તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Assassination 3 Days Ago In A Property Dispute, Strangulation And Murder, Children 4 And 7 Years Old

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાઈઓએ જ કરી ભાઈઓની હત્યા:સંપત્તિ વિવાદમાં 3 દિવસ પહેલાં અપહરણ કરાયા બાદ ગળું દબાવીને કરી હત્યા, કોથળામાં બંધ કરીને લાશ ફેંકી, બાળકોની ઉંમર 4 અને 7 વર્ષ

પટના/બિહટાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાનીપુર પોલીસ સ્ટેશનના ધરઇચક પઈનની પાસે કોથળામાંથી મૃતદેહ મળી આવ્યા
  • સંપત્તિ વિવાદમાં સાવકા ભાઈઓએ બંને માસૂમની હત્યા કરી

પટનામાં બિહટાના નેઉરા OP ક્ષેત્રમાંથી બે માસૂમના સંપત્તિ વિવાદને પગલે અપહરણ કરીને હત્યા કરવામાં આવી છે. આરોપીઓ સાવકા ભાઈ હોવાનું જ સામે આવ્યું છે. આરોપીઓએ વિનોદ કુમારના પુત્ર અનીશ કુમાર (7 વર્ષ) અને શિવમ કુમાર (4 વર્ષ)ની ત્રણ દિવસ પહેલાં ગળું દબાવીને હત્યા કરી હતી. બંને માસૂમની હત્યાને લઈને ગ્રામીણોએ જોરદાર બબાલ કરી હતી. પોલીસે બંને બાળકોના સાવકા ભાઈ સૌરભ કુમાર (20 વર્ષ) અને ગુલશન કુમાર (18 વર્ષ) અને તેમની માતાની ધરપકડ કરી છે. મોડી રાત્રે આ બંનેએ જણાવ્યું કે તેઓએ અનીશ અને શિવમની હત્યા કરીને લાશને તેમના ઘરથી 20 KM દૂર જાનીપુર પોલીસ ક્ષેત્રના ધરઇચક પઇનમાં એક કોથળામાં બંધ કરીને ફેંકી દિધી હતી.

સંપત્તિની વ્હેંચણીને લઈને થયો હતો વિવાદ
વિનોદ કુમારના લગ્ન 25 વર્ષ પહેલાં સુનીતા દેવી સાથે થયા હતા. બે પુત્ર અને એક દીકરીના જન્મ બાદ બંને વચ્ચે મનદુખ થયું અને સુનીતા પોતાના સાસરેથી નીકળી ગઈ. લાખ પ્રયાસ છતાં જ્યારે સુનીતા સાસરે પરત ન ફરી તો 8 વર્ષ પહેલાં વિનોદ કુમારે, સુધા સાથે બીજા લગ્ન કરી લીધા.સુધાથી પણ વિનોદને 2 પુત્ર થયા. જે બાદ સુનીતા સંપત્તિમાં પોતાનો ભાગ માગવા લાગી. દાવો કર્યા બાદ વિનોદ કુમારે સંપત્તિનો અમુક ભાગ સુનીતા દેવીને આપ્યો, પરંતુ સુનિતા દેવીના બંને પુત્ર તે વ્હેંચણીથી ખુશ ન હતા. તેઓ જમીન ઈચ્છતા હતા.

3 લોકોની સાથે આવ્યા, સફારીમાં ઉઠાવી ગયા માસૂમને
23 માર્ચે આ વિવાદને લઈને સુનીતાના બંને પુત્ર સૌરભ અને ગુલશને અન્ય ત્રણ લોકોની સાથે મખદુમપુર આવ્યા હતા. તેઓએ તેમના પિતા પાસેથી થોડી જમીન માગી અને તેમાં મત્સ્ય ઉછેર કેન્દ્ર શરૂ કરવાની વાત કરી. પરંતુ વિનોદે તે વાતનો ઈનકાર કરી દિધો. જે બાદ વિનોદ ઈંટની ભઠ્ઠીમાં કામ કરવા માટે નીકળી ગયો. પિતાના ઈનકારથી નારાજ બંને ભાઈઓ રોષે ભરાયા અને ઘરની બહાર રમી રહેલા પોતાના સાવકા ભાઈઓને ટાટા સફારીમાં ઉઠાવીને લઈ ગયા, જે બાદ તેમનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી.

ઘટના બાદ રડતા-શોક વ્યક્ત કરતા પરિવારના લોકો
ઘટના બાદ રડતા-શોક વ્યક્ત કરતા પરિવારના લોકો

લાશ મળ્યાં બાદ વિસ્તારમાં હડકંપ, પોલીસ ટીમ તહેનાત
પોલીસને જ્યારે બંને માસૂમની લાશ મળી આવી તો વિસ્તારમાં હડકંપ મચી ગયો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દિધા છે. તો બીજી તરફ માસૂમોના મૃતદેહને જોઈને ગ્રામીઓની ભીડ એકઠી થવા લાગી. ફરીથી રસ્તા પર જામ ન થાય તે માટે પોલીસ ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. ગુરૂવારે લગભગ 6 કલાક સુધી બિહટા-ખગૌલ હાઈવે પર ગ્રામીઓએ જોરદાર હોબાળો કર્યો હતો.

અપહરણના વિરોધમાં ગ્રામીણોએ ભારે દેખાવો કર્યા હતા
અપહરણના વિરોધમાં ગ્રામીણોએ ભારે દેખાવો કર્યા હતા
ગુરૂવારે લગભગ 6 કલાક સુધી બિહટા-ખગૌલ હાઈવે પર ગ્રામીઓએ જોરદાર હોબાળો કર્યો હતો
ગુરૂવારે લગભગ 6 કલાક સુધી બિહટા-ખગૌલ હાઈવે પર ગ્રામીઓએ જોરદાર હોબાળો કર્યો હતો
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો