તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Assam Government To Bring Law Against Those Who Marry Under The Guise Of Religion, CM Says It Will Apply To Both Hindus And Muslims

આસામમાં પણ લવ જેહાદ જેવો કાયદો:ધર્મ છુપાવીને લગ્ન કરનારા વિરૂદ્ધ કાયદો લાવશે આસામ સરકાર, CMએ કહ્યું- હિંદુ અને મુસ્લિમ બંને પર લાગુ થશે

ગૌહાટી21 દિવસ પહેલા

ભાજપ શાસિત આસામમાં પણ હવે લવ જેહાદ જેવો કાયદો લાવવામાં આવશે. મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે આ કાયદો એવા લોકો પર નજર રાખશે, જે પોતાનો ધર્મ છુપાવીને યુવતીઓ સાથે લગ્ન કરે છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે આ લવ જેહાદ કાયદો નહીં કહેવામાં આવે અને આ હિંદુ અને મુસ્લિમ બંને પર લાગુ થશે.

હિંદુ પણ છેતરપિંડી કરીને લગ્ન નહીં કરી શકેઃ આસામના CM
હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે, "આ કાયદો આવ્યા બાદ હિંદુ પુરુષ પણ પોતાની જાણકારી છુપાવીને કોઈ મહિલા સાથે લગ્ન નહીં કરી શકે. અમે આ કાયદા માટે લવ જેહાદ શબ્દનો ઉપયોગ નથી કરવા માગતા. અમારું માનવું છે કે હિંદુ પણ કોઈને છેતરીને લગ્ન નહીં કરી શકે. જ્યારે મુસ્લિમ દગાથી હિંદુ મહિલા સાથે લગ્ન કરે ચે, તો તે જ લવ જેહાદ નથી. મારા માટે તો તે પણ લવ જેહાદ છે, જ્યારે કોઈ હિંદુ પણ આવું કરે છે. આ કાયદો છેતરપિંડી કરીને લગ્ન કરનારાઓને રોકશે."

તેઓએ કહ્યું કે ચૂંટણી દરમિયાન અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં આ વાતનો વાયદો કર્યો હતો. તેઓએ કહ્યું કે પહેલાં અમે ગૌ રક્ષા કાયદો લાવીશું. તે પછી બે બાળકો અંગેનો કાયદો લાવીશું, જે બાદ અમે આ કાયદો લાવીશું.

સ્વદેશી આસ્થા અને સંસ્કૃતિ વિભાગ બનાવવામાં આવશે
લગ્નના સંબંધમાં કાયદો લાવવાની સાથે સાથે આસામ સરકાર સ્વદેશી આસ્થા અને સંસ્કૃતિ વિભાગ પણ બનાવશે. જેનું ફોકસ તે વિસ્તારોમાં હશે, જ્યાં મુસ્લિમ અપ્રવાસીઓની વસ્તી ઝડપથી વધી રહી છે. હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે આ વિભાગ થકી તમામ આસ્થાઓમાં વિશ્વાસ રાખતા લોકોને ફાયદો થશે.

તેઓએ કહ્યું- અમારી આદિવાસી જનતાની પોતાની ભાષા અને માન્યતાઓ છે. પરંતુ, અત્યાર સુધીની સરકારમાં તેમની સંસ્કૃતિને બચાવવા માટે ફાયનાન્સિયલ મદદ નથી કરાઈ. અમે તેમની સંસ્કૃતિને બચાવવા માટે તેઓને સપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે. સરકારે તે અંતર્ગત બોડો, ટી ટ્રાઈબ, મોરન, મોટોક, રાભા અને મિશન સમુદાયની ઓળખ કરી છે.

હાલ 10 રાજ્યોમાં લવ જેહાદ વિરૂદ્ધ કાયદા

  • હાલ 10 રાજ્યોમાં બળજબરીથી ધર્મ પરિવર્તનને રોકવા માટે કાયદો છે. પહેલાં તમિલનાડુમાં પણ હતો, પરંતુ 2003માં તેને નિરસ્ત કરી દેવાયો.
  • હાલ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં તેના માટે કાયદો છે. જેમાં હિમાચલ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં 5 વર્ષ સુધી કેદની સજાની જોગવાઈ છે.
  • SC-ST અને સગીરના મામલામાં આ સજા 7 વર્ષની છે. ઉત્તર પ્રદેશમાં પણ તેના માટે કાયદો બની ગયો છે. જેનો વટહુકમ ગત મહિને જ કેબિનેટમાં પસાર થયો છે. આ કાયદામાં પરાણે ધર્મ પરિવર્તન કરનારાઓને 10 વર્ષ સુધી સજાની જોગવાઈ છે.
અન્ય સમાચારો પણ છે...