• Gujarati News
  • National
  • As Soon As The Patient Arrives At The Hospice A Health Card Will Be Issued, The Doctor Or Other Staff Will Be Able To Update The Health Record; Get Rid Of The Check File

ભાસ્કર વિશેષ:દર્દી હોસ્પિ.માં પહોંચે કે તરત હેલ્થ કાર્ડ બનશે, ડૉક્ટર કે બીજા કર્મી હેલ્થ રેકોર્ડ અપડેટ કરી શકશે; તપાસની ફાઇલથી છુટકારો મળશે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 ડિજિટવાળા યુનિક હેલ્થ આઇડીની સાથોસાથ ઇમેલ એડ્રેસ પર પણ પૂરો હેલ્થ રેકોર્ડ હશે

નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHH)નું નામ બદલીને પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન રાખવા વિચારણા થઇ રહી છે. 14 ડિજિટવાળા યુનિક હેલ્થ આઇડી નંબરની સાથોસાથ ઇમેલ જેવું એક આઇડી પણ બની શકે છે. તેના પર પણ તમારી હેલ્થની તમામ વિગતો ઉપલબ્ધ હશે. તમારા નામથી એક ઇમેલ આઇડી બનશે, જે PHR (પર્સનલ હેલ્થ રેકોર્ડ) એડ્રેસ તરીકે ઓળખાશે. તેનો પાસવર્ડ તમે જાતે સેટ કરી શકો છો.

આઇડી બનાવડાવ્યા પછી તમારે 14 ડિજિટનો હેલ્થ યુનિક આઇડી નંબર યાદ રાખવાની જરૂર નહીં પડે. ઇમેલ એડ્રેસ અને પાસવર્ડથી પણ તમે તમારો પૂરો હેલ્થ રેકોર્ડ જોઇ શકો છો.

healthid.ndhm.gov.in પર જઇને કોઇ પણ વ્યક્તિ પોતાનું PHR આઇડી બનાવી શકે છે. નેશનલ હેલ્થ ઓથોરિટીના એક અધિકારીએ જણાવ્યું કે કાર્ડ બનાવડાવવા દરેક હોસ્પિ.ના રજિસ્ટ્રેશન કાઉન્ટર પર ડેટા એન્ટ્રી ઓપરેટર રહેશે. હોસ્પિ.ની ઇન્ટર્નલ આઇટી સિસ્ટમમાં NDHM ઇન્સ્ટોલ હશે. કોઇ દર્દી હોસ્પિ.માં સારવાર માટે પહોંચે એટલે તેનું હેલ્થ આઇડી કાર્ડ બની જશે. પછી દર્દી ડૉક્ટર પાસે પહોંચે ત્યારે તેણે 14 ડિજિટનો હેલ્થ આઇડી નંબર અને મોબાઇલ પર આવેલો OTP જણાવવાનો રહેશે.

પછી ડૉક્ટર દર્દીને તપાસ્યા બાદ જે કોઇ દવા કે પ્રિસ્ક્રીપ્શન લખશે તે હેલ્થ કાર્ડમાં અપલોડ કરી દેવાશે. જો કોઇ ટેસ્ટ કરાવવાના હોય અને દર્દી NDHM દ્વારા રજિસ્ટર્ડ લેબમાં ટેસ્ટ કરાવવા જાય તો ત્યાં પણ તેણે હેલ્થ આઇડી નંબર અને OTP જણાવવાનો રહેશે. લેબ ટેસ્ટ બાદ રિપોર્ટ પણ હેલ્થ કાર્ડમાં અપલોડ કરી દેવાશે. ત્યાર બાદ ડૉક્ટર ઓનલાઇન પોર્ટલ પર જ રિપોર્ટ જોઇ શકશે. તેનાથી એ ફાયદો થશે કે દર્દીએ ટેસ્ટની ફાઇલો સાથે નહીં રાખવી પડે. તેની મેડિકલ હિસ્ટ્રી પણ એક ક્લિકમાં ખુલી જશે, જેના કારણે બહેતર સારવાર મેળવવામાં સરળતા રહેશે.

પાઇલટ પ્રોજેક્ટ તરીકે કેન્દ્રશાસિત પ્રદેશોમાં કામ શરૂ થઇ ચૂક્યું છે
પાઇલટ પ્રોજેક્ટ તરીકે આ યોજનાની આંદામાન-નિકોબાર, ચંદીગઢ, દાદરા - નગર હવેલી, દીવ-દમણ, લદાખ અને લક્ષદ્વીપ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂઆત કરાઇ. નેશનલ હેલ્થ ઓથોરિટીના એક અધિકારીએ જણાવ્યું કે કાર્ડમાં દર્દીનો હેલ્થ રેકોર્ડ ડૉક્ટર્સ અપલોડ કરશે કે અન્ય સ્વાસ્થ્યકર્મી તે હોસ્પિટલ નક્કી કરશે. દર્દીઓની સંખ્યા ઓછી હોય ત્યાં ડૉક્ટર્સ પણ આ કામ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...