યાત્રીઓ પરેશાન:યમુનોત્રી હાઇવેનો હિસ્સો તૂટી જતાં 10 હજાર યાત્રાળુ ત્રણ દિવસ ફસાયા

ઉત્તરકાશીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા વચ્ચે યાત્રીઓ અટવાયા
  • બીજી વાર સમારકાર બાદ માર્ગ ફરીથી ખોલાયો

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા વચ્ચે માર્ગનો એક હિસ્સો ઘસી પડતા યમુનોત્રી ધામના યાત્રીઓ ત્રણ દિવસ ફસાયેલા રહ્યા હતા. તેનાથી 10 હજારથી વધુ યાત્રીઓ પરેશાન રહ્યા હતા અને અંતે શનિવારે સાંજે સમારકામ બાદ માર્ગને ફરીથી શરૂ કરાયો હતો.

યમુનોત્રી ધામથી 18 કિમી પહેલા રણાચંડી પાસે બુધવારે સાંજે હાઇવેનો એક હિસ્સો તૂટ્યો હતો. આ પછી વહીવટીતંત્રે મોટા વાહનોની અવરજવર પર રોક લગાવી હતી. ગુરુવારે સાંજે સમારકામ બાદ માર્ગ ફરીથી ખુલ્લો મૂકાયો હતો,

જો કે કેટલીક કલાક બાદ ફરીથી એક હિસ્સો તૂટ્યો હતો. NHAIએ ફરીથી કામ શરૂ કર્યું હતું. વાવાઝોડાને કારણે સમારકામ અનેકવાર પ્રભાવિત થયું હતું. અંતે તેને શનિવારે યાત્રીઓ માટે ફરીથી ખોલાયો હતો.

અસમમાં પૂરથી 29 જિલ્લાના 75 હજાર લોકો બેઘર થયા
અસમ, અરુણાચલ પ્રદેશ અને મેઘાયલમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 25 લોકોના મોત થયા છે. અસમ સૌથી વધુ પ્રભાવિત છે. અસમમાં શુક્રવારે પૂરમાં ડૂબવાથી ચારના મોત બાદ અહીંયા મૃતકોની સંખ્યા વધીને 9 થઇ હતી. રાજ્યમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં પણ પાંચ લોકો મોતને ભેટ્યા હતા. અસમના 29 જીલ્લાઓના 75 હજાર લોકોને અત્યારે 234 રાહત શિબિરોમાં ખસેડાયા છે. મેઘાલયમાં પણ પૂરને કારણે ત્રણનાં મોત નોંધાયા છે.

બિહારના ભારે વરસાદ, અનેક ગામોમાં અંધારપટ
બિહારમાં બે દિવસથી ભારે વરસાદ અને વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે. ગુરુવાર અને શુક્રવારે બિહારના 16 જીલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે તેમજ અન્ય દુર્ઘટનામાં કુલ 33 લોકોના મોત નિપજ્યા છે. અનેક રસ્તાઓ પર વીજળીના થાંભલા પડી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...