તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • As The Second Wave Weakens, The Threat Of A Third Wave Is Looming Over India. Find Out What Is The Situation In Other Asian Countries.

એશિયામાં કોરોનાની સ્થિતિ:બીજી લહેર નબળી પડતાંની સાથે જ ભારત પર ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો, જાણો શું છે અન્ય એશિયન દેશોની હાલત

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારત સહિત સમગ્ર એશિયાખંડમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનું જોખમ વધી રહ્યું
  • ઇન્ડોનેશિયામાં ડેલ્ટા વેરિયન્ટને કારણે લોકડાઉન લંબાવાયું

ભારતમાં ભલે કોરોના મહામારીની બીજી લહેર નબળી પડી રહી હોય, પરંતુ એશિયા ખંડમાં હજી પણ એવા ઘણા દેશો છે જ્યાં સંક્રમણ વધી રહ્યું છે. જો કે, એ પણ એક સત્ય છે કે અત્યાર સુધી ભારતમાં જ એશિયાના સૌથી વધુ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

જો આપણે કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે તે વિશે વાત કરીશું, તો સમગ્ર એશિયામાં તેની ગતિ ધીમી છે. આ સાથે, ભારત સહિત સમગ્ર ખંડમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનું જોખમ વધી રહ્યું છે. ભારતમાં જ આ વેરિયન્ટથી સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પણ દેશમાં ખતરાની ઘંટડી વગાડી રહ્યો છે.

WHOએ ડેલ્ટા વેરિઅન્ટ વિશે ચેતવણી આપી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ પણ તાજેતરમાં વિશ્વને કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ વિશે ચેતવણી આપી છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે ડેલ્ટા વેરિયન્ટ અન્ય વેરિયન્ટ કરતાં વધુ જોખમી છે અને વધુ સંક્રમણ ફેલાવતો હોવાની આશંકા છે. વાંચો એશિયા ખંડના 7 દેશો વિશે, જેને કોરોનાથી સૌથી વધુ ફટકો પડ્યો છે.

ભારત: એશિયામાં નંબર 1, વિશ્વમાં નંબર 2
એશિયામાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસો ભારતમાં સામે આવ્યા છે. અહીં અત્યાર સુધીમાં કુલ 3.5 કરોડ લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું છે. જેમાં 4 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. દેશમાં હવે કુલ 4.95 લાખ એક્ટિવ કેસ છે. 2.96 કરોડ લોકો રિકવર થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ વધીને 96.97% થયો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 5% ની નીચે રહે છે. હાલમાં તે 2.64% પર છે.

જો આપણે વેક્સિનેશન વિશે વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં 35 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ભારત હાલમાં ડેલ્ટા વેરિયન્ટના પડકારનો સામનો કરી રહ્યું છે. ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ કેસ 11 જૂને નોંધાયો હતો. દેશમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 50 થી વધુ કેસ નોંધાયા છે.

તુર્કી: ભારત પછી બીજો અસરગ્રસ્ત દેશ
​​​​​​​એશિયામાં ભારત પછી તુર્કીને કોરોનાથી સૌથી વધુ ફટકો પડ્યો છે. અહીં અત્યાર સુધીમાં સંક્રમણના 54.30 લાખથી વધુ કેસ નોંધાયા છે. 49,829 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 80,146 એક્ટિવ કેસ છે અને 53.05 લાખ લોકો સ્વસ્થ થયા છે.

તુર્કીમાં અત્યાર સુધી 5.12 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ડેલ્ટા વેરિયન્ટ અહીં પણ પહોંચ્યો છે. તુર્કી, ડેલ્ટા વેરિયન્ટના ભયને ધ્યાનમાં રાખીને, થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશ, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત, નેપાળ અને શ્રીલંકાથી ફ્લાઇટ્સ અને તમામ સીધી મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઈરાન: 5મી લહેર સામે લડી રહ્યો દેશ
​​​​​​​ઈરાનમાં પણ કોરોનાએ ભારે વિનાશ સર્જ્યો છે. અહીં અત્યાર સુધીમાં સંક્રમણના 32 લાખથી વધુ કેસ નોંધાયા છે. 84,516 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં હાલમાં 2.46 લાખ એક્ટિવ કેસ છે. 29 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે. ઇરાનમાં અત્યાર સુધી વેક્સિનના 57.20 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. ઈરાનમાં કોરોનાની 5મી લહેર ચાલી રહી છે. ડેલ્ટા વેરિયન્ટના કારણે ઇરાન સરકારની ચિંતા વધારી દીધી છે.

