રાહુલ ગાંધી બોલ્યા-મારી માતા તરત અરીસો દેખાડે છે:બાળપણમાં પૂછ્યું હતું , શું હું સુંદર છું? માતા બોલી- નહીં ઠીકઠાક છો...

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રા પર છે. આ દરમિયાન તેમણે પોતાના એક પર્સનલ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે જ્યારે હું બાળક હતો, તો એકવાર મારી માતા સોનિયા ગાંઘીને પૂછ્યું કે શું સુંદર છું. આના પર પહેલા મારી માતાએ મને જોયો અને કહ્યું-નહીં, ઠીકઠાક છો. રાહુલએ કહ્યું કે ત્યારથી મારા મગજમાં એ બેસી ગયું કે હું એવરેજ દેખાઉ છું.

તેમણે આગળ કહ્યું- મારી માતા આવી જ છે. તે તરત અરીસો દેખાડી દે છે. મારા પિતા પણ એવા જ હતા. મારો આખો પરિવાર આવો જ છે. કોઇ વાતને વધારીને નથી કહેતો. જો તમે કંઇ કહેશો તો તેઓ તમારો સચ્ચાઇથી સામનો કરાવી દે છે. રાહુલે પોતાના ઇન્ટરવ્યૂની લિંક સોશિયલ મીડિયા પર શેર કરી છે.

મારા મિત્રો મને જૂતાં મોકલો છે, બીજેપીવાળા મારા પર જૂતાં ફેંકે છે
રાહુલે રવિવારે એક યૂટ્યૂબર સમદીશ ભાટિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના બાળપણની કહાની સંભળાવી. ઇન્ટરવ્યૂ દરમિયાન રાહુલે પોતાની જીવનશૈલી વિશે વાત કરી. તેમણે કહ્યું કે મોટાભાગે તેઓ પોતાનાં જૂતાં જાતે ખરીદે છે, પરંતુ હવે તેમની માતા અને તેમની બહેન તેમના માટે જૂતાં ખરીદે છે. રાહુલે બતાવ્યું કે રાજનીતિમાં તેના કેટલાક દોસ્ત પણ છે, તેઓ તેમને જૂતાં મોકલે છે. જ્યારે યૂટ્યૂબરે તેમને પૂછ્યું કે ભાજપવાળા પણ જૂતાં મોકલે છે, તેના પર તેમણે કહ્યું- નહીં નહીં, તેઓ માત્ર મારા પર જૂતાં ફેંકે છે.

રવિવારે રાહુલ ગાંધીની ભારત જોડ યાત્રામાં પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક અમોલ પર્રિકર અને તેમની પત્નીએ પણ ભાગ લીધો હતો.
રવિવારે રાહુલ ગાંધીની ભારત જોડ યાત્રામાં પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક અમોલ પર્રિકર અને તેમની પત્નીએ પણ ભાગ લીધો હતો.

તેમને જ્યારે પૂછવામાં આવ્યું રાહુલ ગાંધીને ટહેલતાં જોવા માટે ભીડ ઊમટે છે. તેના પર તેમણે કહ્યું કે તેઓ વ્યક્તિગત રૂપે નેતાઓને ભગવાનના રૂપમાં માનવાની પ્રવૃત્તિને પસંદ નથી કરતા.

યૂટ્યૂબરે પૂછ્યું- લોકો તમારા તરફથી આશા રાખે છે? રાહુલ બોલ્યા- હું આને એક સંબંધના રૂપમાં જોઉં છું
યૂટ્યૂબરે પૂછ્યું કે શું તમે રાત્રે સારી રીતે નિંદર માણો છો, એ જાણીને આટલા બધા લોકો તમારી આશા રાખે છે? એ સવાલના જવાબમાં રાહુલે કહ્યું- હું આશાના રૂપે નથી જોતો, તમે તેને એક આશાના રૂપમાં જુઓ છો. હું આને સંબંધની રીતે જોઉં છું. મારા મનમાં તેમના માટે પ્યાર અને સ્નેહ છે અને મારા માટે તેમના મનમાં પણ એવું જ છે.

રાહુલ બોલ્યા-વનવાસી હવાઇ જહાજમાં નથી ઊડી શકતા

આ તસવીર 18 નવેમ્બરની છે. મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ પણ ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. (ફોટો- @bharatjodo, Twitter)
આ તસવીર 18 નવેમ્બરની છે. મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ પણ ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. (ફોટો- @bharatjodo, Twitter)

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રવિવારે મહારાષ્ટ્રના જલગાંવના બુલઢાણા પહોંચી હતી. ત્યાં એક સભાને સંબોધતા રાહુલે કહ્યું કે પ્રધાનમંત્રીએ આદિવાસીઓ માટે વનવાસી શબ્દનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું- આ બંને શબ્દોનો મતલબ બિલકુલ અલગ છે. આદિવાસી કહે છે કે તમે લોકો હિંદુસ્તાનના અસલી માલિક છો. વનવાસી કહે છે કે તમે જંગલમાં રહો છો? એનો મતલબ કે વનવાસી શહેરમાં નથી રહી શકતા. વનવાસી હવાઇ જહાજમાં નથી ઊડી શકતા. તેમનો દીકરો એન્જિનિયર નથી બની શકતો, તેમની દીકરી ડોક્ટર નથી બની શકતી.

અન્ય સમાચારો પણ છે...