સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ કાયદા પર કડક વલણ દેખાડતા કેન્દ્ર સરકારને પૂછ્યું કે શું આ એક્ટમાં હવે કેસ નહીં નોંધાય? કોર્ટે કેન્દ્ર સરકારને 11 મે સુધીનો સમય આપ્યો છે. કોર્ટે વધુમાં કહ્યું- દેશમાં હજુ સુધી કેટલા IPC 124-A એક્ટ અંતર્ગત કેસ છે, તેમનું શું થશે? તે રાજ્ય સરકારને નિર્દેશ કેમ નથી આપતા કે જ્યાં સુધી આ કાયદાને લઈને પુનર્વિચાર પ્રક્રિયા પૂરી નહીં થાય ત્યાં સુધી 124A અંતર્ગતના મામલાઓને સ્થગિત રાખવામાં આવે.
કોર્ટે કેન્દ્રને પૂછ્યું- એક્ટના પુનર્વિચારને લઈને કેટલો સમય લાગશે?
સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્રને પૂછ્યું કે પુનર્વિચાર પ્રક્રિયામાં કેટલો સમય લાગશે? જેના પર કેન્દ્ર તરફથી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે હું આ પ્રશ્નનો સટીક ઉત્તર આપવામાં સક્ષમ નથી. તેમને કોર્ટને જણાવ્યું કે પુનર્વિચાર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ આ સાથે જ કહ્યું કે દેશની એકતા અખંડતાને ધ્યાનમાં રાખતા કેન્દ્રએ દેશદ્રોહ કાયદા પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ દંડની જોગવાઈ નહીં હટાવવામાં આવે, કેમકે કોઈ એવું ન કહી શકે કે દેશ વિરૂદ્ધ કામ કરનારાઓને દંડ ન આપવો જોઈએ.
હનુમાન ચાલીસા વાંચવા પર દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યોઃ કોર્ટ
સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ કાયદાના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને નવનીત રાણાનો મામલો ઉઠાવ્યો. કોર્ટે કહ્યું કે અર્ટોની જનરલે પોતે કહ્યું હતું કે હનુમાન ચાલીસા વાંચવાને લઈને દેશદ્રોહનો કાયદો લગાડવામાં આવી રહ્યો છે.
કેન્દ્રએ કહ્યું હતું- દેશદ્રોહના કાયદા પર પુનર્વિચાર કરીશું
દેશદ્રોહ કાયદાના કેસમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને IPCની કલમ 124Aની જોગવાઈ પર વિચાર અને તપાસ કરવાની વાત કરી હતી. કેન્દ્રએ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં કોર્ટને અપીલ કરવામાં આવી હતી કે આ મામલે સુનાવણી ત્યાં સુધી ન કરવામાં આવે જ્યાં સુધી સરકાર તપાસ ન કરી લે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.