ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખી સમગ્ર દેશ અને દુનિયાએ નિહાળી. આ વખતે ક્લીન-ગ્રીન ઊર્જા અપનાવવાનો ગુજરાતે સંદેશ આપ્યો છે. ઝાંખીમાં રાજ્યના અનોખા કચ્છના રંગ અને મહેસાણા જિલ્લામાં સ્થિત ઐતિહાસિક મોઢેરા ગામની ઝાંખી જોવા મળી. જે સૌર ઊર્જાથી ચાલતું દેશનું પ્રથમ ગામ બન્યું છે. ઝાંખી દરમિયાન હર ઘર સોલાર પેનલથી સોહાય ગીત ગુંજ્યું. ગત વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદીએ દેશને પહેલા સૌર વિલેજની ભેટ આપી હતી. ત્યારબાદ આ અનોખા ગામની મુલાકાત લેવા યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસ પણ પહોંચ્યા હતા. ઝાંખી જોઈને ગૃહમંત્રી અમિત શાહના પત્ની સોનલબેન શાહે ઉભા થઈને તાળીઓ પાડી હતી. પ્રધાનમંત્રી મોદીના ભાઈ પંકજ મોદીએ ગુજરાતની ઝાંખીને લીડ કરી છે. તેમના કહેવા પ્રમાણે ગુજરાત એક એવું રાજ્ય છે જે દેશ અને દુનિયાને એખ નવી દિશા અને પ્રેરણા આપે છે. આ મોઢેરા સોલાર વિલેજની ઝાંખી આજની DB REELSમાં નિહાળો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.