તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 'Asha' Was Written On One Hand And 'Tulsi' On The Other; In The Video, The Song Was Sung "Chhori Tumse Kah Diya Tha Marenge 10 Days Ago"

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 ભાઈની ટ્રેન આગળ કૂદી આત્મહત્યા:એકના હાથ પર 'આશા' અને બીજા પર 'તુલસી' લખ્યું હતું; વીડિયોમાં કહ્યું-"છોરી તુમસે 10 દિન પહલે કહ દિયા થા મરેંગે"

બૂંદીએક મહિનો પહેલા
બન્ને યુવકના હાથ પર નામ લખવામાં આવેલા હતા

બૂંદી જિલ્લાના કેશવરાયપાટનમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીં રવિવારે મોડી રાત્રે બે ભાઈઓએ એક સાથે ટ્રેનની આગળ કુદીને આત્મહત્યા કરી લીધી. બન્ને પિત્રાઈ ભાઈઓ હતા. સોમવારે સવારે ટ્રેક પરથી તેમના ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યા હતા.

પ્રાથમિક તપાસના આધાર પર પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના પ્રેમ પ્રકરણ સાથે સંકળાયેલ છે. બન્નેએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

આ ઘટના ગુડલા નજીક દિલ્હી-મુંબઈ રેલવે લાઈન પરની છે. રેલવે ટ્રેક પર જ્યાથી બન્નેના મૃતદેહ મળ્યા હતા. તેમની નજીકથી બાઈક પણ મળી આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે બન્ને યુવક મહેન્દ્ર અને દેવરાજ બાઈકથી ટ્રેક પર આવ્યા, ત્યારબાદ બન્ને એક સાથે ટ્રેનની આગળ કૂદકો લગાવી આત્મહત્યા કરી લીધી.

બન્ને મૃતક દેવ અને મહેન્દ્ર
બન્ને મૃતક દેવ અને મહેન્દ્ર

બન્નેએ મરતા પહેલા બનાવ્યો વીડિયો
બન્નેએ મરતા પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો. જેમા તેમણે કહ્યું કે અમારી ઉપર મરવાનું કોઈ જ દબાણ નથી. બસ યોગ્ય લાગી રહ્યું નથી, માટે મરવા જઈ રહ્યા છીએ. અમારી ઉપર એકબીજાનું કોઈ જ પ્રેસર નથી. અમારા ગયા બાદ કોઈની સાથે લડતા પણ નહીં.અન્યથા અમારા આત્મા પણ દુખી થશે. ઘરના લોકો પણ વધારે દુખી ન થતા. શાંતિથી રહેશો. ગમે ત્યારે તો જવાનું જ હતું.

ગીત ગાતા બોલ્યા- "છોરી તુમસે 10 દિન પહલે કહ દિયા થા મરેંગે"
આ સાથે બન્નેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જે કેટલાક દિવસ અગાઉનો હોવાનું માનવામાં આવે છે. જેમાં બન્ને યુવકો ગીત ગાતા કહી રહ્યા છે કે- ''છોરી તુમસે 10 દિન પહેલ કહ દિયા થા મરેંગે"

ઘટના સ્થળ પરથી બાઈક મળ્યુ
ઘટના સ્થળ પરથી બાઈક મળ્યુ

કોઈ યુવતીના પ્રેમમાં હતા
બન્ને મૃતકો દબલાના પોલીસ સ્ટેશન હેઠળ ગામ કેશવપુરના રહેવાસી હતા. જે રીતે એકના હાથ પર આશા અને બીજાના હાથ પર તુલસી લખેલુ મળ્યું છે, તેના આધાર પર એવી આશંકા દર્શાવવામાં આવે છે કે બન્ને બે યુવતીના પ્રેમમાં હતા. કોઈ વાતને લઈ વિવાદ અથવા કોઈ એવી ઘટના બની હશે કે જેને લીધે બન્નેએ એક સાથે જીવ આપી દીધો. અત્યારે મૃતકો પાસેથી મળેલા મોબાઈલ પરથી પોલીસે પરિવારજનોને જાણકારી આપી છે અને આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો, પડોશીઓની પણ પૂછપરછ
પોલીસે બન્ને મૃતકોના મોબાઈલ જપ્ત કર્યાં છે. મોબાઈલના આધારે સુસાઈડ પાછળનું કારણ જાણી શકાશે. બન્ને ભાઈ જ્યાં રહેતા હતા ત્યાં પણ પડોશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ક્ષતિગ્રસ્ત મૃતદેહ
ક્ષતિગ્રસ્ત મૃતદેહ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો