કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં છત્તીસગઢનો મુદ્દો વગાડી-વગાડીને ઉઠાવવામાં આવી રહ્યો છે. એક દિવસ પહેલાં હરિયાણામાં પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન રાહુલ ગાંધીની સામે સામાજિક કાર્યકર્તા સોની સોરીના ઘરની વીજળી કાપવાનો મુદ્દો ઊઠ્યો છે. જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ જાતે છત્તીસગઢ જઇને આવા મામલાને જોશે. રાહુલ ગાંધીની સામે મુદ્દો આવ્યા બાદ પ્રશાસન પણ હરકતમાં આવ્યું. પ્રશાસને સાંજ સુધીમાં સોની સોરીના ઘરની વીજળીનું કનેક્શન ફરીથી જોઇન્ટ કરી દીધું.
સામાજિક કાર્યકર્તા સોની સોરીને સરકારે પોલીસ સુરક્ષા આપી રાખી છે. ગયા મહિને તેમના ઘરની વીજળી કાપી નાખવામાં આવી હતી. વીજળી કંપની તરફથી કહેવામાં આવ્યું કે વીજળીનું બિલ બાકી હોવાને કારણે આ કરવામાં આવ્યું છે. ભારત જોડો યાત્રા દરમિયાન કુરુક્ષેત્રમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે આ મામલો ઉઠાવ્યો. જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, પહેલી વાત તો એ છે કે જે સવાલ તમે મને પૂછ્યો તે નરેન્દ્ર મોદીજીની પૂછી શકો છો? બીજી વાત એ છે કે દેશની જનતાને વિભાજિત કરી તેમનામાં નફરત ફેલાવામાં આવી રહી છે. હિન્દુ-મુસ્લિમ અને અલગ-અલગ જાતિના લોકોને લડાવવામાં આવે છે. શું કોંગ્રેસ પાર્ટી ક્યારેય આવું કરે છે. શું કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય એ કહ્યું કે એક જાતિની વ્યક્તિએ બીજી જાતિની વ્યક્તિની હત્યા કરવી જોઇએ?
કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય કહ્યું કે એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવવો જોઇએ. ક્યારેય નથી કહ્યું, હિસ્ટ્રીમાં ક્યારેય નથી કહ્યું. ત્રીજી વાત એ છે કે ત્યાં આગળ ડરનો જે માહોલ છે તેની બાબતમાં તમે અમને બતાવ્યું છે. તેને અમે જઇને જાઇશું. જો ત્યાં તેના વિશે બોલી શકીશું તો બોલશું. જો ત્યાં કંઇક ખોટું થઇ રહ્યું હશે છે તો હું પર્સનલી જઇને જોઇને મારો અભિપ્રાય રાખીશ. મેઇન વાત એ છે કે દેશમાં જે નફરત ફેલાવવામાં આવી રહી છે, જે હિંસા થઇ રહી છે તે છત્તીસગઢ સરકાર પોલિસી મુજબ નથી કરતી. ત્યાં આગળ ઇશ્યુઝ છે. ત્યાં આગળ લેન્ડ એક્વીઝિશનના ઇશ્યું છે, ત્યાં ટેન્શન છે પરંતુ અમારી પોલિસી એવી નથી. આ યાત્રા પછી હું પર્સનલી ત્યાં જઇશ. આ વાતને સમજવાની કોશિશ કરીશ. જો ત્યાં કોઇ કમી હશે તો તેને સુધારીશું.
નક્સલિયોની મદદગાર બનીને પોલીસે પકડ્યા હતા, જતી રહી નોકરી
સોની સોરી આદિવાસી સામમાજિક કાર્યકર્તા છે. તે એક સ્કૂલમાં શિક્ષિકા હતી. વર્ષ 2011માં દંતેવાડા પોલીસે તેની નક્સલીઓની મદદ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. આરોપ હતો કે પાલનાર ગામના સાપ્તાહિક બજારમાં સોની સોરી અને તેનો ભત્રીજો લિંગારામ કોડોપી એસ્સાર કંપની તરફથી લેવીના 15 લાખ લેવા આવ્યાં હતાં. આ રકમ તેમણે નક્સલવાદીઓ સુધી પહોંચાડવાની હતી. પોલીસે ત્યાં જ પકડી લીધાં, ત્યાં એસ્સારના ઠેકેદાર અને મેનેજરને 15 લાખ રૂપિયાની સાથે પકડવામાં આવ્યા. પોલીસ હિરાસતમાં સાની સોરીને ઘણી યાતનાઓ આપવામાં આવી હતી. વર્ષ 2014માં સર્વોચ્ચ ન્યાયાલયે તેમને જામીન આપ્યા. ત્યાર બાદ સોની માનવાધિકાર ઉલ્લંઘનના મામલામાં મુખ્ય અવાજ બની ગઇ. ગયા વર્ષે એનઆઇએની એક અદાલતે સોની સોરીને આ મામલામાં છોડી મૂકી.
વિરોધમાં વીજળી બિલ આપવાનું બંધ કર્યું છે
જણાવવામાં આવી રહ્યું છે કે સોની સોરી નિર્દોષ જાહેર થયા બાદ સરકાર પાસે પોતાની નોકરી પાછી માગી રહી છે. આના વિરોધમાં તેમણે સરકારને વીજળી બિલ વગેરેનાં ચૂકવણાં બંધ કરી દીધાં છે. છેવટે તેમણે ફેબ્રુઆરી 2022માં વીજળી બિલ ભર્યું હતું. ત્યાર બાદ તેમણે કોઇ બિલ ભર્યું નથી. કહેવાય છે કે તેમનું બાકી બિલ 25 હજાર રૂપિયા થઇ ગયું છે. ગયા મહિને કંપનીએ તેમનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. હવે તેમને 15 દિવસમાં બિલ ભરવાની નોટિસ આપીને કનેક્શન જોડી આપ્યું છે.
ભારત જોડો યાત્રામાં હસદેવનો મુદ્દો પણ ઊઠ્યો છે
ગયા મહિને પદયાત્રા દરમિયાન સરગુજાના હસદેવ પર જંગલમાં ખનનનો મામલો કેટલીય વાર ઊઠ્યો. હસદેવ બચાઓ આંદોલનના કાર્યકર્યાઓએ રાહુલ ગાંધીની સાથે મુલાકાત કરી પોતાની વાત રજૂ કરી. ઘણા પત્રકારોએ પણ આદિવાસી અધિકારો અને વિસ્થાપન પર સવાલ ઉઠાયા. તે સમયે રાહુલ ગાંધીએ કહ્યું હતું, આ મામલામાં કાયદાનું પાલન કરવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.