કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની કુલ 90 વિધાનસભા બેઠક પૈકી 43 જમ્મુમાં અને 47 કાશ્મીરમાં રાખવાનો પ્રસ્તાવ મુકાયો છે. હાલ જમ્મુમાં 37 અને કાશ્મીરમાં 46 બેઠક છે. પહેલીવાર કાશ્મીરી પંડિતો માટે 2 બેઠક અનામત રાખવા સૂચન કરાયું છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ના વિસ્થાપિત શરણાર્થીઓ માટે પણ કેટલીક બેઠકો અનામત રાખવા ભલામણ કરાઇ છે. આ અંગે કેન્દ્ર સરકાર નિર્ણય લેશે. પ્રતિનિધિઓના નોમિનેશનનો અધિકાર કેન્દ્ર પાસે હશે. 30 બેઠકવાળા પુડ્ડુચેરીમાં 3 સભ્યના નોમિનેશનનો અધિકાર કેન્દ્ર પાસે છે. હવે ચૂંટણીપંચ જલદી મતદારયાદી અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ કરે તેવી આશા છે, જેથી તે પછી ચૂંટણી થઇ શકે.
જમ્મુમાં બેઠક વધવાથી ભાજપને લાભ કારણ કે, હિન્દુઓ વધુ
આ પહેલાં 1995માં સીમાંકન થયું હતું. ત્યારથી વસતીમાં થયેલા ફેરફારોને પગલે તે બદલવું એક સામાન્ય પ્રક્રિયા છે.
હાલ કાશ્મીરમાં 46 બેઠક છે અને બહુમતી માટે 44 બેઠક જોઈએ. આ સ્થિતિમાં મોટા ભાગના સીએમ કાશ્મીર ક્ષેત્રના રહ્યા. હવે આ ગણિત બદલાઈ શકે છે કારણ કે, હિન્દુઓની વસતી વધુ છે, જ્યાં ભાજપનો પ્રભાવ છે.
દેશમાં 2026માં સીમાંકન થવાનું છે, તો અહીં જુદું કેમ થઈ રહ્યું છે? જમ્મુ-કાશ્મીર માટે સીમાંકનની જાહેરાત થઈ ત્યારે આસામ માટે પણ થઈ હતી, પરંતુ આસામમાં સીમાંકન રોકી દેવાયું હતું.
રાજકીય ગરમાવો, ભાજપ અને આયોગ પર નિશાન
જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સઃ જમ્મુમાં છ અને કાશ્મીરમાં એક બેઠક વધારવી અયોગ્ય છે. ખીણમાં જમ્મુથી વધુ વસતી અને મતદારો છે.
રાજકીય નક્શો બદલાયો
જમ્મુ-કાશ્મીરની રાજકીય તસવીર બદલવાની “ભૂગોળ’ તૈયાર થઈ ગઈ છે. સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળના જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચે ગુરુવારે તેના ફાઈનલ રિપોર્ટ પર હસ્તાક્ષર કરી દીધા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.