દિલ્હીના માહિતી અને પ્રચાર નિર્દેશાલય(DIP)એ આમ આદમી પાર્ટી પાસે 163.62 કરોડ રૂપિયાની વસુલાત કરવાની નોટિસ મોકલી છે. આ પૈસા AAPએ 10 દિવસની અંદર જમા કરાવવાના રહેશે.
રિપોર્ટ્સ મુજબ, આ રકમમાં 99.31 કરોડ રૂપિયા મૂળ રકમ અને 64.31 કરોડ રૂપિયા પેનલ્ટી ઈન્ટરેસ્ટના રૂપમાં સામેલ છે. આ એકશન દિલ્હીના LG વીકે સક્સેનાની સૂચના પર લેવામાં આવી, જેમાં તેઓએ મુખ્ય સચિવને 2015-2016 દરમિયાન રાજકીય જાહેરાતને સરકારી જણાવી પૈસાના ખોટા ઉપયોગના આરોપ પર આમ આદમી પાર્ટીથી 97 કરોડ રૂપિયાની વસૂલાત કરવાની સૂચના આપી હતી.
નહીં ચૂકવે તો સંપત્તિ સીલ કરવામાં આવશે
રિપોર્ટ મુજબ, આમ આદમી પાર્ટીએ દસ દિવસની અંદર પૂરે-પૂરા પૈસા જમા કરવાના રહેશે. જો પાર્ટી આવું નથી કરી શકતી તો દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાના પાછલા આદેશ અનુસાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એટલે આ બાદ પાર્ટીની સંપત્તિઓ સીલ કરવામાં આવી શકે છે.
ડેપ્યુટી CM સિસોદિયાનો આરોપ- કામ વગર બિનજરૂરી દખલ કરી રહ્યા છે LG
164 કરોડની નોટિસ બાદ મનીષ સિસોદિયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે દિલ્હી સરકારના ઓફિસરો ઉપર ભાજપે કેન્દ્ર સરકારના માધ્યમથી 7 વર્ષથી ગેરકાયદે નિયંત્રણ રાખી રહ્યું છે. CM અરવિંદ કેજરીવાલને મળેલી નોટિસમાં લખ્યું છે કે, 2016-17ની આસપાસ દિલ્હી સરકારે દિલ્હીની આસપાસ જ્યાં એડ આપી હતી. તેની વસુલાત અરવિંદ કેજરીવાલ પાસેથી કરવામાં આવશે અને તેની માટે કેજરીવાલને કાયદાકીય રીતે ધમકી આપવામાં આવી છે કે તમે 163 કરોડ રૂપિયા 10 દિવસની અંદર જમા નહીં કરો તો સંપત્તિ સીલ કરવામાં આવશે.
મનીષે સિસોદિયાએ વધુમાં કહ્યું હતું કે આ જૂનો મુદ્દો ચાલી રહ્યો છે. 2016-17 દરમિયાન દિલ્હીથી બહાર એડ આપવામાં આવી હતી. હવે એ કહેવામાં આવી રહ્યું છે કે, કેજરીવાલને દિલ્હીથી બહાર એડ નહોતી આપવાની. સાત વર્ષ તો છોડી દો પાછલા એક મહિનાના અખબાર ઉઠાવીને જોઈ લો, ભાજપના અલગ અલગ રાજ્યોના મંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધીની એડ આવેલી છે. હિમાચલથી લઈ ઉત્તરાખંડ સુધી તેમાં સામેલ છે. ભાજપના દેશભરના મંત્રીઓની એડ તમને દિલ્હીના અખબારોમાં મળશે. શું ભાજપ તેમના મંત્રીઓ પાસે પણ પૈસા વસુલશે.
હાઈકોર્ટ કમિટીએ દોષી માન્યા હતા
દિલ્હી હાઈકોર્ટે જાહેરાતો પર ખર્ચ કરવામાં આવેલી રકમની તપાસ માટે ઓગસ્ટ 2016માં ત્રણ સભ્યોની કમિટી રચી હતી. આ કમિટીએ 16 સપ્ટેમ્બર 2016એ તેમનો રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં AAP દોષી મળી આવી હતી. રિપોર્ટ્સ મુજબ, સપ્ટેમ્બર 2016થી અત્યાર સુધી દિલ્હી સરકારની બધી જાહેરાતોની એક્સપર્ટ કમિટીએ તપાસ કરી, જે પછી વસૂલાતની નોટિસ મોકલવામાં આવી હતી.
એક મહિનામાં જાહેરાત પર 24 કરોડ ખર્ચ કરવાનો આરોપ લાગ્યો
જૂન 2022માં વિપક્ષે દાવો કર્યો હતો કે, AAP સરકારે એક મહિનાની અંદર જાહેરાત પર 24 કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા છે. આની માટે RTI ઈન્ફોર્મેશનનો હવાલો આપવામાં આવ્યો છે. વિપક્ષી દળોનું કહેવું છે કે, રાજ્યનો ખજાનો ભરવાનો દાવો કરી સત્તામાં આવેલી AAP પોતે જ તેને ખાલી કરવામાં લાગેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.