દિલ્હીમાં આજે રાત્રે 10 વાગ્યાથી 26 તારીખે સવારે 6 વાગ્યા સુધી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કર્યા પછી લોકો જીવન જરુરિયાતની વસ્તુઓ લેવા માટે બજારમાં ઉમટી પડ્યા હતા. એવામાં દારૂની દુકાન પર પણ મસમોટી લાઈન જોવા મળી હતી. એક વૃદ્ધા પણ દારૂ લેવા લાઈનમાં ઊભા રહ્યા હતા અને એમને દારૂ લીધા પછી મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 'દવા કઈ અસર કરશે નહીં આલ્કોહોલ જ અસર કરશે, લૉકડાઉનમાં દારૂની દુકાન ખુલ્લી રહેવી જોઈએ. જે લોકો દારૂ પીશે તે સ્વસ્થ રહેશે. 35 વર્ષથી દરરોજ એક પેગ પીવું છું હજુ સુધી કોઈ ડોઝ લીધો નથી.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.