દિલ્હીના તિલકનગર વિસ્તારમાં શુક્રવારે એક મહિલાની લાશ મળી આવી હતી. આ મામલો તિલકનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશનગર વિસ્તારનો છે. લિવ-ઈન પાર્ટનર પર મહિલાની હત્યાનો આરોપ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં, મહિલાના જડબા પર પણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. મૃતદેહના ટુકડા પણ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પંજાબમાંથી ક્રાઈમ બ્રાન્ચે શખસની ધરપકડ કરી છે. આરોપીનું નામ મનપ્રીત છે અને તે પહેલાં પણ અપહરણ અને હત્યાના કેસમાં સંડોવાયેલો છે.
આરોપી પહેલાંથી પરિણીત હતો
આ મામલે વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આરોપી મનપ્રીત અંગે પોલીસે જણાવ્યું કે તે દિલ્હીમાં સેકન્ડહેન્ડ કારની ખરીદી અને વેચાણનો વેપાર કરે છે. તેના પિતા યુએસમાં સ્થાયી થયા છે. તેના લગ્ન 2006માં થયા હતા. તેની પત્ની સાથે તેને બે પુત્ર છે, પરંતુ વર્ષ 2015માં તે આ મહિલાના સંપર્કમાં આવ્યો અને બંને વચ્ચે પ્રેમ થયો. ત્યાર પછી મનપ્રીતે ગણેશનગરમાં એક મકાન ભાડે લીધું હતું, જેમાં તે મહિલા સાથે રહેવા લાગ્યો હતો. ધીમે ધીમે તેને લાગ્યું કે હવે તે આ સંબંધમાં ફસાઈ રહ્યો છે, તેથી તેણે મહિલાને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો. 1 ડિસેમ્બરની રાત્રે તે ફ્લેટ પર પહોંચ્યો અને મહિલાની 16 વર્ષની પુત્રીને તેના ખોરાકમાં ઊંઘની ગોળીઓ ભેળવીને સૂવડાવી દીધી અને થોડા સમય પહેલાં તેણે ખરીદેલા છરાથી મહિલાની હત્યા કરી.
શ્રદ્ધા હત્યા કેસથી પ્રેરિત થયો આરોપી
પોલીસને શંકા છે કે શ્રદ્ધા મર્ડર કેસ જોયા બાદ આરોપીએ આ પ્લાન બનાવ્યો, તેથી જ તેણે છરો ખરીદ્યો હતો. એનું પ્લાનિંગ પણ એવું જ હતું, પરંતુ ઘરમાં 16 વર્ષની છોકરી હાજર હોવાથી તેણે ગુનો કર્યા પછી ફરાર થઈ જવાનું યોગ્ય માન્યું.
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાની પુત્રીની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 201 (ગુનાના પુરાવા ગાયબ કરવા અથવા ખોટી માહિતી આપવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
શ્રદ્ધા હત્યા કેસ સાથે જોડાયેલી અન્ય સ્ટોરી પણ વાંચી શકો છો
શ્રદ્ધાનું કપાયેલું માથું રોજ જોતો હતો આફતાબ:જે રૂમમાં લાશના ટુકડા કર્યા હતા ત્યાં જ ઊંઘતો હતો; ઇન્સ્ટા પર હતો ફૂડ-બ્લોગર
દિલ્હી પોલીસે મંગળવારે મહેરૌલીનાં જંગલોમાંથી શ્રદ્ધા વોકરના મૃતદેહના 13 ટુકડા કબજે કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 26 વર્ષની શ્રદ્ધાની હત્યા તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ કરી હતી. તેના કહેવા પર મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા.અહીં ક્લિક કરો
દિલ્હીમાં શ્રદ્ધા જેવી વધુ એક હત્યા:પતિની લાશના ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા, રાત્રે પુત્ર સાથે ટુકડા ઠેકાણે પાડવા જતી હતી
દિલ્હીના પાંડવનગરમાં સોમવારે શ્રદ્ધા હત્યા જેવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મહિલાએ પુત્ર સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી. પતિના મૃતદેહના ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં મૃતદેહના ટુકડાને ફ્રિજમાં રાખ્યા હતા. પછી રાત્રિના સમયે માતા-પુત્ર આ ટુકડાઓ નજીકના મેદાનમાં ફેંકવા જતાં હતાં.અહીં ક્લિક કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.