તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Union President Says Anti Hindutva Lynching, AIMIM Chief Says Hate Is A Gift Of Hindutva

ભાગવત પર ઓવૈસી બાદ માયાવતીનો પ્રહાર:સંઘ-પ્રમુખે કહ્યું હતું- લિન્ચિંગ કરનારા હિન્દુત્વવિરોધી; માયાવતીએ કહ્યું- તેમનું નિવેદન મુખમાં રામ, બગલમાં છુરી જેવું

નવી દિલ્હી23 દિવસ પહેલા
 • દિગ્વિજય સિંહે ટિપ્પણી કરતાં લખ્યું, આ વિચાર શું તમે પોતાના શિષ્યોને પણ આપશો?
 • AIMIMના ચીફે કહ્યું- આ નફરત હિન્દુત્વની દેણ છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના પ્રમુખ મોહન ભાગવતના હિન્દુત્વ અને લિન્ચિંગના નિવેદન પર AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી બાદ BSP પ્રમુખ માયાવતીએ વળતો જવાબ આપ્યો છે. માયાવતીએ કહ્યું કે મોહન ભાગવતે ધર્મ અંગે જે નિવેદન આપ્યું હતું તે મુખમાં રામ, બગલમાં છુરી જેવું છે. તેમના નિવેદન પર કોઈ વિશ્વાસ કરશે નહીં. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ સોમવારે સોશિયલ મીડિયા પર લખ્યું, RSSના ભાગવતે કહ્યું હતું કે લિન્ચિંગ કરનારા હિન્દુત્વવિરોધી છે.

માયાવતીએ ધર્માંતરણ મુદ્દે કહ્યું કે બળજબરી પૂર્વક અને લાલચ આપીને ધર્માંતકરણ કરાવવું યોગ્ય નથી. આવા લોકો સામે કડક પગલાં ભરવા જોઇએ. માયાવતીએ કહ્યું કે RSS પ્રમુખે ગઈકાલે જે નિવેદન આપ્યું હતું તે લોકોને વિશ્વાસપાત્ર લાગતું નથી. માયાવતીએ RSS, BJP એન્ડ કંપની તથા તેમની સરકારની સંકુચિત માનસિકતા અંગે ઘટસ્ફોટ કર્યો. તેણે કહ્યું કે જ્યાં સુધી તેઓ સર્વ સમાજ કલ્યાણ અંગે નહીં વિચારે ત્યાં સુધી મુસ્લિમ સમાજ તેમના પર વિશ્વાસ મૂકી શકશે નહીં.

ધર્માંતરણ પર ટિપ્પણી કરી

 1. દેશમાં લોભ-લાલચ અને ડરાવી-ધમકાવી ધર્મ પરિવર્તન કરાવવું અયોગ્ય છે.
 2. આવા કેસમાં યોગ્ય તપાસ આદરી કડક કાર્યવાહી હાથ ધરવી જોઇએ.
 3. જો આ દેશ વિરોધી ષડયંત્ર હશે તો લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ.

ધર્માંતરણ મુદ્દે હિંદુ-મુસ્લિમ કરવું યોગ્ય નથી- માયાવતી
માયાવતીએ વધુમાં કહ્યું હતું કે ધર્માંતરણ કેસની સહાયતાથી હિંદુ-મુસ્લિમનો મુદ્દો ઊભો કરવો યોગ્ય નથી. આ તમામ ઘટનાક્રમમાં મુસ્લિમ સમાજ પર નિશાન સાધવુ ના જોઇએ. BSP આનો જોર-શોરથી વિરોધ કરશે. માયાવતીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પણ નિશાન સાધતા કહ્યું કે ધર્મ પરિવર્તનના કેસનો ઉલ્લેખ કરીને આ ષડયંત્ર ચાલી રહ્યું છે તો આટલા લાંબા સમયથી આપણા દેશની ગુપ્તચર એજન્સીઓ શું કરી રહી હતી?

ઓવૈસીનો વળતો પ્રહાર
હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ વધુમાં જણાવ્યું હતું કે આ અપરાધીઓને ગાય અને ભેંસનો તફાવત ખ્યાલ નહિ હોય, જોકે હત્યા કરવા માટે જુનૈદ, અખલાક, પહલુ, રકબર, અલીમુદ્દીનનાં નામ જ પૂરતાં હતાં. આ નફરત હિન્દુત્વની દેણ છે. આ ગુનેગારોને હિન્દુત્વવાદી સરકારનું સમર્થન છે.

