• Gujarati News
  • National
  • There Is No Injury To The Body, The Legs Are Tied; Talking About Getting 30 Thousand Rupees, He Gave A Mobile Number

સિંધુ બોર્ડર પર હત્યા કરાયેલા લખબીરનો નવો વીડિયો:શરીર પર ઈજા નથી, પગ બાધેલા છે; 30 હજાર રૂપિયા મળવા અંગેની વાત માની, આપ્યો મોબાઈલ નંબર

લુધિયાણાએક મહિનો પહેલા
  • 43 સેકન્ડનો છે નવો વીડિયો, જેને દમનજીત સિંહ ખાલસાએ બહાર પાડ્યો છે
  • વીડિયોમાં લખબીરે પોતાની સાથે એક યુવકના આવવાની પણ વાત કહી છે

હરિયાણામાં સોનીપતની સિંધુ બોર્ડર પર દશેરાની સવારે મારીને બેરીકેડ પર લટકાવવામાં આવેલા લખબીર સિંહનો વધુ એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે.

લગભગ 43 સેકન્ડ લાંબા આ વીડિયોમાં લખબીર સિંહના શરીર પર કોઈ ઈજા દેખાઈ રહી નથી, જોકે તેના પગ બાધેલા છે. વીડિયોમાં લખબીર માત્ર કછહરા(કચ્છા) પહેરીને જમીન પર પડેલા દેખાઈ રહ્યાં છે.

લખબીર વીડિયોમાં બોલી રહ્યો છે કે તેને 30 હજાર રૂપિયા આપવામાં આવ્યા છે અને તેની સાથે વધુ એક યુવક પણ છે. તે પછી તે યુવકનો મોબાઈલ નંબર હોવાની વાત કહે છે. કેટલાક લોકોના પૂછવા પર લખબીર જમીન પર બેસીને મોબાઈલ નંબર 991568****ની માહિતી આપે છે. આ દરમિયાન કેટલાક લોકો આ મોબાઈલ નંબર નોંધવાની વાત કહેતા સંભળાઈ રહ્યાં છે.

આ વીડિયો લખબીરની હત્યાના છઠ્ઠા દિવસ એટલે કે 20 ઓક્ટોબર પ્રકાશમાં આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયોમાં લખબીર સિંહ પોતે શ્રી ગુરુ ગ્રંથ સાહિબની બદનામી માટે મોકલવામાં આવ્યા હોવાની વાત કબૂલ કરી રહ્યાં છે અને સાથે જ તે પોતે પોતાના સાથીનો મોબાઈલ નંબર પણ જણાવી રહ્યાં છે.

આ વીડિયો દમનજીત સિંહ ખાલસા તરફથી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં નાંખવામાં આવ્યો. તેની પર લખવામાં આવ્યું છે કે જે લોકો સિંધુ બોર્ડર પર બદનામી થવા અંગેના પુરાવા માંગી રહ્યાં છે, તે આ પુરાવા લે.

નિહંગો સાથે માંગવામાં આવી રહેલા પુરાવાની વચ્ચે આવ્યો વીડિયો
15 ઓક્ટોબરની સવારે સિંધુ બોર્ડર પર તરનતારનના ચીમા ગામના લખબીર સિંહનો એક હાથ અને પગ કાપી નાંખવામાં આવ્યો હતો અને મૃત્યુ પછી તેમની બોડી રસ્તાના કિનારે બેરીકેડ પર લટકાવવામાં આવી હતી. ઘટના સ્થળ પર ઉપસ્થિત નિહંગોએ દાવો કર્યો હતો કે લખબીરેે બદનામી કરી, તેનાપગલે તેને સજા કરવામાં આવી.

નિહંદ કરી ચૂક્યા છે બદનામીની તપાસની માંગ
નિહંગ જત્થેબંદિયા પણ સોનીપતના એસપી જશનદીપ સિંહ રંધાવાને મળીને સિંધુ બોર્ડર પર બદનામી થવા અંગેની ફરિયાદ આપીને કેસ નોંધવા અને તેની તપાસ કરવાની માંગ કરી ચૂક્યા છે. જોકે સોનીપત પોલીસે અત્યાર સુધી બદનામીનો કેસ નોંધ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...