તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • At 58, The CT Score Was 23 And The Infection In The Lungs Spread 90%, Yet Defeated Corona In 3 Days.

આ સમાચારથી જાણો, વેક્સિનેશન કેમ જરૂરી:58 વર્ષની ઉંમરમાં CT સ્કોર 23 અને ફેફસાંમાં 90% સંક્રમણ ફેલાયું છતાં 3 દિવસમાં જ કોરોનાને હરાવ્યો

નાગોર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનના બંને ડોઝ લેવાને કારણે 58 વર્ષીય ગુલાબ ગર્ગનો જીવ બચી શક્યો

કોરોના મહામારીના આ ભયાનક સમયમાં આ સમાચાર મનને શાંતિ અને જીવનને નવી આશા આપનારા છે. રાજસ્થાનના નાગોર જિલ્લાના ડેગાનાના ટંકીપુરાનાં રહેવાસી 58 વર્ષીય ગુલાબ ગર્ગને કોરોના થયો હતો. તેમનો CT સ્કોર 23 હતો અને ફેફસાંમાં પણ 90% સુધી સંક્રમણ ફેલાઈ ગયું હતું. ડેગાના CHCથી તેમને JLN જિલ્લા હોસ્પિટલ રેફર કરવામાં આવ્યાં હતાં, પરંતુ તેમણે 3 દિવસમાં જ કોરોનાને હરાવ્યો હતો. આ ત્યારે જ શક્ય બન્યું જ્યારે બીમાર થયાં પહેલાં જ તેમણે લીધેલા કોરોનાની વેક્સિનના બંને ડોઝ અને દીકરા-વહુની સેવાથી.

તેમના દીકરા રાજે જણાવ્યું હતું કે જ્યારે ડોગાના CHCથી JLN હોસ્પિટલ નાગોર લઈ જવામાં આવ્યાં ત્યારે તેમની હાલત ગંભીર હતી. સંક્રમણ વધવાને કારણે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. ઓક્સિજન લેવલ પણ સતત નીચું જઇ રહ્યું હતું. એવામાં તેઓ માત્ર 3 જ દિવસમાં સાજા થઈને ઘરે પહોંચવું એ કોઈ ચમત્કાર કરતાં ઓછું નથી.

ગુલાગ ગર્ગે જણાવ્યું હતું કે તેમની બંને વહુએ સુનીતા અને પૂજાએ તેમને હિંમત આપી અને તેમની મદદ કરી હતી.
ગુલાગ ગર્ગે જણાવ્યું હતું કે તેમની બંને વહુએ સુનીતા અને પૂજાએ તેમને હિંમત આપી અને તેમની મદદ કરી હતી.

શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં પહોંચ્યાં હતાં હોસ્પિટલ
18 મેના રોજ ગુલાબ ગર્ગને શ્વાસ લેવામાં અચાનક જ મુશ્કેલીઓ વધુ ગઈ હતી. આ સાથે તેમને ભારે તાવ અને ઉધરસ પણ આવી રહી હતી. તેમને 20 મેના રોજ ડેગાના CHC લઈ જવામાં આવ્યાં હતાં. અહીં ડોકટરે ઓક્સિજન લેવલ અને એક્સ-રે રિપોર્ટ જોતાં તેમને તરત જ ડેગાનાથી નાગોર રિફર કર્યા હતા.

બંને વધૂએ અને દીકરાઓએ લીધી સંભાળ
58 વર્ષીય ગુલાગ ગર્ગે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણથી શ્વાસ લેવામાં તકલીફને કારણે નાગોર રિફર કરતાં ખૂબ જ ભયભીત થઈ હતી, પરંતુ આ દરમિયાન JLN હોસ્પિટલ નાગોરમાં તેમની બંને વહુઓ સુનીતા અને પૂજાએ તેમને હિંમત અને મદદ કરી હતી. જ્યારે બંને દીકરા મુકેશ અને રાજ દાયમાએ હોસ્પિટલમાં તેમની સતત સંભાળ રાખી હતી, જે કારણે તેમને માનસિક આધાર પણ મળ્યો હતો.

હોસ્પિટલમાં ઉકાળો અને રબડીનો મળ્યો આધાર
ગુલાબ ગર્ગને JLN હોસ્પિટલમાં ઓક્સિજન અને એન્ટીબાયોટિક્સનાં ઈન્જેકશન આપવામાં આવ્યાં હતાં. જ્યારે બન્ને વહુઓએ તેમને સતત ઉકાળો અને રબડી આપ્યાં હતાં. રબડીએ તેમને ડિહાઈડ્રેશનથી બચાવ્યા હતા, જ્યારે ઉકાળાને કારણે તેમને ગળામાં ઇન્ફેકશનથી રાહત મળી હતી.

ગુલાબે સરકારને તમામ લોકોને વહેલી તકે વેક્સિન આપવા અને સામાન્ય લોકોને વેક્સિન લેતાં ગભરાવું નહીં તેમજ દરેકને જરૂરથી વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.
ગુલાબે સરકારને તમામ લોકોને વહેલી તકે વેક્સિન આપવા અને સામાન્ય લોકોને વેક્સિન લેતાં ગભરાવું નહીં તેમજ દરેકને જરૂરથી વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.

વેકસીને આપી નવી જિંદગી
ગુલાબ ગર્ગે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં મોટા ભાગના દર્દીઓ એવા હતા, જેમનો સીટી સ્કોર તેમના કરતાં ઘણો જ સારો હતો, તેમ છતાં તેઓ શરીરથી બિલકુલ તૂટી ચૂક્યા હતા, પરંતુ ડોકટરોએ જણાવ્યું હતું કે સંક્રમણ લાગ્યા પહેલાં તેમણે લીધેલા વેક્સિનના બંને ડોઝે સંક્રમણ સામે લડવાની તાકાત આપી હતી અને તેમનું જીવન બચાવી શકાયું. તેમને વેક્સિનનો પ્રથમ ડોઝ 2 એપ્રિલે અને બીજો ડોઝ 7 મેના રોજ લગાવવામાં આવ્યો હતો. એવામાં હવે ગુલાબે સરકારને તમામ લોકોને જલદીથી જ વેક્સિનેશન કરાવવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય લોકોએ વેક્સિન લેવાથી ગભરાવું નહીં અને બધાને વેક્સિન લેવી જોઈએ, જેથી કોઈ જાનહાનિ ન થાય.