લોકડાઉન કરવામાં આવ્યું હતું. નવેમ્બર 2015માં પેરિસ હુમલામાં બાદ શંકાસ્પને પકડવા માટે બ્રુસેલ્સ લોકડાઉન કરવામાં આવ્યું હતું.
લોકડાઉન એ વ્યવસ્થા છે, જે મહામારી અથવા કોઈ આપત્તિ વખતે શહેરમાં સરકાર લાગુ કરે છે. 
લોકડાઉનમાં લોકોને ઘરોમાંથી નીકળવાની મંજૂરી આપવામાં આવતી નથી, આવા સમયે તેમને માત્ર અનાજ અથવા જરૂરી ચીજ વસ્તુઓ માટે બહાર જવાની મંજૂરી મળે છે. 

લોકડાઉનની અસર પાંચ સવાલોથી સમજો 
1. મારી રોજની જરૂરિયાતનું શું થશે, શું એ આપવામાં આવશે?
જવાબઃ શાકભાજી, દૂધ, દવાઓ વગેરે રોજ કામ આવતી વસ્તુઓ લોકડાઉનની બહાર રહેશે. 
2. પાર્કમાં ચાલવા જઈ શકીશ અને બીજા કામ કરી શકીશ?
જવાબઃ આ લોકડાઉન તમારા જીવનને વધારે સુરક્ષિત બનાવવા માટે છે. તમે ઘરની બહાર જશો તો બીજાના સંપર્કમાં આવશો. જે તમારા સ્વાથ્ય માટે જીવલેણ છે. 

4. પરિવારમાં વિવાહીત કાર્યક્રમોનું શું થશે?
જવાબઃ હાલ કોરોના વાઈરસના કારણે સ્થિતિ લથડી છે. એવામાં કોઈ પણ સામૂહિક કાર્યક્રમના આયોજનની મંજૂરી આપવામાં આવી નથી. જો એકદમ જરૂરી હોય તો મંજૂરી સ્થાનિક તંત્ર પાસે લેવી પડશે. 

5. શું લોકડાઉનમાં સરકારી અને પ્રાઈવેટ સંસ્થા બંધ છે?
જવાબઃ બધું બંધ છે. માત્ર જરૂરી સેવાઓ સાથે જોડાયેલા વિભાગની ઓફિસ જ ચાલું રહેશે. 

અન્ય સમાચારો પણ છે...