તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Assembly Elections In West Bengal: Caste religion 'flavor' Spread To Win Tea Gardens

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઃ ચાના બગીચા જીતવા જ્ઞાતિ-ધર્મની ‘ફ્લેવર’ ફેલાવાઇ

અલીપુરદ્વાર7 દિવસ પહેલાલેખક: મધુરેશ
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • | અલીપુરદ્વારમાં 5 વિધાનસભા બેઠક, 2019માં ભાજપ લોકસભા જીતવા ઉપરાંત પાંચેય વિધાનસભા બેઠક પર આગળ હતો

અલીપુરદ્વારની ચાએ નેતાઓનો સ્વાદ ખરાબ કર્યો છે. અહીંની પાંચ વિધાનસભા બેઠક પર ભાજપ અને ટીએમસી બંનેના જીતના દાવા, તર્ક, હિસાબ છે પણ આ વિસ્તાર તમામ સ્તરે ભારે શંકા દર્શાવે છે, જેથી બંને પક્ષનો ભરોસો સ્થિર નથી. ચાના બગીચાના શ્રમિકોની દુર્દશા માટે કોણ ઓછું જવાબદાર છે તે ડીબેટ કારગત ન દેખાઇ તો નેતાઓએ ધર્મ, જ્ઞાતિ, પેટાજ્ઞાતિ જેવી નવી ‘ફ્લેવર’ ફેલાવી દીધી. આ જ સેન્ટિમેન્ટલ જોર, ‘નાગનાથ’ અને ‘સાપનાથ’ વચ્ચેના સૂક્ષ્મ તફાવત મુદ્દે 10 એપ્રિલે મત આપશે.

2014ની લોકસભા ચૂંટણીમાં ત્રીજા નંબરે રહેલા ભાજપે 2019માં ટીએમસીને હરાવી અલીપુરદ્વાર જીત્યું. પાંચેય વિધાનસભા બેઠક પર ભાજપ આગળ રહ્યો જ્યારે 2016ની વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલની 4 અને ભાજપની 1 બેઠક હતી. 1977માં બનેલી અલીપુરદ્વાર લોકસભા બેઠક સામ્યવાદીઓનો કેવી રીતે સફાયો થયો તેની સાક્ષી છે. 1977થી 2009 સુધી અહીં આરએસપી જીતતી રહી. 2014માં જીતેલા ટીએમસીના દશરથ તિર્કી અગાઉ આરએસપીમાં હતા.

આ વખતે ડાબેરી-કોંગ્રેસ મોરચો બીજા પક્ષોનો હિસાબ બગાડવા જેટલી જ હેસિયત ધરાવે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં તેને કોઇ બેઠક ન મળી પણ વોટ શેર 35.78% હતો. મોરચામાં ફુરફુરાશરીફના પીરજાદાની પાર્ટી ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટની ભાગીદારીથી ભાજપ અને ટીએમસી બંને મતોનું ધ્રુવીકરણ કરાવવામાં સફળતા મેળવી શકે છે. બીજા ઘણા મોરચે બંને પક્ષ લગભગ 19-20 છે... પરંતુ શ્રમિકોનો મોરચો તેમને ડરાવે છે. જોકે, તે મોરચે બધા બેનકાબ છે.

શ્રમિકોના ઉત્કર્ષ માટે પક્ષોના સંગઠન છે. ભારતીય ટી વર્કર્સ યુનિયન (ભાજપ), ચાય બાગાન તૃણમૂલ કોંગ્રેસ યુનિયન, ઇન્ટુક (કોંગ્રેસ), સીટુ (કોમ્યુનિસ્ટ). ભાજપના સાંસદ જોન બારલા પોતે ચા શ્રમિક રહ્યા છે. આટલા હિતેચ્છુઓ છતાં શ્રમિકો માટે કદાચ જ કંઇ સારું થયું. શ્રમિકોએ પશુઓ જેવી સ્થિતિને નિયતિ માની લીધી. કેન્દ્રના તાજેતરના 1 હજાર કરોડના પેકેજનો કોઇ હિસ્સો ન જોયો કે મમતાએ ચા બોર્ડને આપેલા 100 કરોડ કે ટી ટુરિઝમ બિલ 2019નો કોઇ લાભ પણ ન મળ્યો. મનોજ તિગ્ગા ભાજપના ધારાસભ્ય છે. ચા શ્રમિકોની દુર્દશા નક્કી કરવા માટે એક દાખલો આપે છે- 2015માં ડંકન્સના 7 ચા બગીચા બંધ થયા. 2016માં વડાપ્રધાન મોદીએ તે ખોલવાની વાત કરી.

તત્કાલીન વાણિજ્ય મંત્રીએ મુલાકાત લીધી. સંપાદનની વાત નક્કી થઇ પણ મમતા સરકારના અસહકારથી મામલો કોર્ટમાં ગયો. ટીએમસીના ધારાસભ્ય સૌરભ ચક્રવર્તી આ વાતને રદિયો આપતાં કહે છે કે અમારી સરકારે શ્રમિકોની સ્થિતિ બદલી છે. ચા બગીચાના પ્રશ્નોના ઉકેલ માટે બોર્ડ બનાવી 100 કરોડ રૂ. આપ્યા. ભાજપવાળાને બીજાને બદનામ કરવાનું આવડે છે. ચા કર્મીઓના સંયુક્ત મંચના નેતા જિયાઉલ આલમ દૈનિક મજૂરી 202 રૂ.થી વધારીને 350 રૂ. કરવાના ભાજપના દાવા સામે સવાલ કરતા કહે છે કે ભાજપે આસામમાં ગત વિધાનસભા ચૂંટણી વખતે પણ આ જ વચન આપ્યું હતું.

જંગલી પશુઓની તબાહી રાજકીય કારનામા સામે કંઇ નથી
અહીં ગોરખા સમુદાયના મતદારોને પક્ષોએ જૂથોમાં વિભાજિત કરી રાખ્યા છે. જૂથો વિમલ ગુરુંગ, વિનય તમાંગ, મન ઘીસિંગથી માંડીને ક્રમાકપા સુધી છે, જેઓ સીધા ભાજપ કે ટીએમસી સાથે જોડાયેલા છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યો અને ભુતાનનો ગેટવે કહેવાતા અલીપુરદ્વારને મમતાએ જૂન, 2014માં જલપાઇગુડીથી અલગ કરીને જિલ્લો બનાવ્યો હતો. જંગલી પશુઓ ઘણીવાર રહેણાક વિસ્તારોમાં તબાહી મચાવે છે. જોકે, નેતાઓએ લોકોને જ્ઞાતિ-ધર્મના નામે વિભાજિત કરવાના જે કારનામા કર્યા છે તેની સામે આ તબાહી કંઇ નથી. છાશવારે હિંસક અથડામણો થતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો