વ્યક્તિની ઉપરથી પસાર થઈ માલગાડી:ભાગલપુરમાં શોર્ટકટના ચક્કરમાં નીચેથી નીકળી રહ્યો હતો, અચાનક ટ્રેન ચાલવા લાગી

24 દિવસ પહેલા

ભાગલપુરના કહલગામ રેલવે સ્ટેશનમાં શોર્ટકટ અને ઉતાવળના કારણે એક વ્યક્તિનો જીવ જોખમમાં મૂકાયો હતો. તે વ્યક્તિ ઉતાવળમાં ટ્રેક ક્રોસ કરવાની લ્હાયમાં ઉભી માલગાડીની નીચેથી નીકળી રહ્યો હતો. કે અચાનક ટ્રેન ચાલવા લાગી અને જોત જોતમાં તેની ઉપરથી પાંચ ડબ્બા પસાર થઈ ગયા હતા. અને જો કે, સદનસીબે આ દરમિયાન વ્યક્તિ ટ્રેન નીચે સુઈ ગયો હતો જેથી તે બચી ગયો. અને ટ્રેન પસાર થઈ ગયા બાદ તે હસતા- હસતા ત્યાંથી ચાલ્યો ગયો હતો. ટ્રેન ચાલવા લાગી હતી ત્યારે પ્લેટફોર્મ પર ઊભેલા લોકો તે વ્યક્તિને સલાહ સુચનો આપી રહ્યા હતા, કે તે ઊભો થવાનો પ્રયત્ન ન કરે. જ્યારે તે વ્યક્તિ સુરક્ષિત રીતે બહાર આવ્યો, ત્યારે લોકોને રાહત થઈ. ત્યાં ઊભેલા એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. વીડિયો ક્યારનો છે તેની જાણકારી હજી મળી નથી, પણ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...