• Gujarati News
  • National
  • Aryaveer Said In The Conference Salman Takes Drugs, God Is The Owner Of Actresses; He Also Spoke On Islam

UPમાં બાબા રામદેવનું સંબોધન:મુરાદાબાદમાં આર્યવીર સંમેલનમાં કહ્યું- સલમાન ડ્રગ્સ લે છે, એક્ટ્રેસના તો ભગવાન જ માલિક; ઇસ્લામ પર પણ બોલ્યા

2 મહિનો પહેલા

યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે, શાહરુખનો દીકરો ડ્રગ્સ લેતા પકડાયો, તે જેલ ગયો. સલમાન પણ ડ્રગ્સ લેતો હતો. આમિર લે છે કે નહીં, તે ખબર નથી. આખું બૉલીવુડ ડ્રગ્સની ઝપેટમાં છે. એક્ટ્રેસના તો ભગવાન જ માલિક છે.

રામદેવ બોલ્યા- ઝીણા દારૂ પીતો હતો
તેમણે કહ્યું કે, ઇસ્લામમાં કોઈ દારુ પી લે તો તેને કહે છે કે તે નાપાક થઇ ગયો, પરંતુ ઝીણા દારુ પીતો હતો, તે મરી ગયો.. સારું થયું. ઇસ્લામમાં દારુને લઇને પ્રતિબંધ છે, તો ત્યાં બીડી-સિગારેટનો નશો હાવી થઇ ગયો છે. આજે સમગ્ર દેશમાં કોઈ પવિત્ર સમાજ છે તો તે માત્ર આર્ય સમાજ છે, જેને માનનારા કોઇપણ પ્રકારનો નશો નથી કરતા.

UPના મુરાદાબાદમાં આર્યવીર સંમેલનમાં પહોંચ્યા CM યોગી અને બાબા રામદેવ
UPના મુરાદાબાદમાં આર્યવીર સંમેલનમાં પહોંચ્યા CM યોગી અને બાબા રામદેવ

કહ્યું- તમે તો ઋષિઓના વંશજ છો, નશો કેમ ન છોડી શકો
બાબા રામદેવે આર્ય સમાજના મંચથી દેશને નશામુક્ત કરવાનું આહ્વાન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે ઇસ્લામમાં દારુ પીનારાને નાપાક કહે છે તો તમે ઋષિઓના વંશજ છો. તમે દારુ, ડ્રગ્સ, સિગારેટ અને બીજા નશાને કેમ નથી છોડી શકતા. આર્યવીર દળના યુવા દેશમાં જ્યાં પણ રહે, ત્યાં નશા મુક્તિ માટે અભિયાન ચલાવે.

આર્યવીર સંમેલનમાં બાબા રામદેવે દેશને નશા મુક્ત બનાવવાનું આહ્વાન કર્યું.
આર્યવીર સંમેલનમાં બાબા રામદેવે દેશને નશા મુક્ત બનાવવાનું આહ્વાન કર્યું.

પહેલા બોલ્યા- સલમાનનો દીકરો જેલ ગયો, પછી સુધાર્યું
બાબા રામદેવે નશા પર પ્રહાર કરતા પોતાના ભાષણની શરૂઆત કરી. પહેલા તેમણે બૉલીવુડ પર પ્રહાર કર્યા. કહ્યું- મોટા-મોટા ફિલ્મ સ્ટાર ડ્રગ્સ લઇ રહ્યા છે. આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, બૉલીવુડ નશાની ઝપેટમાં છે. તમે જોયું હશે ગત દિવસોમાં ડ્રગ્સ લેતા સલમાન ખાનનો દીકરો પકડાયો હતો, તે જેલ પણ ગયો.

બાબા રામદેવે બે વખત સલમાનનું નામ લીધું, પછી આસપાસના લોકોએ તેમને કરેક્ટ કરાવ્યું કે તે સલમાન નહીં શાહરુખનો દીકરો હતો. ત્યારબાદ બાબા રામદેવે કહ્યું કે, શાહરુખનો દીકરો ડ્રગ્સ લેતા પકડાયો, સલમાન પણ ડ્રગ્સ લે છે.

મુરાદાબાદમાં સર્કિટ હાઉસની પાછળ બુદ્ધિ વિહાર ફેઝ ટૂમાં થયેલા આર્યવીર સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા.
મુરાદાબાદમાં સર્કિટ હાઉસની પાછળ બુદ્ધિ વિહાર ફેઝ ટૂમાં થયેલા આર્યવીર સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા.

રામદેવે કહ્યું- જાતિના નામ પર કેટલાક રાજકીય પક્ષો ભાગલા પાડી રહ્યા છે
મુરાદાબાદમાં આર્યવીર સંમેલનમાં બાબા રામદેવે કહ્યું કે, ચૂંટણી આવતા જ કેટલાક રાજકીય પક્ષો સમાજને જાતિઓ અને પંથોમાં ભાગલા પાડવાના પ્રયાસ શરૂ કરી દે છે. OBC, દલિત, આદિવાસી, મુસલમાનની સાંઠગાંઠ કરવાના પ્રયાસો થાય છે. પરંતુ તેઓ ક્યારે પોતાના હેતુ પાર પાડવામાં સફળ નહીં થાય.

તેમણે કહ્યું- માત્ર આર્ય સમાજ છે, જે કોઈ ભેદભાવ નથી કરતો. આ તમામ જાતિઓ એક સમાન છે. આર્ય સમાજ દેશને જાતિમુક્ત અને સમાનતાયુક્ત બનાવવાની દિશામાં કામ કરી રહ્યો છે. આર્ય સમાજ લોકોને આચરણ અને ચરિત્રથી લઇને તમામ પ્રકારની દિવ્યતા પ્રદાન કરી રહ્યો છે.

આર્યવીર સંમેલનને સંબોધિત કરતા બાબા રામદેવે કહ્યું- નશામુક્તિ આત્મ અનુશાસનથી જ થઇ શકે છે
આર્યવીર સંમેલનને સંબોધિત કરતા બાબા રામદેવે કહ્યું- નશામુક્તિ આત્મ અનુશાસનથી જ થઇ શકે છે

કહ્યું- મેં સાધુઓને ચિલમ છોડાવી
બાબા રામદેવે કહ્યું- પરિવર્તન શાસનથી નહીં પરંતુ આત્મ અનુશાસનથી આવશે. આ આત્મ અનુશાસન આર્ય સમાજ શીખવે છે. યોગ ગુરુએ ગુજરાત અને બિહારનું ઉદાહરણ આપતા કહ્યું કે, દારુબંધીથી નશા મુક્તિ સંભવ નથી. બિહાર અને ગુજરાતમાં દારુબંધી છે છતા લોકો દારુ પી રહ્યા છે. નશામુક્તિ આત્મ અનુશાસનથી થઇ શકે છે. મેં કુંભમાં સાધુઓની ચિલમ પણ છોડાવી. હું સાધુઓને કહું છું કે, તમે તમામ વ્યસન અને સાંસારિક મોહમાયા પણ છોડી દીધી તો પછી ચિલમ કેમ નથી છોડી દેતા.

અન્ય સમાચારો પણ છે...