તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Mamata Power For The Third Time In Bengal, Though Far From Victory In Nandigram; BJP In Assam For The Second Time In A Row

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્યાં રાજ્યમાં કોણ સંભાળશે સત્તા:બંગાળમાં ત્રીજી વખત મમતાને સત્તા, જોકે નંદીગ્રામમાં જીતથી દૂર; આસામમાં સતત બીજી વખત ભાજપ

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જયલલિતા અને કરુણાનિધિના નિધન પછી પ્રથમ વખત તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે

5 રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં જે રુઝાન આવી રહ્યાં છે તેના પરથી સ્પષ્ટ છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી, આસમમાં સર્બાનંદ સોનોવાલ અને કેરળમાં પિનારાઈ વિજયન ફરીથી સરકાર બનાવવા જઈ રહ્યાં છે. જ્યારે બીજી તરફ પુડ્ડુચેરીમાં પ્રથમ વખત NDAની સરકાર બનવા જઈ રહી છે.

તમિલનાડુમાં આ વખતે AIDMK અને BJP ગઠબંધનને ઝટકો લાગ્યો છે. આ વખતે ચૂંટણીમાં અહીં DMKની સરકાર બનવાનું લગભગ નક્કી છે. ચાલો એક-એક કરીને પાંચ રાજ્યોનું એનાલિસિસ કરીએ અને જાણીએ કે પરિણામ પછી આ રાજ્યોમાં શું થશે...?

1. પશ્ચિમ બંગાળઃ ત્રીજી વખત CM બનશે મમતા

પશ્ચિમ બંગાળની ચૂંટણી આ વખતે ફરીથી રસપ્રદ રહી. પ્રથમ વખત TMCની સીધી BJP સાથે ટક્કર થઈ. શરૂઆતના રુઝાનોમાં TMCની જીત લગભગ નક્કી છે. જો રુઝાન પરિણામોમાં બદલાઈ જશે તો 66 વર્ષની મમતા બેનર્જી સતત ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. જોકે મમતા હાલ નંદીગ્રામ સીટ પર તેના હરીફ શુભેંદુ અધિકારીથી પાછળ ચાલી રહી છે. મમતાએ 20 મે 2011ના રોજ પ્રથમ અને 27 મે 2016ના રોજ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

જો બધુ રુઝાનો પ્રમાણે થાય છે તો જીત પછી મમતા એક સપ્તાહની અંદર જ બંગાળમાં નવી સરકાર બનાવી લેશે. મમતાએ કહ્યું GJM, BJPએ ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનની સાથે મળીને ચૂંટણી લડી છે. આ રીતે CPI(M)એ કોંગ્રેસ સહિત 5 અન્ય પક્ષોની સાથે ગઠબંધન કર્યું હતું.

2. તમિલનાડુઃ AIADMK-BJPની સરકાર આઉટ, DMK-INC ઈન થઈ

જયલલિતા અને કરુણાનિધિના નિધન પછી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં અહીં મોટા ફેરફાર જોવા મળી રહ્યાં છે. ઈ પલાનીસામીની ખુરશી ખતરામાં દેખાઈ રહી છે. પલાનીસામીની પાર્ટી AIADMK અત્યાર સુધીના રુઝાનોમાં બહુમતીના આંકડોઓથી ઘણી પાછળ જોવા મળી રહી છે. જો AIADMKની હાર થાય છે તો તેની નેગેટિવ અસર પાર્ટીના ભવિષ્ય પર પડે તેવી શકયતા છે. પાર્ટીમાં ફરીથી ફૂટ પડે તેવી શકયતા છે. જયલલિતા પછીથી જ AIADMKમાં બધુ યોગ્ય રીતે ચાલી રહ્યું નથી. આ વખતે AIADMK અને BJP મળીને ચૂંટણીના મેદાનમાં હતા.

જયલલિતાની ખૂબ જ નજીકની ગણાતી શશિકલાને પાર્ટીના સિનિયર નેતાઓએ મુખ્યમંત્રી બનાવવાથી ઈન્કાર કર્યો તો તેના ભત્રીજા ટીટીવી દિનાકરને પોતાની અલગ પાર્ટી AMMK બનાવી લીધી. આ રીતે સરકારમાં ડેપ્યુટી CM રહેલા પનીરસેલ્વમ પણ મુખ્યમંત્રી બનવા માંગતા હતા. હવે આ વખતે ચૂંટણી હાર્ય પછીથી ફરીથી પાર્ટીમાં ફૂટ પડી શકે છે. બીજી તરફ DMK અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનવાનુ લગભગ નક્કી જ છે. DMKના એમ કે સ્ટાલિન પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બની શકે છે.

