તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • As The Heat Increased The Lower Part Of The Glaciers Weakened, The Ice Melting Faster

ચમોલીમાં શા માટે તૂટ્યો ગ્લેશિયર:અભ્યાસમાં થયો ઘટસ્ફોટ- ગરમી વધવાથી ગ્લેશિયરોની નીચેનો ભાગ નબળો પડ્યો, બરફ ઝડપથી પીગળી રહ્યો છે

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચમોલી જેવી દુર્ઘટના અંગે વૈજ્ઞાનિકોએ આઠ મહિના અગાઉ ચેતવણી આપી હતી

ઉત્તરાખંડના ચમોલીમાં રવિવારે ગ્લેશિયર તૂટવાથી ઋષિગંગા અને ધૌલીગંગા નદીઓમાં જે પૂર આવ્યાં એને લીધે ત્યાં ચાલી રહેલા પાવર પ્રોજેક્ટ અને ડેમને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત આશરે 170 લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો હોય એવી દહેશત છે

જોકે આ દુર્ઘટના કેમ સર્જાઈ? આ પ્રશ્નનો જવાબ વર્ષ 2019માં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યો છે. 21મી સદી એટલે કે વર્તમાન સમયમાં હિમાલયના ગ્લેશિયર પીગળવાની ઝડપ છેલ્લી એક સદીના અંતિમ 25 વર્ષની તુલનામાં લગભગ બમણી ગતિ થઈ ચૂકી છે, એટલે કે ગ્લેશિયરોના બરફ પીગળવામાં લાગ્યા છે.

તાપમાન વધવાથી ગ્લેશિયરોના નીચેના ભાગોને નુકસાન થઈ રહ્યું છે. એને લીધે પાણીની અછતની સાથે દુર્ઘટનાનું પ્રમાણ પણ વધશે. ચમોલી જેવી ઘટના આ સ્થિતિનો પુરાવો છે. આશરે 80 કરોડ લોકો સિંચાઈ, વીજળી અને પીવાના પાણી માટે હિમાલયના ગ્લેશિયરો પર નિર્ભર છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આગામી કેટલાક દાયકામાં તે બંધ થઈ જશે, કારણ કે આપણે મોટા પાયે ગ્લેશિયર ગુમાવી રહ્યા છીએ.

8 મહિના અગાઉ ચેતવણી આપવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂ-વૈજ્ઞાનિકોએ આશરે 8 મહિના અગાઉ આ પ્રકારની દુર્ઘટનાની શક્યતા વ્યક્ત કરી હતી. જો એ સમયે આ અંગે કાર્યવાહી થઈ હોત તો આ ઘટનાથી આપણે લોકોને બચાવી શક્યા હોત.

દેહરાદૂનસ્થિત વાડિયા ભૂ-વૈજ્ઞાનિક સંસ્થાનના વૈજ્ઞાનિકોએ ગયા વર્ષે જૂન-જુલાઈમાં એક અભ્યાસ મારફતે જમ્મુ-કાશ્મીરને કારાકોરમ સહિત સંપૂર્ણ હિમાલયી ક્ષેત્રમાં ગ્લેશિયરો દ્વારા નદીઓના પ્રવાહને અટકાવવા અને તેનાથી બનતા સરોવરના જોખમને લગતી ચેતવણી આપી હતી.

40 વર્ષની સેટેલાઈટ ઈમેજીસનું એનાલિસિસ કરવામાં આવ્યું
આ અભ્યાસ માટે ભારત,ચીન, નેપાળ અને ભુટાનથી છેલ્લા 40 વર્ષની સેટેલાઈટ ડેટા મેળવવામાં આવ્યો. તે દર્શાવે છે કે ક્લાઈમેન્ટ ચેન્જથી હિમાચલના ગ્લેશિયર ખતમ થઈ રહ્યા છે. જૂન 2019માં જર્નલ સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આપણે 2000 બાદ ગ્લેશિયર પ્રત્યેક વર્ષ દોઢ ફૂટ જેટલા ગુમાવી રહ્યા છીએ. બરફના પિગળવાની ઝડપ 1975થી 2000 સુધી સમયની તુલનામાં બે ગણી છે.

40 વર્ષમાં ગ્લેશિયરોનો ચોથા ભાગનો હિસ્સો ઓછો થયો​​​​​​
સ્ટડીને લઈ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં PHD કેન્ડિડેટ જોશુઆ મૌરરે કહ્યું કે આ સમયગાળામાં હિમાચલના ગ્લેશિયર કેટલા ઝડપથી અને ક્યાં પીગળી રહ્યા છે તે અંગે અત્યાર સુધીની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. સ્ટડીના લીડ ઓથર મૌરરે કહ્યું છે કે જોકે આ અભ્યાસને ચોક્કસ સ્તર પર ગણતરી કરી શકાય તેમ નથી, પણ એવું બની શકે છે કે છેલ્લા 40 વર્ષમાં આ ગ્લેશિયર તેમના આકારના ચોથા ભાગ સુધી ગુમાવી ચુક્યા છીએ.

