• Gujarati News
 • National
 • Asked To Produce Documents Of Their Claim On Shiv Sena By August 8, After Which A Hearing Will Be Held

શિંદે-ઠાકરેને ચૂંટણીપંચની નોટિસ:8 ઓગસ્ટ સુધીમાં શિવસેના પરના તેમના દાવાના દસ્તાવેજો રજૂ કરવા કહ્યું, ત્યાર બાદ સુનાવણી હાથ ધરાશે

મુંબઈ4 મહિનો પહેલા
 • શિવસેના પર દાવો કરવો એટલો સરળ નથી
 • પાર્ટીને 1979માં પ્રથમ વખત ધનુષ-તીરનું પ્રતીક મળ્યું હતું

શિવસેના કોનું હશે? શિંદે કે ઠાકરે? તેમના પર સુપ્રીમ કોર્ટે બંધારણીય બેંચની રચના કરવાનું નક્કી કરી લીધું છે. આ દરમિયાન ચૂંટણીપંચે આ મામલે સુનાવણી માટે બંને જૂથને નોટિસ પણ પાઠવી છે. પંચે એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથને 8 ઓગસ્ટ સુધીમાં પક્ષ પરના તેમના દાવા સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ચૂંટણીપંચે બંને પક્ષને પાર્ટીમાં ચાલી રહેલા વિવાદ પર તેમનાં લેખિત નિવેદનો આપવા માટે પણ કહ્યું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના બળવા પછી ઊભી થયેલી શિવસેના પરની કટોકટી પર બંને જૂથના પોતપોતાના દાવા છે. શિંદે જૂથ પાસે પાર્ટીના 55 સભ્યમાંથી 40 ધારાસભ્ય અને 18 લોકસભા સાંસદમાંથી 12નું સમર્થન છે. જ્યારે ઠાકરે જૂથે પાર્ટીની કાર્યકારિણીના સમર્થનના દાવા પર પોતાનો પક્ષ મજબૂત કર્યો છે.

મહારાષ્ટ્રમાં SCમાં આગામી સુનાવણી 1 ઓગસ્ટે
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળનું જૂથ અને એકનાથ શિંદે જૂથની અરજીઓ પર ચીફ જસ્ટિસ એનવી રમનાની ખંડપીઠની આગામી સુનાવણી હવે 1 ઓગસ્ટના રોજ થશે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે ધારાસભ્યોના સભ્યપદ મામલે બેન્ચની રચના કરવાની પણ વાત કરી હતી.

નિર્ણયને કારણે કેબિનેટ વિસ્તરણ અટકી ગયું
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા હતા. તેમના શપથગ્રહણ બાદ મંત્રીમંડળ વિસ્તરણનો કાર્યક્રમ અટકી ગયો છે. ધારાસભ્યોના સભ્યપદ અંગેના નિર્ણય બાદ જ કેબિનેટના વિસ્તરણની અટકળો ચાલી રહી છે.

મહારાષ્ટ્ર સંકટમાં અત્યારસુધી શું-શું થયું?

 • 21 જૂને એકનાથ શિંદે શિવસેનાના 30 ધારાસભ્ય સાથે સુરત જવા રવાના થયા હતા. આ ધારાસભ્યોને લા મેરિડિયન હોટલમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા. શિંદેએ 34 ધારાસભ્યની પ્રથમ યાદી બહાર પાડી હતી.
 • 24 જૂને શિવસેનાએ ડેપ્યુટી સ્પીકરની સામે પહેલા 12 અને પછી 4 એટલે કે 16 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની અરજી કરી હતી. એને આધારે 25 જૂને ડેપ્યુટી સ્પીકરે 16 ધારાસભ્યને નોટિસ મોકલી હતી. બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
 • આ મામલે સુપ્રીમ કોર્ટમાં 27 જૂને સુનાવણી થઈ હતી. કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો, સાથે જ કેન્દ્ર, શિવસેના, મહારાષ્ટ્ર પોલીસ અને ડેપ્યુટી સ્પીકરને પણ નોટિસ પાઠવી હતી.
 • 28 જૂનના રોજ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. બાદમાં મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં ગયો. કોર્ટે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. ઉદ્ધવે 29 જૂને રાજીનામું આપ્યું હતું.
 • 30 જૂને એકનાથ શિંદે ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા હતા. દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા.
 • સ્પીકરની ચૂંટણી 3 જુલાઈના રોજ યોજાઈ હતી, જેમાં ભાજપના રાહુલ નાર્વેકરની જીત થઈ હતી. નાર્વેકરે એ જ સાંજે ગૃહમાં શિંદે જૂથને માન્યતા આપી હતી. સ્પીકરે ઉદ્ધવ જૂથના 14 ધારાસભ્યને રદ કરવાની નોટિસ મોકલી હતી.
 • સુપ્રીમ કોર્ટમાં 11 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે સ્પીકરે કોઈ નિર્ણય ન આપવો જોઈએ. અમે નવી બેન્ચ દ્વારા સુનાવણી કરીશું. નવી બેન્ચમાં ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ કૃષ્ણા મુરારિ અને જસ્ટિસ હિમા કોહલી સામેલ છે.

સુપ્રીમ કોર્ટનાં ફેંસલા બાદ શિવસેના બાબતનો નિર્ણય થશે

શિવસેનાની સ્થાપના બાળાસાહેબ ઠાકરેએ કરી હતી. પાર્ટીને 1979માં પ્રથમ વખત ધનુષ-તીરનું પ્રતીક મળ્યું હતું.
શિવસેનાની સ્થાપના બાળાસાહેબ ઠાકરેએ કરી હતી. પાર્ટીને 1979માં પ્રથમ વખત ધનુષ-તીરનું પ્રતીક મળ્યું હતું.

સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ શિવસેના બાબતનો નિર્ણય થશે. શિંદે જૂથને જો કોર્ટ તરફથી રાહત મળે છે, તો ચૂંટણીપંચમાં જશે. જોકે શિવસેના પર દાવો કરવો એટલો સરળ નથી. એનું કારણ શિવસેનાનું સંગઠનાત્મક માળખું છે.

શિવસેના-પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ 1976માં શિવસેનાનું બંધારણ તૈયાર કર્યું હતું. આ બંધારણ મુજબ એવી જાહેરાત કરવામાં આવી હતી કે સર્વોચ્ચ પદ એટલે કે 'શિવસેના-પ્રમુખ' બાદ 13 સભ્યની કારોબારી કમિટી પક્ષને લગતો કોઈપણ નિર્ણય લઈ શકે છે.

રાષ્ટ્રીય કાર્યકારિણીમાં આદિત્ય ઠાકરે, મનોહર જોશી, સુધીર જોશી, લીલાધર દાકે, સુભાષ દેસાઈ, દિવાકર રાઉત, રામદાસ કદમ, સંજય રાઉત અને ગજાનન કીર્તિકર સામેલ છે. તેમાંથી મોટા ભાગના હજુ પણ ઉદ્ધવ સાથે છે.

અન્ય સમાચારો પણ છે...