ઇન્ડોનેશિયા: ડેલ્ટા વેરિયન્ટને કારણે લોકડાઉન લંબાવાયું
એશિયા ખંડમાં ઇન્ડોનેશિયા ચોથો દેશ છે, જ્યાં કોરોનાના કેસ સૌથી વધુ જોવા મળ્યા છે. અહીં અત્યાર સુધીમાં કુલ 22.28 લાખ કેસ નોંધાયા છે. 59,534 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં ઇન્ડોનેશિયામાં​​​​​​​ 2.67 લાખ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 19.01 લાખ લોકો સાજા થઈ ગયા છે.

ઇન્ડોનેશિયામાં ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે 20 જુલાઈ સુધી દેશના ઘણા ભાગોમાં લોકડાઉન લગાવી દીધું છે. ઇન્ડોનેશિયામાં અત્યાર સુધીમાં લગભગ 4.41 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

ફિલિપાઇન્સ: 14.24 લાખ સંક્રમિત, 24,973 લોકો મૃત્યુ પામ્યા
​​​​​​​ફિલિપાઇન્સમાં અત્યાર સુધીમાં 14.24 લાખ લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું છે. 24,973 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં 55 હજારથી વધુ એક્ટિવ કેસ છે અને 13.44 લાખ લોકો સાજા થયા છે. ફિલિપાઇન્સ સરકારે કહ્યું છે કે અત્યાર સુધી દેશના કોઈપણ નાગરિકમાં ડેલ્ટા વેરિયન્ટની કોઈ કેસ નોંધાયો નથી.

ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE)થી આવતા તમામ લોકો માટે સરકારે મુસાફરી પર પ્રતિબંધ 15 જુલાઇ સુધી વધાર્યો છે. દેશમાં હવે આજ સુધી, વેક્સિનના લગભગ 1.07 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ઇરાક: વેક્સિનેશનની ધીમી ગતિએ મુશ્કેલીમાં વધારો કર્યો
​​​​​​​ઇરાકમાં અત્યાર સુધીમાં કુલ 13.59 લાખ લોકોને કોરોના વાયરસથી સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 17,256 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં હાલમાં, 87,377 એક્ટિવ કેસ છે અને અત્યાર સુધીમાં 1,255,203 લોકો સતા થઈ ગયા છે. ઇરાકમાં અત્યાર સુધીમાં વેક્સિનના 8.05 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. આ 4 કરોડની વસ્તીના 2.5% કરતા પણ ઓછા છે. એશિયા ખંડના મધ્ય પૂર્વમાં ઇરાક અને ટ્યુનિશિયામાં ડેલ્ટા વેરિયન્ટના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

પાકિસ્તાન: ડેલ્ટા વેરિયન્ટને કારણે ચોથી લહેરની ચેતવણી
એશિયા ખંડમાં કોરોના સંક્રમણના કેસમાં પાકિસ્તાન 7માં ક્રમે છે. અહીં કુલ 9.61 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. 22,379 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં હાલમાં 32,319 એક્ટિવ કેસ છે. 9.06 લાખ લોકો સ્વસ્થ થયા છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 1.63 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ડેલ્ટા વેરિયન્ટનો પહેલો કેસ પાકિસ્તાનમાં 28 મેના રોજ સામે આવ્યો હતો. બીજા અઠવાડિયામાં, દેશમાં યુએઈથી આવતા મુસાફરોમાં વધુ સંક્રમણ જોવા મળ્યું. હાલમાં તે લોકોમાં પણ આ વેરિએન્ટ મળી આવ્યો, જે અન્ય ગલ્ફ દેશોમાંથી પરત ફર્યા છે. પાકિસ્તાનમાં ડેલ્ટા વેરિયન્ટના વધુ કેસ નોંધાયા નથી. પાકિસ્તાને તેના નાગરિકોને ડેલ્ટા વેરિયન્ટને ધ્યાનમાં રાખીને ચોથી લહેરની શક્યતા વિશે પણ ચેતવણી આપી છે.

અન્ય સમાચારો પણ છે...