તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • At A Distance Of 20 Km, The Elephant Made A Final Prostration, The Mahout's Son Grabbed The Trunk Of The Elephant And Cried Loudly.

કેરળ:મહાવતના મોત બાદ હાથી અંતિમ દર્શને આવ્યો, દીકરો સૂંઢ પકડીને ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો

15 દિવસ પહેલા

પોતાના મહાવતને અંતિમ પ્રણામ કરતા આ હાથીનો વીડિયો કેરળનો છે. અહીં કોટ્ટયમ જિલ્લામાં મહાવત ઓમાનચેટ્ટાનનું 74 વર્ષની ઉંમરે કેન્સરની સારવાર દરમિયાન મોત થયું હતું. મહાવતની અંતિમ વિધિ વખતે તેમણે પાળેલો હાથી બ્રહ્માદાથાન તેમને અંતિમ વિદાય આપવા આવ્યો હતો. હાથી તેના મહાવતના મૃતદેહ પાસે જઈ ઊભો રહ્યો અને પોતાનું શિશ ઝૂકાવીને દુખ વ્યક્ત કર્યું હતું. આ જોઈ ત્યાં હાજાર લોકો પણ ગમગીન થઈ ગયાં હતાં. મહત્ત્વનું છે કે, કુન્નાક્કડ દામોદરન નાયર ઉર્ફે ઓમાનચેટ્ટાન હાથી પ્રત્યે તેમના પ્રેમ માટે જાણિતા હતા અને લગભગ 6 દશકથી તે હાથીઓનું ધ્યાન રાખતા હતાં.

અન્ય સમાચારો પણ છે...