JDUના પૂર્વ ધારાસભ્ય શ્યામ બહાદુર સિંહ એક વખત ફરી ચર્ચામાં આવ્યા છે. સિવાનમાં ડાન્સર સાથે ઠૂમકા લગાવતો તેમનો એક વીડિયો વાઇરલ થયો છે. આ દરમિયાન તેઓ ભોજપુરી ગીત 'દારૂ બાજારુ હ ચઢ જાલા હો' ગીત પર ડાન્સ કરતા દેખાયા. વાઇરલ વીડિયો 1 જાન્યુઆરીની રાતનો કહેવામાં આવી રહ્યો છે. શ્યામ બહાદુર સિંહની ઉંમર 59 વર્ષની છે.
હકીકતમાં નવા વર્ષ પર સિવાનના જીબીનગર તરવારા પોલીસ સ્ટેશન વિસ્તારના તરવારા બજારમાં જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બધરિયા વિધાનસભાના પૂર્વ JDU ધારાસભ્ય શ્યામ બહાદુર સિંહ અતિથિ તરીકે પહોંચ્યા હતા.
બર્થડે પાર્ટીમાં ઓર્કેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓર્કેસ્ટ્રા શરૂ થતાં જ પૂર્વ ધારાસભ્ય પોતાને રોકી ન શક્યા. ત્યાર પછી તેઓ સીધા સ્ટેજ પર ચડી ગયા અને કુર્તો ઉઠાવી ડાન્સ કરવા લાગ્યા.
વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેજની નીચે દર્શકોની ભારે ભીડ એકઠી થયેલી છે. દર્શકો તેમના મોબાઈલ કેમેરામાં પૂર્વ ધારાસભ્યની તસવીર કેદ કરતા જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે વાઇરલ વીડિયો 1 મિનિટ 13 સેકન્ડનો છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. જોકે આ પહેલી વખત નથી. આ પહેલાં પણ ઘણી વખત શ્યામ બહાદુર સિંહ પોતાની અલગ-અલગ પ્રવૃત્તિને કારણે ચર્ચામાં આવ્યા છે.
આ વખતે ફરી ડાન્સ સાથે તેમનો વીડિયો સામે આવ્યો છે, જેને કારણે તેમના વિસ્તારમાં તેમના નામની ચર્ચા વધુ ઝડપી બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.