દિલ્હીના દ્વારકા ટર્ન પર કારે વર્તાવ્યો કેર:ASIની ગાડીએ PCR વાન સહિત 6 ગાડીઓને ટક્કર મારી, 5 ઘાયલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હી પોલીસના એક ASIએ મંગળવાર રાત્રે દ્વારકા ટર્ન પર પોલીસની જ PCR વાનને ટક્કર મારી દીધી. ઘટના રાત્રે 12.30 વાગે બની. જ્યાં ASIની ગાડીએ 5 ગાડીઓને ટક્કર મારી દીધી. આ દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે.

દિલ્હી પોલીસે રેડ સિગ્નલ પર ગાડીઓને ટક્કર મારવાના આરોપમાં મામલો નોંધ્યો છે. દુર્ઘટના સમયે તેઓ પર્સનલ કારમાં હતા.

પોલીસે બ્લડ સેમ્પલ પણ લીધું
મામલો નોંધીને પોલીસે આરોપી ASIનું બ્લડ સેમ્પલ પણ લીધું, જેથી લોહીમાં આલ્કોહોલની માત્રાની જાણ થઇ શકે. આનાથી એ સાફ થઇ જશે કે ગાડી ચલાવતી વખતે તેઓ નશામાં હતા કે નહીં. બધા ઘાયલોનો પ્રાથમિક ઉપચાર કરાવ્યો.

અન્ય સમાચારો પણ છે...