• Gujarati News
  • National
  • As People Were Passing By At The Time Of The Accident, 15 People Are Believed To Have Been Buried

મુંબઈમાં 40 વર્ષ જૂની ઈમારત ધરાશાયી:દુર્ઘટના સમયે લોકો નજીકથી પસાર થઈ રહ્યા હતા, 15 લોકો દટાયા હોવાની આશંકા

મુંબઈએક મહિનો પહેલા

મુંબઈના બોરીવલી-પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બોરીવલીના સાંઈબાબાનગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ પહોંચી ગઈ હતી, જેમાં 14થી 15 લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઈમારત 40 વર્ષ જૂની હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના બપોરે 12.30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે લોકો આ ઈમારતની નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. આ ઈમારતનું નામ ગીતાંજલિ છે. ફાયરબ્રિગેડની આઠ ગાડી, બે બચાવ વાન અને ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર હતી. ટીમ રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઈમારત 40 વર્ષ જૂની છે. BMCએ તેને જર્જરિત જાહેર કર્યું હતું. આ પછી બિલ્ડિંગને પણ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.

4 દિવસ પહેલાં પણ મુંબઈમાં આવી જ દુર્ઘટનામાં 2નાં મોત થયાં હતાં
આ પહેલાં 15 ઓગસ્ટના રોજ મુંબઈના મુલુંડ વિસ્તારમાં એક ઘરની છતનો ભાગ તૂટી પડ્યો હતો, જેને કારણે કાટમાળ નીચે દબાઈને બે લોકોનાં મોત થયાં હતાં. આ ઈમારત લગભગ 20-25 વર્ષ જૂની હતી અને BMCએ તેના સંબંધમાં નોટિસ જારી કરી હતી.

મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી થયા બાદ મકાનમાલિકો સામે FIR નોંધવામાં આવી હતી.
મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી થયા બાદ મકાનમાલિકો સામે FIR નોંધવામાં આવી હતી.

મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 19નાં મોત
બે મહિના પહેલાં મુંબઈના કુર્લા-ઈસ્ટના નાઈકનગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં 19 લોકોનાં મોત થયાં હતાં અને 15 લોકો ઘાયલ થયા હતા. આ ઈમારતને અગાઉ 'જર્જરિત' જાહેર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં એને 'સમારકામ યોગ્ય' જાહેર કરવામાં આવી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, નોટિસ બાદ પણ લોકો એમાં રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...