અમેરિકાના જાસૂસી ઉપગ્રહોની ઈમેજનું વિશ્લેષણ
સંશોધક દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટાથી જાણવા મળ્યું છે કે બરફ પીગળવાનો સમય દરેક જગ્યાએ એક જેવો છે. તેની પાછળનું કારણ તાપમાનમાં વધારો છે. વર્ષ 1975થી 2000ની તુલનામાં 2000થી 2016માં તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું છે. આ અભ્યાસ માટે સંશોધકોએ વેસ્ટથી ઈસ્ટ તરફથી બે હજાર કિલોમીટર સુધી ફેલાયેલ 650 ગ્લેશિયરોની સેટેલાઈટ ફૂટેજનું એનાલિસિસ કર્યું. અમેરિકાના કેટલાક જાસૂસી સેટેલાઈટથી આ તસવીરો મેળવવામાં આવી હતી.

સેટેલાઈટ ઈમેજને 3D મોડલમાં પરિવર્તન
સંશોધકોએ સેલેલાઈટ ઈમેજને 3D મોડલમાં બદલવા માટે એક સિસ્ટમ બનાવી, જે સમયની સાથે ગ્લેશિયરોની બદલાતી ઉંચાઈને જોઈ શકાય છે. ત્યારબાદ આ તસવીરોને 2000થી અગાઉ ઓપ્ટિકલ ડેટા સાથે જોડવામાં આવી. તેનાથી ગ્લેશિયરની ઉંચાઈમાં આવતા પરિવર્તન સ્પષ્ટ દેખાય છે.

સીધા ગ્લેશિયરના મુખ પર બંધ બનાવશો તો આવું જ થશે
પર્યાવરણ વિદ ડૉ. અનિલ જોશી અને ગ્લેશિયર એક્સપર્ટ ડૉ. ડી.બી.ડોભાલના જણાવ્યા અનુસાર કેદારનાથ આફતના 7 વર્ષ પછી ઉત્તરાખંડના પહાડોનું ધૈર્ય ફરી એકવાર તૂટ્યું છે. આ વખતે ગ્લેશિયર તબાહી લાવ્યું છે. સીધા ગ્લેશિયરના મુખ પર બંધ બનાવશો તો આવું જ થશે. બંધ માટે અહીં સુરંગ બની રહી છે. વિસ્ફોટ કરાઈ રહ્યા છે. આશંકા છે કે વિસ્ફોટોથી પણ ગ્લેશિયરમાં તિરાડ પડી હશે. પછી ગ્લેશિયર નદીમાં પડ્યું. સરોવર થયું. સરોવર તૂટતાં જ તબાહી મચી ગઈ. બંધ નિર્માણ માટે નદી કિનારે સામગ્રી ભેગી કરાઈ હતી. આ બધી સામગ્રી પણ નદીમાં તણાતાં તબાહી વધી ગઈ. સામાન્ય રીતે ગ્લેશિયર શિયાળામાં તૂટતા નથી. આથી આ કુદરતી નહીં માનવીય ઘટના છે. નંદાદેવી સંરક્ષિત ક્ષેત્ર છે.

2019માં સ્થાનિક લોકોએ કોર્ટમાં એક અરજી કરી હતી કે જે રીતે અહીં બંધનું કામ ચાલી રહ્યું છે તેનાથી આસપાસમાં સરોવર બની રહ્યા છે. તેમાં ગમે ત્યારે પૂર આવી શકે છે. આખરે રવિવારે સવારે આ જ થયું. ગ્લેશિયરનું પાણી ઋષિગંગા નદીના રસ્તે ઝડપથી આગળ વધ્યું. સૌથી પહેલા ભારત-ચીન સરહદને જોડતો પુલ તણાઈ ગયો. પછી ઋષિગંગા વીજપ્રોજેક્ટ તબાહ થઈ ગયો. તેનું 95 ટકા કામ પૂરું થઈ ગયું હતું. અહીં કામ કરનારા 150 લોકોને બચવાનો સમય મળ્યો નહીં. તેઓ પણ તણાઈ ગયા. પૂર સ્વરૂપે આવી ચૂકેલું પાણી તપોવન વીજ પ્રોજેક્ટને તબાહ કરતું આગળ વધી ગયું. અહીં ટનલમાં કામ કરી રહેલા 16 મજૂરો ટનલમાં જ ફસાઈ ગયા. તેમને 2 કલાક પછી બચાવી લેવાયા. પરંતુ ઋષિગંગા ખાતેથી લાપતા થયેલા લોકોમાંથી માત્ર 10 લોકોના મૃતદેહ મળી શક્યા છે. તપોવનમાં તબાહી પછી પૂરનું જોર ઘટી ગયું.

2013માં કેદારનાથ દુર્ઘટના પછી સુપ્રીમકોર્ટના આદેશને કારણે ઉત્તરાખંડમાં એક કમિટી બની હતી. તેણે રાજ્યમાં નિર્માણાધીન 80 વીજ પ્રોજેક્ટનો રિવ્યૂ કરવાનો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે ઋષિગંગા પ્રોજેક્ટની આજુબાજુ જે ગ્લેશિયર સરોવર છે તેના અભ્યાસ પછી જ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવે. પરંતુ એવું થયું નહીં. કુદરત આપણને વારંવાર ચેતવણી આપે છે કે પહાડો સાથે વધુ છેડછાડ કરશો નહીં. રવિવારની આ ઘટના આ જ સંદેેશો આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...