• Gujarati News
  • National
  • As The Panther Approached, The Dog Had A Heart Attack, Killed On The Spot, Shocking CCTV Of Jodhpur

LIVE વીડિયો:દીપડો નજીક આવતાં જ કૂતરાને હાર્ટ એટેક આવ્યો, તરફડિયા મારી મારીને મોત, જોધપુરના શૉકિંગ CCTV

22 દિવસ પહેલા

રાજસ્થાનના જોધપુરની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક દીપડો ગામમાં ઘૂસી આવ્યો હતો. જેનાં ડરથી એક કૂતરાનું હાર્ટએટેકથી મોત થયું હતું. આ સમગ્ર ઘટના શેરીમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અડધી રાતે સૂમસામ શેરીમાં બંને કૂતરા બેઠા છે અને દીપડાને જોઈને અચાનક બંને ભસવા લાગે છે. આ પછી તરત બંને શ્વાન દોડીને આગળ જાય છે અને તરત જ ઊભી પૂંછડીએ ભાગીને પાછા આવે છે. દીપડો પણ બંને કૂતરાની પાછળ આવે છે. આ દરમિયાન એક કૂતરું તરફડિયા મારવા લાગે છે અને જોતજોતામાં હાર્ટએટેકથી તેનું મોત થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...