3. આસામઃ સોનોવાલ પર ફરી ભરોસો, બીજી વખત બનશે મુખ્યમંત્રી

59 વર્ષના સર્બાનદ સોનોવાલ પર આસામના લોકોએ ફરીથી વિશ્વાસ મૂક્યો છે. અત્યાર સુધીના રુઝાનોમાં સોનોવાલ બીજી વખત અહીં મુખ્યમંત્રી બનશે એવું દેખાઈ રહ્યું છે. જો આમ થાય છે તો આસામમાં પ્રથમ વખત એવું બનશે કે કોઈ એક જ ચહેરો બીજી વખત મુખ્યમંત્રી બનશે.

1946થી શરૂ થયેલા આસામના રાજકારણમાં અત્યાર સુધીમાં કોઈ પણ એવું નથી રહ્યું, જે બીજી વખત મુખ્યમંત્રી બન્યુ હોય. સોનોવાલ પ્રથમ વખત 24 મે 2016ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા. BJPએ અહીં આસામ ગણ પરિષદ(AGP) અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબ્રલ(UPPL)ની સાથે મળીને ચૂંટણી લડી હતી. બીજી તરફ કોંગ્રેસે AIUDF, BPF, CPI(M), CPI, CPI(ML), AGM અને RJDની સાથે મળીને પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

4. કેરળઃ લેફ્ટ પાર્ટીઓનું એકમાત્ર સુરક્ષિત રાજ્ય, વિજયન બીજી લખત CM બનશે

લેફટ પાર્ટીઓનો જનાધાર હવે માત્ર કેરળમાં જ બચ્યો છે. આ કારણે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ(LDF) માટે સરકાર બચાવવી તે સૌથી મોટો પડકાર હતો અહીં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્ક્સવાદી)ની સાથે 12 અન્ય પક્ષોએ મળીને ચૂંટણી લડી હતી. અત્યાર સુધીના રુઝાનોના જણાવ્યા મુજબ LDF જીત મેળવી રહી છે. જો આમ થાય છે તો 77 વર્ષના પિનારાઈ વિજયન સતત બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. એવી પણ ચર્ચા છે કે લેફેટ પાર્ટીઓ કોઈ નવા ચેહરાને મુખ્યમંત્રી બનાવવા બાબતે વિચાર કરી રહી છે. કારણ કે વિજયનની ઉંમર વધુ છે.

બીજી તરફ કોંગ્રેસની આગેવાનીવાળા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટનું સરકાર બનાવવાનુ સપનું આ વખતે પણ પુરુ થઈ શકશે નહિ. આ સતત બીજી વખત છે, જ્યારે કોંગ્રેસ પોતાની સરકાર અહીં બનાવી શકશે નહિ. આ સતત બીજી વખત છે જ્યારે કોંગ્રેસ પોતોની સરકાર અહીં બનાવી શકશે નહિ. આ વખતે BJPએ પણ 5 નાની પાર્ટીઓની સાથે મળીને સંપૂર્ણ તાકાત લગાવી હતી. જોકે BJP ગઠબંધનને કોઈ ખાસ સફળતા મળી નથી.

પુડ્ડુચેરીઃ પ્રથમ વખત BJP ગઠબંધનની સાથે AINRC બનાવી શકે છે સરકાર

કેન્દ્ર શાસિત આ નાના રાજ્યમાં પ્રથમ વખત એવું લાગી રહ્યું છે કે BJP ગઠબંધનની સરકારમાં સામેલ થઈ શકે છે. ઓલ ઈન્ડિયા NR કોંગ્રેસ એટલે કે AINRCની આગેવાનીમાં BJP અને AIDMK શરૂઆતના રુઝાનોમાં આગળ દેખાઈ રહી છે. જોકે બહુમતીના આંકડાઓથી હાલ 5 સીટ પાછળ છે. જો AINRC ગઠબંધન અહીં સરકાર બનાવવામાં સફળ થાય છે તો મુખ્યમંત્રી AINRCના અધ્યક્ષ એન રંગાસ્વામી હશે. રંગાસ્વામી બીજી વખત પુડુચેરીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. સરકારમાં BJP અને AIDMKના મંત્રી પણ હશે. અહીં આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસની સરકાર લધુમતીમાં આવવાથી પડી ગઈ હતી. ત્યારથી અહીં રાષ્ટ્રપતિ શાસન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો