• Gujarati News
  • National
  • Ashraf Involved In Bomb Blast Outside Delhi High Court, Spent 2 Years In Rajasthan Disguised As A Fakir

પાકિસ્તાની આતંકીનો ખુલાસો:દિલ્હી હાઇકોર્ટ બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટમા સામેલ હતો અશરફ, 2 વર્ષ રાજસ્થાનમાં ફકીરના વેશમાં રહ્યો હતો

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • અશરફે અનેક વખત દિલ્હી હાઇકોર્ટની રેકી કરી હોવાની વાત સ્વીકારી

રાજધાની દિલ્હીના લક્ષ્મીનગરમાંથી પાકિસ્તાની આતંકી મોહમ્મદ અશરફ કેસમાં નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તે 2011મા દિલ્હી હાઇકોર્ટની સામે થયેલ બોમ્બ બ્લાસ્ટમાં સામેલ રહ્યો હતો. તેની પૂછપરછમા તેને આ બ્લાસ્ટને અંજામ આપવા પહેલા અનેક વખત દિલ્હી હાઇકોર્ટની રેકી કરી હોવાની વાત સ્વીકારી છે.

અશરફે દિલ્હી પોલીસ હેડક્વાર્ટર અને ISBTની પણ રેકી કરી હતી. આતંકી જણાવ્યુ હતું કે જમ્મુ-કાશ્મીરમા તેની સામે આતંકીઓએ અનેક વખત સેનાના જવાનોનું અપહરણ કર્યું. થોડા દિવસ સુધી તેને બંધક બનાવીને રાખ્યા અને બાદમાં હત્યા કરી હતી.

અશરફનું રાજસ્થાન કનેકશન
અશરફ 2005-2006માં આશરે દોઢ વર્ષ રાજસ્થાનના અજમેરમાં રહ્યો હતો. અહીં તેણે સફાઈ કરીને સમય પસાર કર્યો હતો. એક પીર-ફકીર બનીને તેણે ઘણા વિસ્તારોની રેકી કરી હતી. આતંકવાદીનું સંચાલન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI કરી રહી હતી. તેના હેન્ડલરનું કોડ નામ નાસીર હતું.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહા તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ પકડવામાં આવેલા આરોપી મોહમ્મદ પાસેથી અનેક નકલી આઈડી કાર્ડ મળ્યા છે. તેમાંથી એક અહમદ નુરીનું આઈડી હતું. તેના દ્વારા ભારતીય પાસપોર્ટ પણ લઈ લીધો હતો. થાઈલેન્ડ અને સાઉદી અરબની મુસાફરી પણ કરી હતી. ડૉક્યુમેન્ટ માટે ગાઝિયાબાદમા એક ભારતીય મહિલા સાથે લગ્ન પણ કર્યા હત. તેની પાસે બિહારનું આઈડી કાર્ડ હતું.

ISIના સંપર્કમા આવવાની અશરફની કહાની
અશરફ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના સંપર્કમા 2001માં આવ્યો હતો. તે પાકિસ્તાનના પંજાબના નરોવાલ જિલ્લાના કોટલી સિદ્ધવાન ગામમાં રહેતો હતો. અશરફના માતા-પિતાનું તે સમયે જ મૃત્યુ થયું હતું. અશરફના ભાઈ અને 3 બહેનોની સંભાળ તેણે પોતે કરવી પડતી હતી. આ દરમિયાન અચાનક જ તેના પરિવારને આર્થિક મદદ મળવા લાગી હતી. પરંતુ તેને ક્યારેય ખબર ન પડી કે આ રૂપિયા કોણ મોકલતું હતું. સતત 2 વર્ષ આવું થતું ગયું. ત્યાર બાદ અશરફન પણ જેહાદ તરફી ઢળી ગયો હતો અને તે ISI માટે કામ કરવા લાગ્યો હતો.

સિલીગુડીના રસ્તેથી આવ્યો ભારત
અશરફની તાલીમ 2003માં શરૂ થઈ હતી. તેને નસીર (કોડ) નામ આપવામાં આવ્યું હતું. 2004માં તાલીમ પૂર્ણ કર્યા પછી, તેને બાંગ્લાદેશની રાજધાની ઢાકા મોકલવામાં આવ્યો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર અશરફ પશ્ચિમ બંગાળમાં સિલીગુડી થઈને ભારત પહોંચ્યો હતો. આ દરમિયાન તેને હથિયાર પણ આપવામાં આવ્યા ન હતા અને શાંત રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તે થોડા દિવસો માટે કોલકાતામાં રહ્યો. તે પછી અજમેર ગયો હતો.

AK-47, હેન્ડ ગ્રેનેડ અને 50 રાઉન્ડ ગોળીઓ મળી આવી હતી
સ્પેશિયલ સેલના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પ્રમોદ કુશવાહાએ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે 9.20 વાગ્યે અશરફની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં અશરફ સ્લીપર સેલ તરીકે કામ કરવા માટે કોઈ મોટું ષડયંત્ર ઘડી રહ્યો હતો. તેઓ દિલ્હીમાં રહીને પીર મૌલાના તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યો હતો.

તેણે બનાવટી દસ્તાવેજો દ્વારા ભારતીય ઓળખ કાર્ડ મેળવ્યું હતું. તે બિહારમાં બનાવવામાં આવ્યું હતું. અશરફ પાસેથી ઘણા નકલી આઈડી મળી આવ્યા છે. આમાંથી એક અહમદ નૂરી નામથી બનાવવામાં આવ્યું હતું. તેણે દસ્તાવેજો ખાતર ગાઝિયાબાદની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. પોલીસે તેની પાસેથી AK-47 રાઇફલ, એક મેગેઝિન, એક હેન્ડ ગ્રેનેડ અને બે પિસ્તોલ સાથે 50 રાઉન્ડ ગોળીઓ સાથે જપ્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...