ભાગવતના નિવેદન પર ઓવૈસીનો વળતો જવાબ
તેમણે લખ્યું, કાયરતા, હિંસા અને કતલ કરવી ગોડસની હિન્દુત્વવાળી વિચારનો અભિન્ન હિસ્સો છે. મુસલમાનોનું લિન્ચિંગ પણ આ વિચારનું પરિણામ છે. અખલાકના હત્યારાઓ પર તિરંગો લગાવવામાં આવે છે. આસિફને મારનારાઓના સમર્થનમાં મહાપંચાયત બોલાવવામાં આવી છે, જ્યાં ભાજપના પ્રવક્તા પૂછે છે કે શું અમે મર્ડર પણ ન કરી શકીએ?

દિગ્વિજયે કર્યો કટાક્ષ
આ દરમિયાન કોંગ્રેસનેતા દિગ્વિજય સિંહે પણ ભાગવત પર ટિપ્પણી કરી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું- મોહન ભાગવતજી, આ વિચાર શું તમે તમારા શિષ્યો, પ્રચારકો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓને પણ આપશો? શું તમે આ શિક્ષા મોદી-શાહજી અને ભાજપના મુખ્યમંત્રીઓને પણ આપશો? જો તમે પોતાના વ્યક્ત કરાયેલા વિચારો પ્રત્યે ઈમાનદાર છો તો ભાજપમાં બધા નેતા જેમણે નિર્દોષ મુસલમાનોને હેરાન કર્યા છે તેમને પોતાના હોદ્દા પરથી તાત્કાલિક હટાવવાના નિર્દેશ આપો.

ભાગવતના આ નિવેદન પર બબાલ
ભાગવતે રવિવારે એક બુક લોન્ચિંગ દરમિયાન કહ્યું હતું કે જો કોઈ હિન્દુ કહે છે કે મુસલમાન અહીં ન રહી શકે, તો તે હિન્દુ નથી. ગાય એક પવિત્ર પ્રાણી છે, જોકે જે એના નામે બીજાને મારે છે તે હિન્દુત્વની વિરુદ્ધ છે. આવા કેસમાં કાયદાએ પોતાનું કામ કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે તમામ ભારતીયોના DNA એક છે, પછી તે ભલે કોઈપણ ધર્મનો હોય.

પૂર્વ PM નરસિમ્હા રાવના સલાહકારની બુકનું લોન્ચિંગ
સંઘ-પ્રમુખે ગાઝિયાબાદમાં પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના સલાહકાર રહેલા ડો. ખ્વાજા ઈફ્તિખારની બુક વૈચારિક સમન્વય-એક વ્યવહારિક પહેલને લોન્ચ કરી. આ બુકમાં અયોધ્યા-બાબરી વિવાદ પર મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

ડો.ખ્વાજાએ લખ્યું છે કે જો કોઈ નેતા અને બુદ્ધિજીવી યોગ્ય રીતે આ મુદ્દે વાતચીત કરી લેત તો આ વિવાદ પહેલા જ શાંત પડી ગયો હોત. જો વાતચીતથી એનું સમાધાન મળત તો મુસલમાનોને ઘણુંબધું મળી શક્યું હોત. ડો.ઈફ્તિખાર અયોધ્યાના રામ મંદિર વિવાદમાં બનાવવામાં આવેલી અટલ હિમાયત કમિટીના અગ્રણી સભ્ય રહ્યા છે.

બુકમાં શું છે?

 • બુકમાં છેલ્લાં 100 વર્ષ(1920-2020)ની અંદર દેશમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 • બુકમાં રામ જન્મભૂમિ વિવાદનો કિસ્સો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે દેશના મુસ્લિમોએ સુપ્રીમ કોર્ટના આદેશનો સ્વીકાર કર્યો.
 • પૂર્વ PM રાજીવ ગાંધી, પૂર્વ PM પીવી નરસિમ્હા રાવે એ સમયે લીધેલા નિર્ણયોનું ઉદાહરણ આપવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...