કોરોનાનો નવા પ્રકારનો કેસ:આસામની મહિલા ડોક્ટર કોરોનાના બે વેરિયન્ટથી સંક્રમિત, વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આસામના ડિબ્રૂગઢમાં એક મહિલા ડોક્ટરને કોરોનાના બે વેરિયન્ટ્સ (અલ્ફા અને ડેલ્ટા)થી સંક્રમિત થઈ છે. ખાસ વાત એ છે કે, મહિલાએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હતા. રીજનલ મેડિકલ સેન્ટર ડિબ્રૂગઢના સીનિયર સાયન્ટિસ્ટ ડૉ. બીજે બોરકાકોટીએ તેની માહિતી આપી છે.

ડૉ. બોરકાકોટીએ જણાવ્યું છે કે, ડબલ ઈન્ફેક્શન કોઈ અન્ય મોનો-સંક્રમણ સમાન છે. એવુ નથી કે ડબલ ઈન્ફેક્શનથી બીમારી ગંભીર થઈ જાય છે. અમારી આ કેસ પર એક મહિનાથી નજર છે. તેમની તબિયત એકદમ સારી છે. ચિંતા જેવી કોઈ વાત નથી.

ડબલ ઈન્ફેક્શન કેવી રીતે થાય છે?
ડૉ. બોરકાકોટીએ કહ્યું છે કે, ડબલ ઈન્ફેક્શન ત્યારે થાય છે જ્યારે બે વેરિયન્ટ કોઈ એક વ્યક્તિને એક સાથે અથવા બહુ ઓછા સમયમાં સંક્રમિત કરે છે. સંક્રમણ પછી એન્ટી બોડી બનવામાં 2-3 દિવસનો સમય લાગે છે. પરંતુ ક્યારેક ક્યારેક એટલા સમયગાળામાં બે વેરિયન્ટ એક્ટિવ થઈ જાય છે. આ પહેલાં આવા કેસ બ્રિટન, બ્રાઝીલ અને પોર્ટુલગમાં નોંધાયા હતા. શક્ય છે કે, આ ભારતનો પહેલો કેસ હોઈ શકે છે.

લીનિએજ A+Bથી એક સાથે સંક્રમિત થવું કોમન નથી: ડૉ અનુરાગ અગ્રવાલ
મહિલા ડોક્ટરના પતિ પણ આલ્ફા વેરિયન્ટથી સંક્રમિત હતા. દિલ્હીમાં CSIR-IGIBના નિર્દેશક ડૉ. અનુરાગ અગ્રવાલે જણાવ્યું છે કે, લિનિએજ Aથી સંક્રમિત થવું અને લિનિએજ Bથી રિઈન્ફેક્શન થવું ઘણું કોમન છે. પરંતુ લિનિએજ A+Bથી એક સાથે સંક્રમિત થવુ કોમન નથી. તેવા ખૂબ ઓછા કેસ મળ્યા છે.

વિધાનસભા ચૂંટણી પછી ડેલ્ટા વેરિયન્ટના કેસ મળ્યા
આસામમાં આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચ આસપાસ આસામમાં બીજી લહેરના શરૂઆતના તબક્કામાં કોરોનાના મોટાભાગના કેસ આલ્ફા વેરિયન્ટના હતા. ત્યારપછી એપ્રિલમાં વિધાનસભા ચૂંટણી પછી ડેલ્ટા વેરિયન્ટના કેસ સામે આવવા લાગ્યા હતા. ઉત્તર-પૂર્વી રાજ્યોમાં અત્યારે ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી લહેરની પીક દરમિયાન મે મહિનામાં આસામમાં 6,500થી વધારે કેસ નોંધાયા હતા. સોમવારે 1,797 નવા કેસ નોંધાયા હતા.

આસામમાં હાલ 17,454 એક્ટિવ કેસ
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હાલ 17,454 એક્ટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી 5,26,607 લોકો સાજા થયા છે જ્યારે 5,019ના મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં કુલ 89.40,107 કોરોના વેક્સિન આપવામાં આવી છે. જેમાંથી 73,82,885 લોકોને પહેલો ડોઝ અને 15,57,222 લોકોને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...