• Gujarati News
  • National
  • Asaram, Lodged In Jodhpur Jail, Admitted To AIIMS ICU, Has Been In Critical Condition For Last 5 Days

સ્વાસ્થ્ય કથળ્યું:જોધપુર જેલમાં બંધ આસારામ બાપુને એઈમ્સના ICUમાં દાખલ કરાયા, છેલ્લા 5 દિવસથી તબિયત કથળેલી હતી

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના જોધપુરના કેન્દ્રીય કારાવાસમાં યૌન શોષણના આરોપ હેઠળ આજીવન કારાવાસની સજા કાપી રહેલા આસારામ બાપુને આજે નિયમિત તપાસ માટે જોધપુર એઈમ્સ લઈ જવામાં આવ્યા હતા. તપાસ માટે એઈમ્સના જનરલ ICUમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે.

આસારામ બાપુના સ્વાસ્થ્યની તપાસમાં તેમના લીવરમાં એન્ઝાઈમ વધેલું માલુમ પડ્યું છે. આ ઉપરાંત યુરિન ઈન્ફેક્શન પણ વધેલું જોવા મળ્યું છે. તેને પગલે છેલ્લા 5 દિવસથી આસારામને તાવ આવી રહ્યો હતો.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને એઈમ્સના ડોક્ટરોની ટીમે જનરલ ICUમાં ઓપરેશન માટે દાખલ કર્યાં છે. જ્યાં આસારામના વધુ કેટલાક ટેસ્ટ કરવામાં આવશે.

મોટી સંખ્યામાં આશારામ બાપુના ભક્તો એઈમ્સ નજીક ઉમટી પડ્યા
આસારામ બાપુને આગામી 48 કલાક સુધી તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. તેમને શનિવારે સવારે 11 વાગે જેલની બહાર લઈ જતા પહેલા તેમના ભક્તોને જાણકારી મળતા મોટી સંખ્યામાં એઈમ્સ પરિસરની આજુબાજુ એકત્રિત થઈ ગયા હતા. જેમને નિયંત્રિત કરવામાં પોલીસ કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રત્યેક મહિને સામાન્ય તપાસ માટે હોસ્પિટલ લાવવામાં આવે છે
અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ બાપુને યુરિન સહિત અનેક અન્ય સમસ્યાઓ છે, જેની સારવાર જોધપુર સ્થિત એઈમ્સના ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહી રહી છે. તેને પગલે આસારામ બાપુને મહિનામાં એક અથવા બે વખત નિયમિત તપાસ માટે હોસ્પિટલ લાવવામાં આવે છે.